SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ જુલાઈ ૧૯૫૯ * આ પ્રસંગે પ્રમુખ શ્રી મોહનલાલ લ. શાહે કોન્ફરન્સના ઉદ્દેશોની વિવિધ પ્રકારે છણાવટ કરી આ યુગમાં તેની આવશ્યકતા દર્શાવી હતી. રતલામ, જબલપૂર કે અન્યત્ર બનતા બનાવો રજૂ કરી આવા આક્રમણોના પ્રતિકાર માટે સંગઠિત થવા જણાવ્યું. મધ્યમવર્ગના ઉત્કર્ષ માટેની કૉફરન્સની યોજના વિસ્તૃતપણે સમજાવી તેને અપનાવવા વિનંતિ કરી. વેપારી કોમ તરીકે આપણી ફરજ સમજી નીતિના માર્ગે ગમન કરવા તેમજ પરસ્પર સહકાર અને સાવ કેળવી “જીવો અને જીવવા દ્યો' ના સિદ્ધાંતને અપનાવવા અપીલ કરી હતી. શ્રી. મોહનલાલ દીપચંદ ચોકસીએ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રને સબળ બનાવવાની કોન્ફરન્સની યોજનાના મૂલ્યની સમજણ આપી હતી. વેપારીઓએ સમય-કામના એંધાણ પારખી નવા વેપાર અને લાઈનોમાં જોડાવવા નમ્ર સૂચન કર્યું. શ્રી ફુલચંદ શામજીએ દેવ-ગુરૂ ધર્મને સંપૂર્ણ વફાદાર રહી સંઘબળ વધારવા તેમજ સદૈવ પોતાના પગ ઉપર ઉભા રહેવા માટેની શક્તિ કેળવવા જણાવ્યું હતું. ઉપસ્થિત સમુદાયે કોન્ફરન્સની યોજના આવકારી હતી. કોચીનમાં સ્વાગત પ્રતિનિધિમંડળ શનિવાર, તા. ૬ જૂન ૧૯૫૯ ના રોજ કોચીન પહોંચતા સ્ટેશન ઉપર શ્રી ઝવેરલાલ આણંદજી માલશી અને શ્રી દ્રા સાહેબના પ્રતિનિધિઓ સ્વાગત કર્યું. રવિવાર, તા. ૭ જૂન ૧૯૫૯ના રોજ ઉપાશ્રયમાં જૈનોની સભા યોજવામાં આવી હતી, જે પ્રસંગે જનસમુદાય સારી સંખ્યામાં હાજર રહ્યો હતો. પ્રમુખ સ્થાન શ્રી લાલચંદજી દ્વાને આપવામાં આવ્યું હતું. અગ્રેસર શ્રી આણંદજીભાઈ માલશીએ પ્રતિનિધિમંડળના સત્કાર સ્વરૂપ શ્રી સંધ તરફથી હાર અર્પણ કર્યા હતા. સભાના પ્રારંભમાં શ્રી અમૃતલાલભાઈ લાલને જણુવ્યું કે કોન્ફરન્સના પ્રતિનિધિમંડળે કોચીન જેવા દૂર પ્રદેશમાં પધારવા જે કૃપા કરી તે હર્ષનો વિષય ગણાય. ૫૯ વર્ષથી અખંડપણે સમાજસેવા કરતી આ સંસ્થાને પણ રાજદ્વારી સંસ્થાની જેમ ભરતીઓટમાં પસાર થવું પડ્યું છે છતાં તેને ટકાવી રાખવામાં સમાજે જે ઉત્સાહ અને ડહાપણ દાખવેલ છે તે સમાજના અભ્યદયની નિશાની રૂપ ગણાય. આ પ્રદેશમાં વિપુલ પ્રમાણમાં જેનો વસતા હતા. અહિંની જુદી જુદી ભાષાઓમાં લખાયેલા જૈન ગ્રન્યો અને સ્થાપત્યકળાના નમૂનાઓ એ વાતની સાક્ષી પૂરે છે. મુંબીકી, કલીકટ, આલેપી, તીરપૂર, મૈસૂર અને મદ્રાસ આસપાસ પ્રાપ્ત થતા સ્થાપત્ય ઉપરથી જૈનો આ પ્રદેશમાં અગ્રસ્થાન ભોગવતા હતા હતા એ સિદ્ધ થઈ શકે. આ ગૌરવભરી હકીકત હોવા છતાં વ્યાપારમાં નિમગ્ન રહેલા સમાજ તરફથી તેના વિકાસ કે પ્રકાશ માટે જોઈએ તે પ્રમાણમાં ફાળો અપાયેલ નથી તેથી આવા અનેક કાર્યો માટે કૉન્ફરન્સ જેવી સંસ્થાની ઉત્સાહભર્યો સાથ હોવો જોઈએ. કોન્ફરન્સ શિક્ષણ પ્રચાર, સંગઠન વધારવા તેમજ મધ્યમવર્ગના ઉત્થાન માટે જે રચનાત્મક કાર્ય કરી રહી છે તે અનુમોદનીય છે. ભારતની સંસ્કૃતિને ઉજજવળ બનાવવા જૈનોએ મહાન ફાળો આપેલ છે અને અહિંસા કે પંચશીલના સૂત્રના મૂળમાં જૈન સિદ્ધાંતોજ રહેલા છે તેને કેન્ફરન્સ દ્વારા વધુમાં વધુ પ્રચારમાં મૂકવાની આપણી ફરજ છે. વ્યક્તિગત યુગ આથમ્યો છે. સંગઠન યુગ ઝળહળી રહેલ છે. જૈન સમાજને સર્વ પ્રકારે સમૃદ્ધ બનાવવા સૌએ રૂટિબદ્ધ થવું પડશે અને સ્વશક્તિ અનુસાર તન મન ધનની કુરબાની આપવી જોઈશે. તેમાં વિદનો આવે તો ડરવા જેવું નથી. કૉન્ફરન્સ જેવી સંસ્થા આપણી પાસે છે. એક બાજુ ઉદ્દામવાદી યુવકો જોવાય છે. જ્યારે બીજી બાજુ કાતિલોભી સ્થિતિસ્થાપક વર્ગ નજરે ચઢે છે. યુવકો ક્રાંતિ માંગે છે. પણ વાસ્તવિકમાં જુનું એટલે બધું ખરાબ તો નથી જ. તેવી જ રીતે નવું પણ બધું અપનાવવા જેવું નથી. આ દૃષ્ટિકોણ બરોબર સમજી બહુ મોડું થાય તે પહેલાં રાષ્ટ્રના અને સમાજના નવનિર્માણ કાર્યમાં આપણે સૌએ સક્રિય ફાળો આપવા તૈયાર થવું જોઈએ. પ્રમુખસ્થાનેથી શ્રી લાલચંદજી ઠઠ્ઠાએ જણાવ્યું કે કોન્ફરન્સ સમગ્ર જૈન સમાજની સંસ્થા હોઈ તેના વિકાસની જવાબદારી પણ સમાજની છે. સમાજહિતને અનુલક્ષી આ સંસ્થા એકતાની હાકલ કરે છે. આપણે સંગઠિત હઈશું તો જ ધર્મ-સમાજ અને આત્માના શ્રેયના કાર્યમાં સફળ થઈશું. દ્રવ્ય વિના કોઈ કામ ન થઈ શકે. કૉન્ફરન્સ સભાસદો માટેની યોજના કરી છે તેને અપનાવી તેની પાછળ સર્વ સ્થળોના સંઘો અને આગેવાનોનું પીઠબળ છે એ બતાવી આપવું જોઈએ. તેઓ એ કૉન્ફરન્સની “જૈન યુગ” પ્રકાશનની પ્રવૃત્તિ અંગે પ્રશંસાના પુષ્પો વેરી તેનાં ગ્રાહકો કાયમી સ્વરૂપે બનાવવા સૂચના કરી હતી.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy