________________
જૈન યુગ
દીક્ષા લેવા અને ધર્માંતર કરી મહાત્મા ઈસુને શરણે જવા સમજાવતા, ( આ ધર્મના આવા પ્રચારકો તો આજે પણ કંઈ સાવ બંધ થઈ ગયા નથી; એમનું એ ધર્માંતરનું કાર્ય થોડે ઝાઝે અંશે અત્યારે પણ પ્રચ્છન્ન રૂપે ચાલી જ રહ્યું છે.)
શ્મી∞ બાજુ બાર્યસમાજના પ્રચારકો પણ એટલી જ ઉત્કટતા, નિશા અને ખઅહપૂર્વક હિંદુધર્મનો ઉદ્ધાર કરવા દેશના ખૂણેખૂણામાં સેંકડોની સંખ્યામાં ફરતા હતા; અને મહિષ યાનંદનો ધર્મસુધારણાનો સંદેશો વેગપૂર્વક ફેલાવતા હતા. જોતજોતામાં આર્યસમાજનો આખા દેશમાં વિસ્તાર થયો અને એના અનુયાયીઓ લાખોની સંખ્યામાં બની ગયા, એમાં એના સંસ્થાપક મહર્ષિના તો સમગ્ર પ્રાણ જ રેડાયા હતા; પણ એ ઉપરાંત એના કાર્યકરો અને પંડિતોનો પણ ખૂબ નોંધપાત્ર ફાળો હતો. અને એના પગારદાર હું બિનપગારદાર પ્રચારકો અને ઉપદેશકોનો પણ એમાં કંઈ નાનોનો ફાળો ન હતો.
પગારદાર (૬ બિનપગારદાર) પ્રચારકો અને ઉપદેશકો રાખીને પોતાના ધર્મ, પંથ કે મતનો ફેલાવો કરવાના આ પ્રયોગની અસર દેશના નિર ધર્મો અને વર્ગ ઉપર પણ ખૂન્ન થઈ એમ કહેવું જોઈએ. પ્રાર્થનાસમાજ, બ્રાહ્મોસમાજ, પિોંઠી વગેરે ાચીન ધર્મસમાજોએ પણ થોડે ઘણે અંશે મત પ્રચારના આ માર્ગનું અનુસરણ કર્યું હતું.
પછી તો પ્રચારકાર્યના આ પ્રકારને લોકોએ એટલી ર્ટ અપનાવી લીધો કે સંસાર ધારાન, સમાજસુધારણાનું કે સમાજસેવાનું કામ કરતી આપણી જાહેર સંસ્થાઓનું આવા પ્રચારકો અને ઉપદેશકો એક અંગ જ બની ગયા. અને આવી કોઈ પણ સંસ્થાના પ્રચારક કે ઉપદેશક હોવું એ લાઘવયે નહીં પણ ગૌરષભર્યું લેખાતું; અને એવા માણસોને જનતા પણ આદર અને બહુમાનની નજરે ખેતી; એમનું સન્માન પણ કરતી.
પ્રચારકો ઉપદેશકો રાખવાની આવી વ્યાપક "સરથી આપણી કૉન્ફરન્સ પણ કેમ કરી અલિપ્ત રહી શકે? એની સ્થાપના પછીના ત્રણ-ચાર દાયકા સુધી તો એણે પણ આ માર્ગનું કંઈક ને કંઈક અનુસરણ કર્યું; અને એ રીતે પોતાના કાર્ય અને સંદેશનો જૈન સમાજમાં પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો.
જુલાઈ ૧૯૫૯
પણ એમ લાગે છે કે, દેશમાં ગાંધીજીની અસર જેમ જેમ વ્યાપક બનતી ગઈ, અને ગાંધીયુગની વિરિષ્ટ ઢવા દેશનાં મેર ફેલાતી ગઈ તેમ તેમ આ કાર્યમાં ઓટ આવતી ગઈ અને વરે જે વાતનું આપણે પોતે આચરણ ન કરતા હોઈ એ એનો ઉપય ખીજાને ક્રમ આપી શકાય ? ' એવી આપનિરીક્ષણની મનોવૃત્તિ જનતામાં ફેલાતી ગઈ. ખીજી બાજુ જાણે આવી મનોવૃત્તિનો જ પડઘો હોય એમ સામાન્ય જનસમૂહ પણ એમ વિચારતો અને માનતો થઈ ગયો કુ ‘ જે વ્યક્તિ વર્ષે આચરણું ન કરે અને કેવળ બીજાને ઉપદેશ કરવા આવે એવા ઉપદેશક કે પ્રચારકની ‘ પોથીમાંનાં રીંગણાં ’જેવી શિખામણુ સાંભળવાથી પણ ાં લાભ?
આમ પૈસા ખરચીને પ્રચારકો રાખવાની પ્રથા ઓછી થતી ગઈ અને વાર તો લગભગ એ નામશેષ જ બની ગઈ છે.
ચ્યા જ વાતનો જરા બીછ ( આર્થિક ) રીતે વિચાર કરીએ તોપણ એમ લાગે છે કે જે થયું છે તે સારું થયું છે. અત્યારે પગાર, ભાડાં, ભથ્થાં વગેરેનું ખર્ચ એટલું વધી ગયું છે, અને એ ખર્ચના પ્રમાણમાં સમાજસેવાની કાર્યને વરેલી જાહેરસેવાની મોટા ભાગની સંસ્થાઓની આવક એવી ઓછી થઈ ગઈ છે કે, હવે આવા પગારદાર પ્રચારકો રાખવાનું. આવી સંસ્થાને ભાગ્યે જ પાવે. અને કોઈ સંસ્થા આવું મોટું ખર્ચ ઉઠાવે તોપણ જનતા હું સમાજ એનો લાભ કેટલો ઉડાવે અથવા એને એથી લાભ કેટલો થાય, એ તો વળી ખીજી વાત થઈ.
એટલે, અત્યારના સમયમાં કૉન્ફરન્સ આવા પ્રચારકોને રોકીને એમની મારફત પોતાના કાર્યનો પ્રચાર ન કરતી હોય તો એમાં એનો લેશ પણ દોષ કાઢી ન શકાય. હવે આવા પ્રચારની દિશા જ સાવ બંધ થઈ ગઈ સમજવી.
તો પછી કૉન્ફરન્સના પ્રચારકાર્યનો ભાર એના આગેવાનો, કાર્યકરો અને ચાહકો ઉપર આવી પડે છે. પણ આ રીતે કૉન્ફરન્સના કાર્યનો પ્રચાર થાય, એવી ઝાઝી શક્યતા ત્યારની પરિસ્થિતિમાં નથી દેખાતી. સમાજક યાણવાંછુ મોટા કે નાના દરેક આગેવાનને કાર્યકરને મનમાં તો એમ રહે જ ક કૉન્ફરન્સના કાર્યનો ચાર કેમ થાય, ભેંમાં વેગ ક્રમ આવે. અને એ વિરોધ શક્તિશાળી કેવી રીતે બને ?