________________
જૈન યુગ
જૂન ૧૯૫૯
આ અચિંત્ય પ્રીતિના વિષયમાં કોઈ એવી રીતિ બતાવો કે જેથી મારો અને ઋષભદેવ સ્વામીનો પ્રીતિયોગ સધાય; મારી જનમ જનમની ખામી ટળી જાય; મારી અનાદિની રાગદ્વેષભરી વિષયુક્ત પ્રીતિનો પરિહાર કરી હું ઋષભદેવ પ્રભુને ચિત્તમાં ધરી શકું. પ્રીતિ અનંતી પરથકી રે
જે તોડે રે તે જેડે એહ, પરમપુથી રાગિતા રે એકત્તા રે દાખી ગુણગેહ,
ઋષભજિણું શું પ્રીતડી રે. (૫) હવે ચતુર મિત્ર પરમાત્મપ્રીતિનો ઉપાય કહે છે. ચેતનથી ભિન્ન ઇકિયોનો વિષય બનનારા એવા પર– પદાર્થોમાં હે મિત્ર, તેં અનાદિ કાળથી અનંત પ્રીતિ કરી છે. એ અનંતપ્રીતિના પ્રવાહને તોડ્યા વિના આ વીતરાગપ્રભુની પ્રીતિનો યોગ શી રીતે થાય? હદયમાંથી આવી તુચ્છ પ્રીતિ કાઢી નાખો એટલે પ્રભુનો પ્રીતિયોગ સરળ થશે.
વિશ્વમાં પણ દેખાય છે કે કુશીલની સોબત છોડ્યા પછી જ સુશીલ માણસોની સોબત સાધી શકાય છે. માટે આ પરમપુરુષ પ્રત્યે પ્રીતિવંત બનો. તેમની સાથે ધ્યાનથી એકાકાર બનો. વળી આ એકાગ્રતા કેવી છે? અનંતકલ્યાણગુણોનું ઘર છે. માટે ઋષભદેવપ્રભુની પ્રીતિનો અતીન્દ્રિય આનંદ મેળવવા તમે ઈદ્રિયસુખોની ગાઢ પ્રીતિને પહેલાં તો તજી દો. પ્રભુજીને અવલંબતા રે
નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ દેવચંદ્રની સેવના હો
આપે મુજને અવિચળ સુખવાસ.
- ઋષભ નિણંદશું પ્રીતડી રે (૬) એ વાત પ્રખ્યાત છે કે તરતાં પણ ન આવડે એવા
માણસો પણ મજબૂત વહાણ અને કુશળ કપ્તાનને નિમિત્તે અગાધ સમુદ્ર તરી જાય છે. પરમાત્માનું અવલંબન કરવાથી ભવસમુદ્રને તરી જવાય છે અને પોતે પ્રભુરુપ બની જવાય છે. અનંત ગુણોનો રાશિ નિર્મળ થઈને ઝળહળી ઊઠે છે.
ભગવાનની પ્રતિમાને સંયોગે આ જીવાત્માને પોતાની પ્રભુતા યાદ આવે છે; પોતાની કલ્યાણમય પ્રભુપ્રીતિના પરિપાકથી પરિણમતી અવસ્થાને તે પ્રગટ નિહાળે છે. તેનો આ ખોટો પ્રાણ પ્રભુ પ્રત્યે ઉલ્લાસ પામે છે; તે અનંત દુઃખનો અંત કરી પ્રભુપદ પામે છે અને શાશ્વત સુખને અનુભવે છે. આમ દેવચંદ્રજીએ બતાવેલી રીતિ અનુસરવાથી પૂર્ણ પદવીને પમાય છે, અને ઋષભદેવ પ્રભુનું હૃદય પ્રાપ્ત કરી શકાય છે. ત્યારે ભક્તજન ચતુરપુરુષ એવા પોતાના આત્મમિત્રને પૂછે છે કે તમે અનંતપ્રીતિ જે અનાદિથી પરવ્ય પ્રત્યે પ્રીતિ રહ્યાં કરે છે તેને તોડવા કહ્યું તે તો હું સમજ્યો, પણ પરમપુરુષ પ્રત્યેની પ્રીતિને તેની પ્રતિમા દ્વારા સાધવાને આપે જણાવ્યું અને તે સાલંબન ધ્યાનની રીતિને દેવચંદ્ર મુનિની ઉપાસના પદ્ધતિ કઈ રીતે કહી તે મને બરાબર ખ્યાલમાં આવ્યું નહિ.
આ માટે દેવચંદ્રજીનું આ સંબંધે અન્યત્ર કથન જોઈને આપણે રીતિ સમજવી ઘટે :
પ્રભુમુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લહે, - દ્રવ્યતણે સંયોગ વસંપત્તિ ઓળખે. ઓળખાણ, બહુમાન સહિત રુચિ પણ વધે,
રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે– આમ પરમ ગીતાર્થ દેવચંદ્ર મુનિએ દેવોને માટે પણું ઉપાસનીય એવા ચંદ્રતુલ્ય શીતલ અને સુખદ ભગવંતની પ્રીતિની રીત ટૂંકમાં ભવ્યોના કલ્યાણ માટે અત્ર સુંદર રીતે દર્શાવી છે.