________________
સ મા
ચા ૨
સં ક લ ન
મદ્રાસ
મદ્રાસના જૈન સમાજ તરફથી શિક્ષણ, આરોગ્ય અને અહિંસા પ્રચારાદિની પ્રવૃત્તિઓ માટે પ્રતિવર્ષે લગભગ નવ લાખ રૂપિયા ખર્ચાય છે.
કોમી ઝનૂન વિશે શ્રી નહેરૂ
મધ્યપ્રદેશમાં તાજેતરમાં થયેલા કોમી તોફાનો અંગે શ્રી નહેરૂએ દુઃખ અને ખેદ વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જબલપુરમાં કેટલાક હિંદુઓ તેમના કોમી ઝનૂનની લાગણીથી પ્રેરાઈ જૈન મૂર્તિઓ તોડી નાંખે એ તો ભારે આશ્ચર્યજનક કહેવાય. આ તો જંગલીપણાની હદ કહેવાય. મક્કમ હાથે આ જંગલીપણાને દાબી દેવાની જરૂર છે.
અસામયિક નિધન
૫. મહેન્દ્રકુમાર જૈન, એમ. એ., પીએચ.ડી. ન બનારસમાં ૪૭ વર્ષની વયે તા. ૨૦-૫-૧૯૫૯ના રોજ થયેલ સ્વર્ગવાસથી જૈન સમાજને એક પ્રખર વિદ્વાનની ખોટ પડી છે. જૈન પ્રાર્થના સંકલન
જૈન સમાજના સર્વ સંપ્રદાયોની પ્રચલિત સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અથવા અન્ય ભારતીય ભાષાઓની પ્રાર્થનાઓ સંકલન કરી પ્રસિદ્ધ કરવાનું ભારતીય જ્ઞાનપીઠ (અલીપૂરપાર્ક પેલેસ, કલકત્તા) એ નિર્ણય કરેલ છે. સર્વ સંપ્રદાયોને તે પ્રકારની સાધન સામગ્રી પાઠવવા તેઓ સૂચવે છે.
ભોંયણી તીર્થ યાત્રાળુ વેરો
ભોંયણીમાં શ્રી મલ્લિનાથ પ્રભુ જિનાલય છે. તીર્થસ્થળ હોવાના કારણે હજારો જૈનો પ્રતિવર્ષ યાત્રાર્થે ત્યાં જાય છે. તાજેતરમાં ત્યાંની ગ્રામપંચાયતે કાર્તક, મહા અને ચિત્રના મેળાના દિવસોએ યાત્રાઓ ઉપર ૩ થી ૧૨ વર્ષ સુધીની ઉમરના બાળકો માટે ૧૨ નવા પૈસા તથા બાર વર્ષની ઉપરના માટે ૨૫ નયા પૈસા કર નાંખવાની તા. ૯-૬-૧૯૫૯ના રોજ જે જાહેરાત કરી છે તેથી સમગ્ર જૈન સમાજમાં વિરોધની લાગણી પ્રકટ થઈ છે.
બેંગ્લોરમાં યુવક સંમેલન
બેંગલોરમાં મારવાડી યુવક સંમેલનની બેઠક શ્રી મોહનચંદજી ઠઠ્ઠાના પ્રમુખપદે તાજેતરમાં મળી હતી, જેમાં સમાજોત્થાનની વિશાળ દૃષ્ટિથી વિચારણા થઈ હતી.
અભિનંદન | મુંબઈ યુનિવર્સિટીની બૅચલર ઓફ ઍજીનિયરિંગની પરીક્ષામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થએલ છે. શ્રી. રમેશચંદ્ર પ્રેમચંદ શાહ ઇલેકટ્રીકલ વિભાગમાં અને શ્રી દીનેશ સૂરજમલ શાહ મીકેનિકલ વિભાગમાં પ્રથમ આવેલ છે. બન્ને વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી આ પ્રવિણ્ય માટે પારિતોષિક મળેલ છે.
કોઈબમાં જૈન પાઠશાળા
આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી કોઈમાં જૈન પાઠશાળા શરુ કરવામાં આવી છે અને તે માટે પ્રતિવર્ષે રૂા. પાંચ હજારના ખર્ચની યોજના થઈ છે.
જ
શ્વેતામ્બર મૂર્તિપૂજક વિભાગને સ્પર્શતા સમાચાર તા. ૨૦મી સુધીમાં દર મહિને નીચે જણાવેલ સરનામે મોકલવા નિમંત્રણ છે. આ સમાચાર ટૂંકા અને મુદ્દાસરના સ્પષ્ટ હસ્તાક્ષરમાં શાહીથી લખેલા હોવા જોઈએ. સમાચાર મોકલનારે પોતાનું પૂરું નામ, સરનામું જણાવવું જરૂરી છે.
તંત્રીઓ, “જેનયુગ” C/o શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ગોડીજી બિડાંગ; ૨૦, પાયધુની, મુંબઈ ૨