SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ તેમને બહાર પ્રદાળુ કરવા માટે વિનતિ કરી. આથી નગરદેવે પ્રસન્ન થઈ તેને દર્શન આપી વરદાન ભગવા કહ્યું. તેણે માગ્યું ‘મને અર્થની પ્રાપ્તિ થાઓ અને મારું હાર્દિ નષ્ટ થાખો.' દેવ ‘તથાસ્તુ' કહી ભણ્ય થયો. ۵ ۵۵ રાન્ત સેનને અત્યંત સ્વરૂપવાન એવી વિશ્ર નામે કન્યા હતી. ધધાનગરીમાં ખૂબ ધામધૂમપૂર્વક સ્વયંવર રચવામાં આવ્યો. હવે આપનો નિભા યુવાન પણ આ સ્વયંવરમાં કૌતુથી જેવાને આવ્યો. સ્વયંવર મંડપમાં નૃત્યગીત, યજ્ઞો અને મંગલ મંત્રાપોની વચ્ચે એક ચમકાર બન્યો. રાજકન્યા વિષ્ણુશ્રીઓં સમસ્ત ક્ષત્રિયકુમારોને તજીને એ દરદ્ર કણબી ખેડૂતના ગળામાં વરમાળ આરોપી. બધા રાજાઓ વિસ્મય પામ્યા અને ક્રોધે પણ ભરાયા. તેમણે રાજા મૂકસેનને કહ્યું કે કન્યાએ કરેલી પસંદગી રદ ગણીને રીતે માત્ર ક્ષત્રિયોનોજ સ્વયંવર કરી. રાજા સૈને આ વાત નામંજૂર કરી એટલે ખેતી પાડી હોવાને રાજા ચાસને માણસોને મોકમાં. પણ ખેડૂતમાં અધિષ્ઠિત દેવતાએ સિંહગર્જના કરી એટલે માસો કંપીને પોતાના સ્વામીને શરણે આવ્યા. બધા રાનોએ એકત્ર થઈ ખેડૂતને પકડવા ધાર્યો પણ ખેડૂતે તો પોતાનું હળ ફેરવવા માંડયું. એ હળમાંથી સૌને દઝાડે અને આંજી નાખે તેવી અગ્નિજ્વાળાઓ નીકળવા લાગી. આખરે મહાપ્રતાપી રાખ્તઓ પણ આ બાબ તુલ્ય ખેડૂતને નમ્યા અને તેમણે તેનું શરણ સ્વીકાર્યું. કન્યાના ફળનાં માણસો આ બનાવથી ખુશખુશ થઈ ગયાં. સહુ રાત્નોની સમા વિષ્ણુશ્રીનાં ખેડૂતની સાથે લગ્ન કરવામાં આવ્યાં. કન્યાને ધનસંપત્તિ અને મલ २२ જૂન ૧૯૫૯ કન્યાદાનમાં આપવામાં બાવ્યા. ખેડૂતની પહેલાંની સ્ત્રી પણ ત્યાં સુખેથી રહેવા લાગી. ધન્યાનગરીના દેવે દર્શન દીધાં અને કહ્યું, “ હવે તું ધનક્ષ થયો. બીજું કાંઈપણુ તારે માગવું હોય તો માગી લે. ' હળવાળા ખેડૂતે કહ્યું, × મારી કન્યાનગરી વસતિવાળી કરી તો મને ખાનંદ થાય. દેવે તે ધયાનગરી તરત જ અત્યંત મનોકર મકાનોવાળા પૂર્વથી પણ અધિક વૈભવવાળી બનાવી દીધી. › 3 ખેડૂત રાજા બન્યો અને વિષ્ણુશ્રી તેમજ પોતાની પૂર્વેની ણ પની સાથે સુખેથી ધન્ધાનગરીમાં રાજ્ય કરવા લાગ્યો. ધન્યાનગરી ધન, ધાન્ય, માનવ અને પશુઓથી ખૂબ સમૃદ્ઘ બની. અનુક્રમે તે નગરદેવતાનું આયુષ્ય પૂર્ણ થયું અને કર્મના ઋણાનુબંધને કારણે તે પણ ખેડૂત રાજાને ત્યાં રાણી વિષ્ણુશ્રીની મિાંપુત્રપણે જન્મ લીધો. તેનું કુમુદકુમાર નામ પાડવામાં આવ્યું, તે કુમાર યુવાન થયો એટલે ખેડૂતરાએ કુમુનો રાજ્યાભિષેક કર્યો. પોતે પરમ શ્રાવકપણું પાળીને તે સૌધર્મ દેવલોકમાં દેવ થયો. અવધિજ્ઞાનથી તેણે પૂર્વભવ જાણ્યો. તેથી તે પોતાના પુત્રને બોધ આપવા મધરાતે દરરોજ આવીને એક ગાષાથી બોધ આપવા લાગ્યો. એક દિવસ કુમુરાજાએ પૂછ્યું ત્યારે ખેડૂતદેવે પ્રગટ થઈને કહ્યું, 'હું તારો પિતા હું. ધર્મના બળે, ભગવાન વીતરાગની નેવળપૂજા કરવાથી હું પ્રથમ દેવલોકમાં વપણે ઉત્પન્ન થયો છું. નથી તારે પણ જિનપૂજામાં અને ધર્માંરાધનમાં પ્રમાદ કરવો નહિ.’ આમ પુત્રને ધર્મમાં સ્થિર કરી દેવ સ્વરથાને ગયો. તે ખેડૂતનો જીવ સાતમે ભવે મોક્ષે જરો. (વિજય કાના રાસમાંથી)
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy