________________
જેન યુગ
ચડ્યો. એની હોંસનો આજે કોઈ પાર નહોતો; ફક્ત નગરના દરવાજા ખુલવાની જ એ રાહ જોઈ રહ્યો હતો.
ત્યાં તો કિલ્લા ઉપરથી સનનન કરતુંકને એક તીર ટયું; ને હાથી પર બેઠેલા રાજાનો મુગટ હવામાં ઊડી ગયો. આશ્ચર્યથી રાજાએ જોયું તો તીર સાથે એક પત્ર બાંધેલો નજરે પડ્યો.
પ્યું હતું કે “એક વીર સતીની કાયા પર ભ્રષ્ટ નજર કરનાર ઓ કામાંધ રાજા! પ્રતિષ્ઠાનો ખપ હોય તો હજુ સમજી જઈ જલદી પાછો ફર. બાકી કિલ્લાની દીવાલો સાથે તું ગમે તેટલાં માથા ફોડ્યા કરીશ તોય હવે તું કૌશાંબીનો પરાભવ કરી શકે તેમ નથી તે યાદ રાખજે.”
ખસિયાણ પડી ગયેલો રાજા તે વેળા તો ચાલ્યો ગયો. સ્વરૂપવતી મૃગાવતી ભયંકર ચંડી જેવી એને લાગવા માંડી; પણ અંતરના વિકારનો પ્રેરાયેલો એ જ તૈયારી સાથે ફરી બીજે વર્ષે વૈશાંબી પર ચડી આવ્યો.
સેનાના ચાર ભાગ પાડી ચારે બાજુથી કૌશાંબી પર આક્રમણ કરવાની એણે વ્યુહરચના ગોવી. પણ રાણી મૃગાવતીએ જુદા જુદા સમયે આવેલી ચંડની વિભક્ત સેનાનો એક પછી એક જોરદાર પ્રત્યાક્રમણ દ્વારા પરાભવ કર્યો ને ચંડની વ્યુહરચનાને નિષ્ફળ બનાવી દીધી.
આ નિષ્ફળતાથી ક્રોધે ભરાઈ ચડે વ્યુહ બદલ્યો અને બધી જ ટુકડીઓને એકત્ર કરી પશ્ચિમ ભાગ તરફથી એકીસાથે જોરદાર આક્રમણ કરવાની તૈયારી કરવા માંડી. રાણી મૃગાવતી પણ ઘટતો જવાબ વાળવા તૈયારીઓ કરવા લાગી હતી, પણ ચંડની વિશાળ સેના સામે કૌશાંબીને ટકવું હવે અશક્ય હતું, જેથી એ ચિંતિત હતી. છતાં એક વીર નારીને શોભે એવી રીતે એ કૌશાંબીનું જતન કરવા પોતાનું ભવ્ય બલિદાન આપવા તૈયાર બની હતી.
બરાબર એ જ સમયે ભગવાન મહાવીર કૌશાંબી નજીકના એક ગામમાં પધાર્યા. ભગવાનના આગમનની વાત સાંભળી પ્રભુના દર્શનની અભિલાષી રાણી મૃગાવતી પ્રભુને વાંદવા અને આવેલી આપત્તિમાંથી બચવાનો કોઈ માર્ગ હોય તો તે પૂછવા તેમજ યુદ્ધનું ભાવિ જાણવા, નગરમાંથી ગુપચુપ થોડા વિશ્વાસુ અંગત માણસો લઈ નીકળી પડી.
પ્રભુને વાંદી એ પોતાના આસને બેઠી. પ્રાણી જાતને સુખ અને શાંતિ આપનારી પ્રભુની અમૃતધારા ત્યારે વહી રહી હતી. એથી વિનાશના ઉલ્કાપાત પર ઊભેલી રાણી
મૃગાવતીને કંઈક શાંતિ મળી. પ્રભુના સાનિધ્યમાં એણે આજે જીવનની કંઈક નિરાંત અનુભવી પણ બીજી બાજુ, આવી પડેલી જવાબદારીનું એને પૂરું ભાન હતું. વળી એ જવાબદારી હવે ફગાવી શકાય તેમ પણ નહોતી. એ ફગાવવામાં તો હવે હીણપત અને શરમ ભરેલી પીછેહઠ પણ હતી. એથી આવી પડેલી જવાબદારી પૂર્ણ કરવામાં જ એને જીવનની મોકળાશ સમજાતી હતી. એથી યુદ્ધમાં વિજય મળે એવા આશીર્વાદની માગણી સાથે યુદ્ધનું ભાવિ જાણવાનો એણે પ્રભુને પ્રશ્ન પૂછ્યો.
ભગવાને કહ્યું : “જેમ મેઘનું પરિણામ વનસ્પતિ સર્જન છે. અગ્નિનું પરિણામ ભસ્મીભૂતતા છે, તેમ યુદ્ધનું પરિણામ સર્વનાશ વિના બીજું હોઈ જ શું શકે ? એને એ વિનાશ કેવળ ભૌતિક વસ્તુઓનો જ નહીં પણ એ માનવતાનો પણ વિનાશ કરે છે.
“યુદ્ધનું રણશિંગુ ફૂંકાતાંજ માણસનો સંસ્કારી અને ડહાપણવાળા હોવાનો ઢોંગ ખુલ્લો થઈ જાય છે અને
એ પશુની જેમ હવાન બને છે. કાપાકાપી અને કલેઆમ એનો આનંદ બની જાય છે, સંહાર એ જ એનો જીવનમંત્ર બની રહે છે. પરિણામે દયા અને પ્રેમનું, આત્મીયતા અને સમભાવનું એનું હૃદય ઝરણું જ સુકાઈ જાય છે. ”
વળી યુદ્ધના પરિણામે ગામડાંઓ રોળાઈ જાય છે. નગરો વેરાન ઉજજડ બને છે. હજારોનાં મૃત્યુ થાય છે. હજારો અપંગ બની જીવનભર આહ નાખ્યા કરે છે. આશાભરી નારી વિધવા બને છે. આમ આખા સમાજને એના છાંટા ઊડે છે. બાળકો પણ વડીલો કે વાલીઓનાં મૃત્યુથી ઓશિયાળાં બની જાય છે. તે પરિણામે દ્વેષ અને વૈર પોથી યુદ્ધખોર માનસ લઈ મોટાં થાય છે. આમ જ્યાં જુઓ ત્યાં દ્વેષ, ઈર્ષા, આગ અને આંસુઓ ઉપરાંત કાવાદાવા અને યુક્તિ પ્રપંચોળી વાતાવરણ એવું બને છે કે માનવજીવન ધોર નરક જેવું બની જાય છે,
ખરેખર યુદ્ધદેવતા એ નરકનોજ પિતા છે. નરક એટલે માનવતા પરના અત્યાચાર. જ્યાં સુધી માનવહૃદયમાં માનવતા રહે છે, ત્યાં સુધી એના હૃદયમાં સ્વર્ગ વસે છે, પણ જ્યારે એ માનવતા પર અત્યાચાર કરવો શરૂ કરે છે ત્યારે એનું પરિણામ દુ:ખ, અશાંતિ અને અજંપા સિવાય બીજું કોઈ પણ શું શકે ? ”