________________
જૈન યુગ
૨૬
જુન ૧૯૫૯
યુદ્ધ અર્થાત માનવતા પરના એ અત્યાચારને નામે વરમાળા લઈ ઊભેલી અપ્સરાની સ્વર્ગના દિવ્ય ભોગ પ્રાપ્ત થવાની તેમજ અક્ષયકીર્તિ કે કુળપ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની લાલચને આશા આપી જેમને અંગત કશો જ સ્વાર્થ કે રસ નથી એવા લોકોને આપણે ઉશ્કેરી મૂકીએ છીએ.” •
“પણ એ યુદ્ધના કારણોમાં કોઈ ઊતરતું નથી. યુદ્ધના કારણોમાં જોઈશું તો અન્યાય, અત્યાચાર, આર્થિક અસમાનતા, પરિગ્રહ બુદ્ધિ, સત્તાની સાઠમારી અને વિલાસ સુખની લાલસા જ મુખ્યત્વે જણાશે. દેહના સૌંદર્યની રક્ષા અને પ્રીતિ પણ એમાં ભાગ ભજવે છે.”
જ્યાં આવા દોષો મૂળમાં પડેલા છે ત્યાં વેરઝેર, ઇષ, કાવાદાવા અને ખટપટને પોષણ મળે અને એની તીવ્રતા વધે, એનું તીવ્રરૂપ માનવતાની હિંસારૂપે પ્રગટી આવે એ કોઈ આશ્ચર્યકારી વાત નથી.”
સુખ શાંતિનો માર્ગ યુદ્ધમાં નથી પણ પ્રેમમાં છે. અને એ પ્રેમસમાનતા, ત્યાગ અને ભોગેચ્છા રહિત સાદાઈ વિના ક્યાંથી પ્રાપ્ત થાય? વિશ્વના દુઃખે દુ:ખી થયેલા મહાક@ાળ સંતો પરાપૂર્વથી આજ માર્ગ પ્રબોધતા આવ્યા છે અને એ સિવાય સુખનો બીજો માર્ગ પણ નથી.”
ભગવાનનો ઉપદેશ સાંભળી મૃગાવતીનાં જ્ઞાનચક્ષુ ઊઘડી ગયાં. માનવ કેવા ઊંધા માર્ગે દોડી રહ્યો છે એનું એને ભાન થયું ને એને જાત પર વૈરાગ્ય આવ્યો. અને એથી એની ત્યાગ ભાવના પ્રદીપ્ત થઈ. પણ આદરેલું પૂરું કર્યા વિના છૂટકો ન હોતો; એટલે હવે એમાંથી
વાનો કોઈ માર્ગ છે કે કેમ અને છે તો તે કયો, તે જણાવવા ભગવાનને મૃગાવતીએ વિનંતી કરી. ભગવાને કહ્યું: “હિંસાને ભયંકર હિંસા નિર્મળ કરી શકે છે; યુદ્ધને જોરદાર પ્રત્યાક્રમણ કચડી નાખે છે.”
પણ એથી માણસ જે રીતે નીચે ઊતરી જાય છે એથી એ અશાંતિ, અજંપો અને માનસિક વ્યથા જ ભોગવ્યા કરે છે. એથી હિંસાને નિર્મળ કરવાનો ખરો ઉપાય પ્રતિહિંસામાં નથી પણ અહિંસામાં છે. હિંસાને અહિંસાથી, વૈરને પ્રેમથી, ભોગને ત્યાગથી, સત્તાને સેવાથી, આસક્તિને વૈરાગ્યથી અને ભયને નિર્ભયતાથી જીતી શકાય છે. સાચી છતનો એક માત્ર આજ માર્ગ છે. આમ છતાં કદાચ તું સત્તા વૈભવને છોડી શકતી ન હો, સૌંદર્યનું બલિદાન આપી શકતી ન હો, તોપણ તારે
એનામાં રહેલા વિષને તો દૂર કરવું જ રહ્યું, તો જ તું એ બધી આપત્તિઓને તરી જવાનું બળ મેળવી શકીશ.”
એ વિષ દૂર કરવાનો માર્ગ એ છે કે બાહ્યસત્તા વૈભવ હોવા છતાં એની પાછળ જે અભિમાન, સત્તાશોખ અને આસક્તિ રહેલાં હોય છે, એને સ્થળે નિરભિમાનતા, સરલતા, નમ્રતા, સેવા અને ત્યાગ–વૈરાગ્યમય બુદ્ધિ જેવા ગુણો પેદા થવા જોઈએ. એ ગુણ પદા થતાંજ વિરોધનું કારણ દૂર થવાથી વિરોધીનું મોટું બળ તૂટી જાય છે અને પછી તો નિર્ભયતા, જે અહિંસા અને પ્રેમનું જ એક રૂપ છે, એથી ભયને જીતી શકાય છે.”
જે નિર્ભય છે, વીર છે, જેનામાં અતૂટ આત્મવિશ્વાસ છે, એને વિરાટ ભેતિક શક્તિવાળો માણસ, જે મૂળે તો ભયભીત માણસ છે, એ જીતી શકતો નથી. એના પર આક્રમણ કરવાની એ હિંમત જ કરી શકતો નથી. જોકે સંસારનો ત્યાગ કરી ચાલી નીકળવું એ પ્રથમ માર્ગ કઠણ હોવા છતાં સરળ છે; જ્યારે આત્મવિશ્વાસના બળે શસ્ત્રોનો ત્યાગ કરી નિર્ભય બની રહેવું એ આ બીજો માર્ગ સરલ લાગવા છતાં કઠિનતર છે. પણ જે વીર આત્મવિશ્વાસના બળે નિર્ભય બની દુમનની સામે ઊભો રહે છે, એજ છેવટે સાચો વિજયી બને છે-જે વિજયમાં કોઈનેય જયકે પરાજયની લાગણી અનુભવવી પડતી નથી. એથી આજની પરિસ્થિતિમાં તારા માટે તો શસ્ત્રત્યાગપૂર્વક નિર્ભય બની અડગ રહેવાનો જ એક માત્ર માર્ગ છે અને એ ખૂબ આત્મવિશ્વાસ પણ માગી લે છે. જો કે એનો પ્રયોગ અભિનવ છે. પણ એ સિવાય તારે માટે બીજો ઉપાય જ નથી. કારણ કે આજ ને આજ રાજ્યની બધી જવાબદારી ફગાવી દઈ, ચાલી નીકળવું એ તારાથી બની શકે તેમ નથી તેમજ એનું પરિણામ કદાચ વિપરીત પણ આવે.”
ભગવાનનો એક એક શબ્દ મૃગાવતી ધ્યાનથી પી રહી હતી, એ શબ્દોએ એના હૃદયમાં વિચારનું મંથન પેદા કર્યું એથી ફરી પ્રભુની ઉપદેશધારા ઝીલવાની ઉત્કંઠાથી વિદાય થતાં પહેલાં એણે પ્રભુને કૌશાંબી પધારવાની વિનંતી કરી.
પ્રભુની વાણીએ રાણીના દિલમાં નવી આશા-નવો ઉત્સાહ પ્રગટાવ્યો હતો. પણ પ્રભુએ દર્શાવેલો માર્ગ ભવ્ય અને વીરત્વ ભર્યો હોવા છતાં કણ અને જોખમી હતો; વળી એ એકપક્ષી બલિદાનનો પણ હતો, એથી એણે