________________
जैन युग
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ : જનું ૨૦, નવું ૨
વીરાત સં. ૨૪૮૬, વિકમાર્ક ૨૦૧૫ ૬ તા. ૧ જુલાઈ ૧૯૫૯ ૬ અંક ૯
खेयन्नमे से कुसले महेसी
अणंतनाणी च अणंतदंसी जसंसिणो चक्खुपहे ठियस्स
जाणामि धम्मं च घिइं च पेहि ॥ નિપુણ, કુશળ અને મહર્ષિ એવા મહાવીર અનંતજ્ઞાની અને અનંતદર્શની છે. આપણી સામે રહેલા એ યશરવી મહાવીરના ધર્મ અને ધેર્યને જાણો અને વિચારો.
-સૂયગડાંગસૂત્ર
ક ન્યુ રન્સ નું પ્ર ચા ૨ કાર્ચ
ફરન્સ તરફથી જોઈએ તેટલા પ્રમાણમાં
પ્રચારકાર્ય કરવામાં આવતું નથી, એવી વાત કોઈ કોઈ વાર સાંભળવામાં આવે છે; એટલે અહીં એ સબંધી થોડોક વિચાર કરવો ઉચિત લાગે છે.
એક સમય એવો હતો કે જયારે કૅન્ફરન્સના પગાર- દાર ઉપદેશકો કે પ્રચારકો દેશમાં જુદે જુદે ઠેકાણે ફરીને કૉન્ફરન્સના ઉદ્દેશો સમજાવતાં હતા, કોન્ફરન્સના કાર્યનો પ્રચાર કરતા હતા અને સમાજસુધારાની વાતો પ્રત્યે સમાજનું ધ્યાન દોરતા હતા; ઉપરાંત, કન્ફરન્સના ચાહ નારાઓ અને સમાજસુધારાને માનનારાઓ તેમજ સમાજને પ્રગતિશીલ બનાવવાની મનોકામના સેવનારાઓ નો પણ એક સારો એવો વર્ગ હતો કે જે એક યા બીજે રૂપે કૅન્ફરન્સના કાર્ય અને સંદેશાનો પ્રચાર કરવા પ્રયત્ન કરતો હતો, અને એમાં પોતાના સમય અને શક્તિનો ભોગ આપવામાં આનંદ માનતો હતો, એટલું જ નહીં, એમ કરવું એ પોતાની ફરજ પણ લેખતો હતો. '
આપણે કબૂલ કરવું જોઈએ કે અત્યારે સ્થિતિ બહુ બદલાઈ ગઈ છે; અને આ દષ્ટિએ, અને આ રીતે,
કૉન્ફરન્સના કાર્યનો પ્રચાર નથી થઈ શકતો અથવા બહુ ઓછો થાય છે.
આમ થવાનું કારણ શું?
પહેલી વાત તો એ છે કે પગારદાર પ્રચારકો કે ઉપદેશકોનો યુગ જ જાણે આથમી ગયો છે. હવે એક બાજુ જેમ જનસમૂહને એવા ઉપદેશો સાંભળવા ગમતા નથી, તેમ બીજી બાજુ બુદ્ધિશાળી અને સ્વમાનશીલ માણસોને પણ પગાર લઈને ઉપદેશક તરીકે ઠેરઠેર ફરવું અને લોકોને ઉપદેશ આપ્યા કરવો, એ ધંધો રુચતો નથીઃ કેટલાકને તો એમ કરવામાં પરોવરો giveત્યે પોતે કંઈ કરવું નહી અને લોકોને શિખામણ આપ્યા કરવી-એવું પણ લાગે છે, અને એમાં શરમ પણ ઉપજે છે.
પચીસ ત્રીસ વર્ષ પહેલાં એક સમય એવો હતો કે જ્યારે દેશમાં ઠેર ઠેર દેશના દૂરદૂરના ખૂણા સુધી ખ્રિસ્તી ધર્મના પગારદાર પ્રચારકો પહોંચી જતા, અને ભારે જેહાદ, નિષ્ઠા અને પ્રામાણિકતાપૂર્વક પોતાના ધર્મનો પ્રચાર કરતા, અને અભણ, ગરીબ અને દુઃખી સામાન્ય જનસમૂહ પાસે પહોંચી જઈને એમને ખ્રિસ્તી ધર્મની