________________
જેન યુગ
જુલાઈ ૧૯૫૯
પણ મનમાં ભાવના હોવી એક વાત છે. અને એ ભાવનાને અનુરૂપ અમલી કાર્ય કરી બતાવવું એ બીજી વાત છે. અલબત્ત, કશું જ ન હોય એના કરતાં ભાવના કે લાગણી હોય એ બહુ સારું છે; એટલું પણ બીજ હશે તો અનુકૂળતા આવતાં એમાંથી અંકુર ઊગશે અને એ રીતે કામ આગળ વધશે એટલે ભાવનાનું પણ અમુક અંશે મહત્ત્વ તો છે જ.
જયારે એક બાજુ જાહેરસેવાની સંસ્થાના પ્રચારકાર્યમાં આવી શિથિલતા આવતી જાય છે, અને ભાવનાશીલ કાર્યકરો પણ એ માટે જોઈ તો પૂરતો ભોગ નથી આપી શકતા ત્યારે બીજી બાજુ પરિસ્થિતિ એવી વિચિત્ર અને વિલક્ષણ સજાતી આવે છે કે કોન્ફરન્સ જેવી સમાજસેવાના કાર્યને વરેલી સંસ્થાની સેવાની વધારેમાં વધારે જરૂર છે; એવી સંસ્થાને ખૂબ ખૂબ પ્રાણવાન અને શક્તિશાળી બનાવવાની જરૂર છે; એવી સંસ્થાઓના કાર્યના પ્રચારને વેગવાન બનાવવાની જરૂર છે.
તો પછી સવાલ થાય છે કે જે આવી ભાવના જીવતી હોય તો એનો અમલ કેમ થતો નથી? આનો જવાબ બહુ સ્પષ્ટ છે, અને તે અત્યારના વાતાવરણમાંથી જ મળી રહે છે.
અત્યારે મોટી-નાની બધી વ્યક્તિઓને પોતાની અંગત અને બીજી ઉપાધિઓ એટલી બધી વળગેલી છે કે એમાંથી એનાથી ઊંચા જ અવાતું નથી; અને એનાં લગભગ સમગ્ર શકિત અને સમય એ ઉપાધિઓની વિચારણામાં કે એના નિવારણમાં જ ખાઈ જાય છે. પરિણામે એ પોતાની ખૂબ ખૂબ ઈચ્છા અને ભાવના હોવા છતાં સમાજસેવાના જાહેર કાર્યમાં ભાગ લઈ શકતા નથી. દેશનું અને દુનિયાનું રાજદ્વારી વાતાવરણ પણ એવું અતિગતિશીલ બની ગયું છે કે રોજના રોજ કંઈક ને કંઈક પણ એવું બન્યા વગર નથી રહેતું કે જેની ઉપેક્ષા કરી શકાય. નવા નવા કાયદાઓ પણ કંઈ કેટલા બનવા લાગ્યા છે, અને તે પણ કોઈ ગુનેગારોને માટે નહીં પણ વેપાર, ઉદ્યોગ, નોકરી અને કેળવણીને લઈને, કે એનાથી પણ માણસનું મન મોકળું બની શકતું નથી. આવાં અનેક કારણોસર માણસનું જાહેરજીવન જાણે જોખમાઈ ગયું છે.
આમ જાણે ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આ સ્થિતિનો ઉકેલ કેવી રીતે લાવવો? અને કોન્ફરન્સ જેવી સંસ્થાના પ્રચારકાર્યને સારી રીતે આગળ કેમ વધારવું ?
આનો જવાબ શોધવા જરા આપણે બીજી રીતે વિચારણા કરવી પડશે.
આ કોયડાનો ઉકેલ લોકશાહી રાજ્યતંત્ર સફળ કેવી રીતે થઈ શકે, એના અભ્યાસમાંથી મળી શકે એમ છે.
લોકશાહી રાજ્યતંત્ર એટલે લોકોની ઈચ્છા મુજબ અને લોકોની શક્તિથી ચાલતું રાજ્યતંત્ર. આખા રાજયનું બધા લોકો ભેગા થઈને સંચાલન કરે એ વાત વ્યવહારુ નથી, એટલે એમાં પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટવાની પ્રથા દાખલ થઈ અને પ્રજાના એ પ્રતિનિધિઓ, પ્રજાને નામે, પ્રજાને માટે, કેવળ નિવાર્થવૃત્તિ અને સેવાપરાયણતાથી રાજ્યનું સંચાલન કરે. અને એ પ્રતિનિધિઓ ત્યારે જ સાચા લેખાય જ્યારે એ પોતાને મળેલા અધિકારને સત્તારૂપે નહીં પણ જવાબદારી રૂપે જ પિછાને અને પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટ્યા પછી જે રાજ્યતંત્ર પ્રત્યે ઉદાસીન, ઉપેક્ષાવૃત્તિવાળી કે આળસુ બની જાય તો સરવાળે રાજાશાહી અને લોકશાહી વચ્ચે અંતર ન રહે, અને પોતે નક્કી કરેલા પ્રતિનિવિઓ છેવટે ધાર્યું કામ ન કરી શકે. એટલે જેને માટે રાજ્યતંત્ર ચલાવવાનું હોય છે એ પ્રજાએ સતત જાગ્રત અને કર્તવ્યપરાયણ રહેવું એ જ લોકશાહીને સફળ બનાવવાનો એકમાત્ર માર્ગ છે.
જે વાત લોકશાહીની સફળતા માટે સાચી છે એ જ
ત્યારે વળી બીજી બાજુ કંઈક એવો પણ આભાસ થાય છે કે જાણે દેશનું જાહેરજીવન આગળ વધી રહ્યું છે. આ વાત અમુક અંશે સાચી છે, છતાં જે જાતની સમાજસેવા અને લોકસેવાની અત્યારે જરૂર છે, એ દિશાનું જાહેરજીવન તો લગભગ બંધ જેવું થતું લાગે છે. અને જાહેર જીવનમાં અત્યારે જે જુવાળ દેખાય છે તે તો કેવળ રાજદ્વારી તખ્તા ઉપરનું નાટક માત્ર જ છે; અને એ એવું તો વેગ પકડતું જાય છે કે એ જ બીજા પ્રકારના જાહેરજીવનને વેરવિખેર બનાવી દે છે, અથવા સુંધી નાખે છે.