________________
જૂન ૧૯૫૯
જૈિન યુગ મધુર વાયરા એને બાળી રહ્યા હતા. કોયલનો મીઠો મીઠો ટહુકાર એના મસ્તકને ભ્રમિત કરી નાખતો હતો. મર્દ જેવો એ મર્દવીર આથી પલંગમાં પડ્યો પડ્યો તરફડિયાં મારતો હતો. કારણ કે કૌશાંબીની આવી લાચાર દશાના મૂક સાક્ષી બનવા સિવાય એની પાસે કોઈ ઉપાય નહોતો; તેમ જ મૃગાવતીનાં આંસુ લૂછવાનું બળ પણ નહોતું. આશ્વાસનનો એક પણ શબ્દ એને સુઝતો નહોતો. એથી એ ખૂબ મૂંઝાતો તરફડતો હતો. દેહ એનો વિલય પામી રહ્યો હતો. નાડીઓ તૂટી રહી હતી. મૃત્યુ સામે જ નાચતું હતું છતાં એનો જીવ જતો નહોતો.
પતિની આવી કરુણ લાચાર દશા જોઈ સમયજ્ઞ રાણી મૃગાવતીએ આંસુ લૂછી નાખ્યાં. રાજાની
વ્યાકુળતાએ એનામાં વીરત્વનો સંચાર કર્યો. એથી હિંમત રાખી, ધૈર્ય રાખી, મનને મજબૂત બનાવી વીર રાણીએ રાજાને આશ્વાસન આપ્યું ને પ્રતિજ્ઞા વ્યક્ત કરી કે
સ્વામી ? હું એક વીર પતિની વીર પત્ની છું. મારા શિયળની અને સમગ્ર કૌશાંબીની પ્રતિષ્ઠાની રક્ષા કેમ કરવી એ વીર ક્ષત્રિયાણીને શીખવાનું હોતું નથી. જયાં સુધી મૃગાવતી હૈયાત છે ત્યાં સુધી કોઈની પણ તાકાત નથી કે એ કૌશાંબીને પરાજિત કરી શકે કે બાળકુમાર ઉદયનનું અકલ્યાણ કરી શકે. માટે મહારાજ! આપ ભાવિની ચિંતા ન કરશો ને તમારું મૃત્યુ પણ ન બગાડશો.”
રાણી મૃગાવતીની આવી વીરત્વભરી પ્રતિજ્ઞા સાંભળી મરણ શય્યા પર પડેલા મહારાજાને કંઈક આશ્વાસન મળ્યું, છતાં અજંપામાંજ રાત એમણે પસાર કરી. બીજે દિવસ પ્રાતઃકાળે જયારે પૂર્વદિશામાં અરુણોદય થઈ રહ્યો હતો ત્યારે મૃગાવતીને સૌભાગ્યસુર્ય અસ્ત પામી ચૂક્યો હતો.
રાણી મૃગાવતી માથે વીજળી પડી, છતાં અજબ વૈર્ય દાખવી એણે મનને કાબૂમાં રાખ્યું ને આંખમાંથી એક પણ આંસુ પાડ્યા વિના, મહારાજાની અંતિમ સંસ્કારક્રિયા પૂરી થયા પછી, એ યુદ્ધની વ્યવસ્થાના કાર્યમાં લાગી ગઈ. બીજી બાજુ જ્યારે ચંપ્રદ્યોતે મહારાજા શતાનિકના મૃત્યુ સમાચાર સાંભળ્યા ત્યારે કામાગ્નિથી પીડાતા એણે માર્ગમાંથી પોતાનો કાંટો ગયાનો આનંદ અનુભવી ચતુરંગિણી સેના સાથે કૌશાંબીને ઘેરો ઘાલ્યો અને સાથે મૃગાવતીને કહેવરાવ્યું કે “જે આપણા માર્ગમાંથી કાંટો નીકળી ગયો છે, તો હવે કૌશાંબીનો વિનાશ અટકાવવો હોય તો
ઉજજયિનીના રાજમહેલોને શોભાવવા મને આવી મળો. અવંતી તમારું ભાવભર્યું સ્વાગત કરશે.”
સમય જોઈ રાણી મૃગાવતીએ પણ ભળતોજ દાવ ખેલ્યો ને કહેવડાવ્યું કે “હું હવે તમારીજ છું, પણ તમારી ઈચ્છા પૂરી થવી એ તમારા હાથની વાત છે, અને તે એ કે, જો તમે કૌશાંબીને જીતવા નહીં પણ મને મેળવવાજ આવ્યા છો તો જયાં સુધી બાળક ઉદયનને રાજગાદીએ બેસાડી ઘટતી વ્યવસ્થા કરી, હું ફરજ મુક્ત ન થાઉં ત્યાં સુધી તમારે રાહ જોવી જોઈએ અને એ વ્યવસ્થા જલદી પૂરી થાય એ માટે તમારે મને પૂરતી મદદ પણ કરવી જોઈએ. આમ છતાં યુદ્ધના વાતાવરણમાં આમ થવું મને અશક્ય લાગે છે; એ માટે તો સંપૂર્ણ શાંતિ અને સુલેહ જોઈએ”
કામાંધ ચંડ રાણીની યુક્તિ સમજી શક્યો નહીં; રાણીના હૃદયને ઓળખી શક્યો નહીં. ‘બળાત્કારથી સ્ત્રીઓનો પ્રેમ સંપાદન થઈ શક્તો નથી –એમ વિચારી એણે સૈન્ય દશદશ કોશ પાછું ખેંચી લીધું અને પોતે પોતાની રાજધાનીમાં પાછો ફર્યો. રાણી જલદી વ્યવસ્થા પૂરી કરી શકે એ માટે એણે જોઈતી મદદ પહોંચતી કરવાની વ્યવસ્થા પણ કરી આપી અને એ રીતે કૌશાંબીને મુક્ત શ્વાસ લેવાનો માર્ગ એણે મોકળો કરી આપ્યો.
રાણી મૃગાવતીએ પણ આ તકનો પૂરો લાભ ઉઠાવ્યો. ઉદયનને ગાદીએ બેસાડવા નમિત્તે એણે નગરીનો કોટ કિલ્લો મજબૂત કરાવ્યો; ખાઈ ઊંડી બનાવી. વર્ષો સુધી ચાલે એટલો અન્નસંગ્રહ એકઠો કર્યો, સાથે લશ્કરમાં પણ ભરતી કરી, તેમ જ બધા પ્રકારના યુદ્ધની તૈયારીઓ પણ કરી લીધી.
તૈયારીઓ પૂર્ણ થયે મહારાજાને કૌશાંબી આવવાનું કહેણ મોકલ્યું. અધીરો બનેલો રાજા જલદી કૌશાંબી પહોંચ્યો. પણ દરવાજા બંધ હોઈ બહાર પડાવ નાખી નગરમાં મંગળ પ્રવેશ કરવાની ઘડીની રાહ જોતો એ રોકાયો ને એણે રાણુને પોતાના આગમનની ખબર મોકલી.
પ્રત્યુત્તરમાં આવતી કાલે સવારે હું તમને પ્રાપ્ત થઈશ” એવો જવાબ મોકલવામાં આવ્યો. આ જવાબ સાંભળી ચંડની છાવણીમાં આનંદ મંગલ વર્તાઈ રહ્યો. આખી રાત બેરી શરણાઈઓ વાગતી રહી. બીજી સવારે સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરી ચંડ હાથીએ