SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૧૦ જુલાઈ ૧૯૫૯ રચનાત્મક માગ આગળ વળો. કૉન્ફરન્સ રચનાત્મક કાર્યો તરફજ લક્ષ આપે છે જેનાં દૃષ્ટાંતસ્વરૂપ શ્રાવક- શ્રાવિકા ઉત્કર્ષ યોજના, જેસલમેર જ્ઞાનભંડાર સંરક્ષણ આદિના કાર્યો છે. અનેકાન્તવાદ આજની વિજ્ઞાનની શોધથી કંઈ જુદી વસ્તુ નથી. મૂળમાં એકજ છે. આ બધી વસ્તુઓના ઉદ્ધાર અને પ્રચાર માટે કૉન્ફરન્સની સ્થિતિ સુદઢ કરવી જરૂરી છે. “જૈનયુગ'- જેવા સુંદર મુખપત્રને અપનાવો. મદ્રાસમાં સંપ છે અને કાર્યકરો છે અને જો કોન્ફરન્સની શાખા દ્વારા સમાજોત્થાનનું પુણ્ય કાર્ય થાય એવી ભૂમિકા રચાય તો આનંદજનક લેખાશે કૉન્ફરન્સના પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહે જણાવ્યું કે આજના સન્માન સમારંભ માટે શ્રી સંઘના અમો આભારી છીએ. શ્રી ઢઢ્ઢા સાહેબે કોન્ફરન્સની કાર્યવાહી વિષે સુંદર પ્રકાશ પાડેલ છે. એટલું જ નહિં પણ મદ્રાસની પરિસ્થિતિ સંપ-સંગઠન અને પરોપકારમય સંસ્થાઓના સંચાલનાદિ વિષે જે કહ્યું છે તે ખરેખર ગૌરવ લેવા જેવી બને છે. બીજા પ્રાંતોવાળા તે ઉપરથી અનુકરણ કરે તો આપણા અનેક પ્રશ્નો સહેલાઈથી ઉકેલાઈ જાય. આ પ્રાંતમાં કમાણી કરવા આવેલા આપણા બંધુઓએ એ પ્રાંતના ઉદ્ધાર અને વિકાસ માટે જે રીતે શક્તિ અને સંપત્તિનો વ્યય કરેલ છે તેથી ઘણા લાભો થયા છે. જેનો સંકુચિતવૃત્તિ ધરાવતા નથી, તેઓ એકબીજાના સુખદુઃખમાં ભાગ લઈ રહ્યા છે અને ભાઈબંધ કોમો વચ્ચે પ્રેમની સુવાસ પ્રસરાવી રહ્યા છે અને તે અત્રે નજરે ચઢે છે. અલ્પ સંખ્યાવાળા સમાજે બીજા સમાજ સાથે મિત્રતા રાખવી ઈષ્ટ છે. દેશમાં પ્રજાસત્તાક રાજ્ય છે. બધા સ્વતંત્ર ગણાય છે. બધાને રાષ્ટ્રપતિ કે મહાઅમાત્ય થવા અધિકાર છે, તે માટે શું કરવું જોઈએ? વેપારી કોમને હમેશાં રાજ્યની સાથે સહકારની જરૂર પડે ત્યારે સંગઠન હોવું જોઈએ. સરકાર ઉપર પ્રભાવ પાડવા સંગઠન તો જોઈએ જ કે જેથી આપણું વ્યાજબી વાત પણ ન સંભળાય તેવું ન બને. આજે છ કરોડ માણસો વ્યાપારીઓ છે. સીધી અથવા આડકતરી રીતે સંગઠનના અભાવે જે પ્રભાવ જોઈએ તે પાડી શકવાને અશક્ય બનેલ છે. સરદાર વલ્લભભાઈ વ્યાપારી વિભાગના પ્રશ્નો સમજતા હતા અને તેથી તેઓ નેતા હતા. આજે સાચી વાત પણ સંભળાતી નથી તેથી વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ અખત્યાર કરવી જોઈએ. માત્ર સરકારની ટીકા કરવાથી કંઈ સરસે નહિં. આપણે પણ વેપારી પદ્ધતિ સુધારવી પડશે. નફો કરવાનો હક્ક છે પણ ગેરરીતિ કરવાનો નહિં. વેપારીઓએ જનતાનો પ્રેમ છતવો પડશે. નફાખોરીથી દૂર રહેવું જોઈશે. દેશને, તેની પ્રજાને વેપારીઓ દરેકેદરેક રીતે ઉપયોગી થઈ પડે તે વિચારી પવિત્ર માર્ગે જવાનું રાખીશું તોજ પાર્લામેન્ટ કે અન્યત્ર પ્રભાવ પડશે. સામનો કરવા કરતાં પ્રભાવ પાડવા માટેના ઉપાયો શોધી લેવા જોઈએ. વ્યાપાર કેમ થાય અને મધ્યમવર્ગ માટે શું કરવું એ પ્રશ્નો ખૂબ વિચારો. રાજ્યની સદ્ધરતા માટે મધ્યમવર્ગ કરોડરજજુ સમાન છે. પશ્ચિમના બીજા દેશોમાં નાના નાના ઉદ્યોગોની સંયુક્ત રીતે શરૂઆત કરી જનતા આગળ વધી છે તેવી જ રીતે આપણું ભારતવર્ષમાં કરવું જોઈએ. ભારતવર્ષમાં અનેક શક્તિઓ અને સાધનો છુપાયેલા પડ્યાં છે તે શોધી કાઢવાં જોઈશે. કૉન્ફરન્સ આપણી મહાસંસ્થા છે તેમાં મતભેદ હોઈ શકે પણ મનભેદ ન હોવો જોઈએ. સુખી ભાઈઓએ બધાને સાથે રાખી ચાલવું અને મધ્યમવર્ગ માટે માન કેળવવાની ભાવના રાખવી પડશે. જૈન ધર્મના અપરિગ્રહ અને અનેકાન્તવાદના સિદ્ધાન્તો જગતને આદર્શ અને ગ્રાહ્ય બન્યા છે. આજે “જનમ જયતિ શાસનમ'ની સુંદર તક સાંપડી છે તે સમયે એકજ વ્રજ નીચે એકત્ર થઈ કોન્ફરન્સ દ્વારા અભ્યદયના માર્ગે સંચરવા તેઓશ્રીએ અપીલ કરી હતી. પ્રમુખ શ્રી મોહનલાલજી ચોરડીઆએ ભાષણ કરતાં કહ્યું કે જૈન સમાજની ઈમારત સંઘના ઉપર જ ટકી શકે. એકતા હશે તો ઉન્નતિ સમીપ છે. ભારતવર્ષે એકતા નહિ હોવાના કારણે ૧૫૦ વર્ષ સુધી ક્યા પ્રકારની સ્થિતિ સહન કરી? વેપારી વર્ગે નાના પાયા ઉપર ઉદ્યોગો શરૂ કરવા જોઈએ. અહિં મદ્રાસના જૈન સમાજે શરૂ કરેલા કાર્યોથી જે લાભ અત્યારે મળી રહેલ છે તેનાં કરતાં ત્રીજી પેઢીએ ખરા લાભો દેખાશે. અહિના સમાજ પાસે પૈસાની સાથે ઈજજતરૂપી મૂડી છે. રાજ્ય અને દેશની નીતિ સમપણે પિછાણી સંગઠિત થઈ શિક્ષણ પ્રચાર તરફ વળો. આજે મદ્રાસમાં ટેકનિકલ કોલેજની જરૂર છે. જૈન સમાજ તેની પહેલ
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy