________________
જેન યુગ
જૂન ૧૯૫૯
રાણી મૃગાવતીએ પણ ઊભા થઈ પર્વદાને સંબોધતાં જણાવ્યું કે “માતા-પિતાની અનુમતિ લઈ પ્રવ્રયા લેવાની પરિપાટી છે પણ મારાં માતાપિતા હયાત ન હોઈ ભારા સાધર્મ બંધુ મહારાજા ચંપ્રદ્યોત એ મારું પિતૃત્વ સ્વીકારી અને અનુમતિ આપે તો હું પણ પ્રવ્રયા લેવા તૈયાર છું. અને પછી રાજા ચંડ પાસે જઈ એમને વંદન કરી પોતે જણાવ્યું કે “પિતાજી! તમારી આ પુત્રીને ભગવાન પાસે પ્રવજ્યા લેવાની અનુમતિ આપો.'
મગાવતીને એક બાજુ મોદષ્ટિ અને બીજી બાજુ વૈરવૃત્તિથી જોનારા મહારાજા ચંડ પર અપત્યભાવના આ શબ્દોએ કામણ કર્યું. એનામાં રહેલો પુત્રી પ્રેમ ઉપર આવ્યો. સાથે પ્રભુના સાંનિધ્યને કારણે એ એક પ્રભાવ તળે પણ હતો, જેથી તેણે રાણી મૃગાવતીને “બેટી” કહી સંબોધી અને ભગવાન પાસે પ્રજ્યા લેવાની અનુમતિ પણ આપી દીધી. મહાપરાક્રમી અને ગર્વિષ્ટ હોવા છતાં પ્રેમમાં નિષ્ફળ અને વિજયમાં નિરાશ થયેલા મહારાજાએ પણ મૃગાવતી પર આ રીતે વિજય મેળવ્યાનો સંતોષ ગર્વ અનુભવ્યો. કારણકે માનસ શાસ્ત્રીય નિયમાનુસાર મોહ પરાજિત વૃત્તિઓ છેવટે પ્રેમ સંપાદન કર્યાનો જ્ય મેળવ્યો હતો તેમ જ વૈરવૃત્તિઓ પણ એનું વંદન ઝીલ્યાનો વિજય અનુભવ્યો હતો.
એ અનુમતિનો સ્વીકાર કરી રાણીએ પ્રભુને શરણે જતાં ચંડને વિનંતી કરી કે “હે પિતાજી! જેટલા સ્નેહથી તમે મને અનુમતિ આપી છે તેટલા જ સ્નેહથી તમારી પુત્રીના પુત્રની હવે તમારા પૌત્ર બનેલ ઉદયનની અને કૌશાંબીની રક્ષા કરવાની પણ જવાબદારી તમને સૌપતી જાઉ છું. મને આશા છે કે એનો સ્વીકાર કરી તમે મને મારા સંયમધર્મમાં નિશ્ચિત બનાવશો.”
આમ રાણી મૃગાવતીને મેળવવા આવેલા રાજા ચડે પોતાને હાથે જ મૃગાવતીને ભગવાનને શરણે સોંપી દીધી. બદલામાં ઉદયન અને કૌશાંબીના રક્ષણની જવાબદારી પણ સાથે લેવી પડી. પણ પ્રેમના સર્જાયેલા
વાતાવરણમાં એ મહાન જવાબદારી પણ સૌરભ ભર્યો પુષ્પ સમી બની ગઈ, જેથી એ વીરપુરુષે એ જવાબદારી પૂર્ણપણે અદા કરી બતાવી હતી.
આ નિર્ભયતાના–પ્રેમના અભિનવ પ્રયોગે એ કાળમાં જે અદ્ભુત ચમત્કાર સર્યો હતો અનાજ પરિણામે નિરાધાર ઉદયન પાછળથી વત્સરાજ ઉદયન તરીકે ભારતીય ઇતિહાસમાં મશહૂર બની શક્યો છે, નહિ તો ચંડના હાથે કૌશાંબી સાથે એ પણ કાળનો કોળિયો બની જાત. ધન્ય છે રાણી મૃગાવતીને કે જે અહિંસા-પ્રેમના વીરત્વર્યા અભિનવ પ્રયોગ દ્વારા ઉદયન અને કૌશાંબીનું તો રક્ષણ કરતી ગઈ સાથો સાથ ભિક્ષુણી બની પોતાનું પણ આત્મકલ્યાણ સાધતી ગઈ મહારાણી મૃગાવતી એટલે વીરત્વની મૂર્તિ. સંયમ હો કે સાધના, વ્યવહાર હો કે ધર્મ, રણક્ષેત્ર હો કે રાણીવાસએના સમગ્ર જીવનમાં—એના એકેએક કાર્યમાં વીરત્વ જ નીતરતું જણાય છે.
એ વીરત્વને કારણેજ પતિના મૃત્યુ સમયે નથી એ કે આંસુ પાડતી કે નથી કૌશાંબી પર આક્રમણ થવા છતાંએ ગભરાતી. જેટલા શૌર્યથી એ શસ્ત્ર ધારણ કરી શત્રને પરાજિત કરે છે, એટલાજ શૌર્યથી શસ્ત્ર સંન્યાસ કરવા છતાં પણ શત્રુને ગભરાવી મૂકે છે. પોતાની જ ભાણેજ અને જેને એણે સાચવેલી એ ચંદનબાલા પાસે દીક્ષા લેવામાં કે એની આજ્ઞામાં રહેવામાં પણ અચકાતી નથી. એજ વીરત્વને કારણે ચંદનબાલાએ આપેલા ઠપકાથી ઘવાયેલી સ્વમાનવૃત્તિ પર પણ એ વિજય મેળવી લે છે. એટલું જ નહીં સકલ ભિક્ષુણી સંધમાં પ્રથમ કેવલ્યપદ પ્રાપ્ત કરવાનો પણ એજ વિજય– વિક્રમ નોંધાવે છે. સકલ ભિક્ષુણી સંઘની અધિષ્ઠાત્રી એવી પોતાની ગુરુણી ચંદનબાલા એના નિમિત્તેજ એની પછી એ કેવલ્યપદને વરી હતી. આવું હતું એ વીર રાણીનું ધર્મવીરત્વ, જેનું નામ આજે પણ હરેક જૈન કુળમાં સવાર સાંજ આદરપૂર્વક ગવાય છે. કોટિશઃ વંદન હો એ ધર્મ–શૌર્ય મૂર્તિ મૃગાવતીને.