________________
વીર રા મૃગ વ તી
શ્રી રતિલાલ મફાભાઈ
વસંતનો સમય હતો. મંદમંદ શીતલ પવનની લહેરીઓ વાતાવરણને સુમધુર બનાવી રહી હતી. પણ રાજમહેલમાં પલંગ પર આળોટતા મહારાજા શતાનિક પરંતપના દિલને તો એ વડવાનલના અગ્નિની જેમ બાળી રહી હતી. કોયલનો મધુર ટહુકાર પણ કાનમાં ઘણના ઘા પડતા હોય એવી વેદના પ્રગટાવતો હતો.
અતિસારના રોગથી મહારાજા પીડાતા હતા. વૈદોના ભારે પ્રયત્નો છતાં પણ રોગ કાબૂમાં નહોતો આવતો. મરણ આંખ સમીપે નાચી રહ્યું હતું. જીવનની આશા સહુએ છોડી દીધી હતી.
હતા તો એ વીરમદ, ચંપાના રાજા દધિવાહન પર ચડાઈ કરી એની ચંપાનો નાશ કર્યો હતો અને એનો સંપત્તિ વૈભવ ખેંચી લાવી પોતાની રાજધાની કૌશાંબીને એમણે સમૃદ્ધ બનાવી હતી. આથી આજથી ૨૫૦૦ વર્ષ પહેલાંના ભારતની સમૃદ્ધ નગરીઓમાં એની પણ ગણના થવા લાગી હતી.
તલવારથી વિજય મેળવવો, નિર્બળને કચડી નાખી એનો સંપત્તિ વૈભવ લૂંટી લાવવો અને એ રીતે પ્રદેશ વધારવો એ વિજેતા વીરોનો ધર્મ મનાતો.
આજે પણ જગતમાં હજુ એ જ નિયમ પ્રવર્તે છે. પણ વિશ્વના જાગેલા સબળ પ્રજામત આગળ હવે બળવાન કારણ રજૂ કરવું પડે છે. પણ એ કાળના રાજવીઓ નિરંકુશ સત્તાધીશો હતા. એથી સબળ હમેશાં નિર્બળને દબાવ્યા કરતો અને તલવારના જોરે રાજ્ય વધારવામાં ગૌરવ અનુભવતો. જે રાજ્ય વિસ્તરતું એની પ્રતિષ્ઠા જામતી, એનાં યશ ગૌરવ ગવાતાં અને ધર્મ કે ધર્મ ગુરુ ઓ પણ એને આશીર્વાદ આપતા.
કૌશાંબીને વિજયનો ગર્વ હતો, બળનો મદ હતો. અને સમૃદ્ધિનું અભિમાન હતું. સાથે રૂપાણી મૃગાવતીના સૌદર્યનું ગૌરવ પણ હતું. આથી કૌશાંબીની સમૃદ્ધિ અને મૃગાવતીના સૌંદર્યથી આકર્ષાઈ અવંતીના રાજા ચંપ્રદ્યોતે કૌશાંબીની રાજલક્ષ્મીને અને સૌંદર્યવતી મૃગાવતીને પોતાની કરવા કૌશાંબી પર આક્રમણ કર્યું.
પરિણામે ખૂનખાર જંગ શરૂ થયો. એ યુદ્ધમાં મહાપરાક્રમી એવા રાજા શતાનિકે અપ્રતિમ વીરતા બતાવી. એણે સેનાને રસ્તામાં જ રોકવા પ્રયત્ન કર્યો. પણ તોફાને ચડેલા સાગરની જેમ ઊભરાઈ રહેલી ચાની વિશાળ સેનાનો એ પરાભવ કરી શક્યો નહીં; એટલું જ નહીં, યુદ્ધ ચાલતું હતું તેવામાંજ એ બીમાર પડી ગયો એથી સેનાના એક ભાગને યુદ્ધના મેદાન પર ગોઠવી બીજા ભાગ સાથે એ કૌશાંબી પાછો ફર્યો. વૈદોએ એની પુષ્કળ સારવાર કરી પણ એને થયેલો અતિસારનો વ્યાધિ કોઈ મટાડી શક્યું નહીં. એથી શત્રને નગરમાં પ્રવેશતા અટકાવવા એણે કૌશાંબીનાં પ્રવેશદ્વારો બંધ કરાવ્યાં. નગરને ફરતી ખાઈઓમાં પાણી વહેવડાવ્યું તથા ખાઈ ઉપરનો પુલ પણ તોડી નંખાવ્યો. આમ છતાં કીડીઓની જેમ ઊભરાઈ રહેલા પ્રચંડ સન્ય સામે કૌશાંબીની રક્ષા થવી અશક્ય લાગતી હતી.
પોતાનીજ નજર સમક્ષ કૌશાંબીની આવી લાચાર પરિસ્થિતિ જોઈ એ વીરની છાતી બેસી ગઈ. ભય, ચિંતા, ગમગીની અને વેદનાથી એ આકુળ વ્યાકુળ થવા લાગ્યા. રાણી મૃગાવતી પર ચંડની કુદષ્ટિ હતી અને જેની પાછળથી ચંપ્રદ્યોતની પુત્રી વાસવદત્તા સાથેની પ્રેમકથા સ્વપ્નવાસવદત્તા' નાટક રૂપે ભારતીય ઇતિહાસમાં મશહૂર બની છે, તેમજ જે મોટી ઉમરે વત્સરાજ ઉદયન તરીકે પ્રસિદ્ધ થયો છે એ એનો પુત્ર ઉદયન હજી બાળક હતો. એ વિચારથી એની હૃદયવ્યથા ઓર વધી રહી હતી. સાથે એનો વ્યાધિ પણ વધી રહ્યો હતો. વૈદોના પ્રયત્નો તો ચાલુજ હતા પણ જ્યારે રાજા શતાનિકના બચવાની કોઈ આશા ન રહી ત્યારે પોતાનો સૌભાગ્યસૂર્ય અસ્ત પામતો જોઈ રાણી મૃગાવતી રહી પડી.
આ વખતે કે સમગ્ર કાલાંબી ભયવ્યાકુળ હતું, સરદારો ઉદાસ હતા, રાજકુટુંબ અસહાયતાની લાગણીથી ચિંતિત હતું, પણ એ બધાંય કરતાં રાજાની હૃદય વ્યથાનો તો કોઈ પાર જ નહોતો. આથી વસંતન
૨૩