________________
શ્રી જૈન શ્વેતા ઓ કોન્ફરન્સ
કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ
(કોન્ફરન્સ કાર્યાલય દ્વારા)
દક્ષિણમાં પ્રચારાર્થે પ્રવાસ
કોન્ફરન્સના પ્રચારાર્થે પ્રમુખ શ્રી મોહનલાલ લલુચંદ શાહના નેતૃત્વ હેઠળ શ્રી ફુલચંદ શામજી (ઉપપ્રમુખ); અગ્રગણ્ય કાર્યકર શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી અને શ્રી માણેકલાલ ડી. મોદી (એસિ. સેક્રેટરી) ના એક પ્રતિનિધિ મંડળે મદ્રાસ, કોઈમ્બર, કુમ્નર, ઊટી, કોચીન અને બેંગ્લોર તેર દિવસ સુધી પ્રવાસ કરી જે પ્રચાર કરેલ છે તેની ટુંક વિગત અન્યત્ર આપવામાં આવી છે.
આ પ્રવાસથી દક્ષિણમાં લોકજાગૃતિ અને કૉન્ફરન્સ પ્રત્યે સારી મમતા ઉત્પન્ન થઈ છે. કૉન્ફરન્સના કાર્યવાહકો પણ એ પ્રદેશના જનસમુદાયના નિકટ સંપર્કમાં આવતાં અનેક પ્રશ્નોની નિખાલસ દીલે વિચારણા કરવાનું શક્ય બન્યું. જૈન જનતા ખૂબ જાગૃત છે અને સમાજના એક એક પ્રશ્નો અંગે નૂતન વિચારશ્રેણીને તેઓ અપનાવી રહ્યા છે તે પણ જાણી શકાયું. કૉન્ફરન્સને પુષ્ટ બનાવવા માટે તેઓએ આ સંસ્થા પ્રત્યે જે અનહદ પ્રેમ દાખલ તે જુદા જુદા સ્થળે નોંધાયેલ સભ્યો દ્વારા સ્પષ્ટ તરી આવે તેમ છે.
આ પ્રવાસમાં મદ્રાસ, કોચીન અને બેંગ્લોરમાં શ્રી લાલચંદજી દ્રાએ ઉત્સાહપૂર્વક જે સહકાર આપેલ છે તે અવર્ણનીય છે. કૉન્ફરન્સ પ્રત્યે તેઓ અપૂર્વ પ્રેમ ધરાવે છે અને માતૃસંસ્થાની પ્રવૃત્તિ સર્વદિશાએ કેમ પ્રસરે તે જોવાની તેમની ભાવના છે. મદ્રાસમાં પ્રથમથી જ પૂર્વભૂમિકારૂપે સર્વ ગોઠવણ કરી પાંચ દિવસ સુધી પ્રતિનિધિમંડળના કાર્યને સફળ બનાવવામાં તેમનો મહાન અને યશસ્વી ફાળો છે. તેમની સાથે શ્રી મેલાપચંદજી ઠ્ઠા, શ્રી મોહનચંદજી ઠ્ઠા, શ્રી ચીમનલાલ રિખવચંદજી કોઠારી, શ્રી મોહનલાલજી ડી. ટોલીઆ, શ્રી નેમીચંદજી
ઝાબક, શ્રી મોહનલાલજી બી. પંડ્યા, શ્રી જીવણચંદ સમદડીઆ, શ્રી કેશરીમલજી સંઘવી, શ્રી માણેકચંદજી બેતાલા, શ્રી હિંમતલાલ શેઠ અને બીજા અનેક સેવાભાવી બંધુઓએ મદ્રાસમાં જે સહકાર આપેલ છે તે અભિનંદન પાત્ર છે.
કુન્નુરમાં રાયબહાદુર શ્રી બાલચંદજી બછાવત અને શ્રી અનોપચંદજી ઝાબડ, કોચીનમાં શ્રી આણંદજી માલશીભાઈ શ્રી મેઘજીભાઈ માલશીભાઈ, શ્રી અમૃતલાલભાઈ લાલન; બેંગલોરમાં શ્રી મોહનચંદજી ઠઠ્ઠા, શ્રી કાંતિલાલ હરિચંદ શાહ, શ્રી સુરજમલજી મેઘરાજજી, શ્રી રવિલાલભાઈ શાહ, શ્રી દેવીચંદજી મિશરીમલજી, શ્રી થાનપલજી, શ્રી મઘરાજજી, વગેરેએ પણ કૉન્ફરન્સના કાર્યને પુષ્ટ બનાવવા કિંમતી સેવાઓ આપી છે તે ખાસ ઉલ્લેખનીય છે.
મદ્રાસમાં ૧૩૨; કુમ્બુરમાં ૪; કોચીનમાં ૧૩ અને બેંગ્લોરમાં ૨૫ મળી કુલ ૧૭૪ નવા સભ્યો (પેન અને આજીવન સભ્ય) નોંધાયા છે જેની રકમ લગભગ રૂા. છવ્વીસ હજાર થાય છે.
શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ આ પ્રવાસમાં જોડાઈ સંસ્થાના કાર્યને જે પ્રોત્સાહન અને સહકાર આપેલ છે તે સ્તુત્ય છે. છાત્રાલયો અને છાત્રવૃતિ”
બધાં છાત્રાલયો અને છાત્રવૃતિ આપતી સંસ્થાઓ અંગે માહિતી રજૂ કરતું આ પુસ્તક ચાલુ માસમાં પ્રગટ થઈ જશે. અમદાવાદમાં થતા આ પુસ્તકના મુદ્રણકાર્યમાં અણધાર્યો વિલંબ થતાં આ પુસ્તક સમયસર જાહેરમાં મૂકવાનું અશક્ય બનેલ છે. પુસ્તકની કિંમત ૫૦ નવા પૈસા (પોસ્ટેજ અલગ) રાખવામાં આવેલ છે.
જૈન યુગ”ના ગ્રાહક બંધુઓને
નવેમ્બર, ૧૯૫૮ થી “જૈન યુગ”ના દ્વિતીય વર્ષની શરૂઆત થએલ છે. જે ગ્રાહક બંધુઓએ બીજા વર્ષને લવાજમના બે રૂપીઆ હજુ સુધી ન મોકલ્યા હોય તેમને તુરત મોકલી આપવા ખાસ વિનંતી છે.
મમમમ
મમમમમમમમમ