________________
જૈન યુગ
૧૩
જુલાઈ ૧૯૫૯
શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ જણાવ્યું કે “ જેનો ના “શાહ' ભારતના એક છેડાથી બીજા છેડા સુધી એક સમયે પ્રભુત્વ ભોગવતા હતા. દેશકાળના નકશા બદલાતા હોવાથી સમયાનુકૂલ ફેરફારો કરવા વિના ચાલે તેમ નથી. તેઓએ વસ્તુપાલ તેજપાલચામુંડરાય-શ્રમણબેલગોળા-ઓરીસા આદિની ગૌરવગાથા વર્ણવી સમાજવાદને બરોબર ઓળખવા તેમ જ ઉગતિ પ્રજાને જ્ઞાનનો વારસો આપવા વિનંતિ કરી હતી. વધુમાં શ્રી ચોકસીએ ઉમેર્યું કે વેપારી સમાજ રાજકીય તેમજ સામાજિક દૃષ્ટિએ યુગને ઓળખી ભાઈ-બહેનો રાજકીય ક્ષેત્રમાં દાખલ થાય અને સંગતિ થઈ ઉદ્યોગો
સ્થાપવાની દિશામાં વળે એ દષ્ટ છે. કોન્ફરન્સના નવસર્જન માટે સભ્યો બનવા, સ્વામીભાઈઓને સહાયરૂપ નિવડવા, દેશના પ્રજાજનો સાથે ભ્રાતૃભાવ કેળવવા, શિક્ષણ પ્રચાર કરવા આદિ રચનાત્મક કાર્યો સ્થાનિક સમિતિ દ્વારા કરવાની સૂચના કરી હતી.
શકાય. ગાંધીજીની અહિંસાએ જે ચમત્કારો કર્યા તે “અહિંસા ” જેન ધર્મનીજ ને? જનતાના સહકાર અને સદ્ભાવની સૌને પ્રત્યેક ક્ષણે આજે જરૂર છે.
છેવટે પ્રમુખશ્રી લાલચંદજી ઢઢ્ઢાના ઉપસંહાર બાદ સારી સંખ્યામાં સભ્યો નોંધાયા હતા. બંગ્લોમાં સભા - બેંગ્લોરમાં મંગળવાર, તા. ૯-૬-૧૯૫૯ની રાત્રે ઉપાશ્રયમાં જૈનોની જાહેરસભા મળી હતી. શ્રી ઈમલજી કોઠારીએ કૉન્ફરન્સના પ્રતિનિધિમંડળને ભાવભીનો આવકાર આપી આ સંસ્થાદ્વારા સમાજશ્રેયના અનેક કાર્યો પાર પાડી શકાય છે તેમ જણાવ્યું હતું. શ્રી મોહનચંદજી દ્વાએ કૉન્ફરન્સની પ્રવૃત્તિ દરેક દરેક શહેર કે ગામમાં શરુ કરવા અનુરોધ કર્યો. બાદ પ્રમુખશ્રી મોહનલાલ લલ્લચંદ શાહે સમાજની વર્તમાન પરિસ્થિતિ અંગેના વિચારો રજૂ કરતાં સંગઠન, રાજકીય વાતાવરણ સાથે વેપાર સંબધ, સાહિત્ય પ્રચાર, તીર્થરક્ષા આદિ દિશામાં કૉન્ફરન્સ દ્વારા શું કરી શકાય તેનો ચિતાર આપી અહિંસા ધર્મના પ્રચારાર્થે કમર કસવાની અપીલ કરી હતી. શ્રી ફુલચંદ શામજીએ ફાલના અધિવેશનથી અત્યાર સુધીની કૉન્ફરન્સની કાર્યવાહી રજૂ કરી સહકાર માટે વિનંતિ કરી હતી. શ્રી મોહનલાલ ચોકસીએ જૈન ધર્મ અને ગ્રંથોના પ્રચાર માટેની યોજના રજૂ કરી તેનો ફેલાવો કરવા જણાવ્યું. સાથે સાથે દાનની દિશા બદલવા સૂચવ્યું. મોડી રાત્રે શ્રી ઇદ્રમલજીના ઉપસંહાર સાથે સભા વિસર્જન થઈસભામાં કોન્ફરન્સના સભ્યો નોંધવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી.
પ્રમુખશ્રી મોહનલાલ લલ્લચંદ શાહે પ્રતિનિધિમંડળના સત્કાર બદલ હાદિક આભાર માની જણાવ્યું કે આજની “સોશીઆલિસ્ટીક પેટર્ન ઓફ સોસાઈટી માં જૈન સમાજ કેમ “ ફિટ થઈ શકે તે વિચારવાની જરૂર છે. હવે માત્ર વ્યાપારમાં જ લક્ષ આપવાથી કામ નહિ સરે. રાષ્ટ્ર અને જગતના વિધવિધ ક્ષેત્રોની પ્રગતિ નિહાળી આપણા સમાજે દિશા ફેરવવા જરૂર છે. જૈનધર્મ માનવધર્મ મનાય છે. આજે કેટલાક સ્થળે રૂઢીચુસ્તતાને જીવનધર્મ માની લેવામાં આવે છે. વિવેકપૂર્વક બધી બાબતો વિચારવાથી જ આગળ વધી
જેનો! જાગો, આપણા બીજા બંધુઓની જે દશા થઈ છે, તેવી કાલે આપણી નહીં થાય તેની શી ખાત્રી છે? માટે મોડું થાય તે પહેલાં ચેતો! આપણામાંથી કુસંપ, અસહકાર નાબુદ કરો ! અને મારાથી મારી કોમની, સમાજની કેટલી અને કેવી રીતે સેવા બની શકે તેનો વિચાર કરવા મંડી જાવ અને પછી, દશ વર્ષ પ્રભુ જીવતા રાખે તો પરિણામ જૂઓ. જે જૈન સમાજના ઉદ્ધારની સાથે, ધર્મની ઉન્નતિ ચાહતા હો તો, ઉપર કહ્યા પ્રમાણે વેરઝેર છોડી દઈ એક એકની સાથે ખભેખભો લગાડીને કામે લાગી જાઓ! એટલું ચોક્કસ યાદ રાખજો કે, જે ધર્મની ઉન્નતિ ચાહતા હો, સમાજનાં ગૌરવમાં માનતા હો તો જરૂર સમાજને જીવતો રાખવા પ્રયત્ન કરો.
શ્રી જૈન છે. કૉન્ફરન્સના ચૌદમા અધિવેશનના સ્વાગત પ્રમુખસ્થાનના