________________
૫ ૨ મા ત્મ પ્રીતિ નો ઉપાય
“કુ ચંદ્રરેખા
ઋષભ નિણંદ શું પ્રીતડી રે
કેમ કીજે હો કહો ચતુર વિચાર, પ્રભુજી જઈ અળગા વસ્યા રે
તિહાં કિણે નવિ હો હો વચન ઉચ્ચાર. ઋષભ જિણંદ શું પ્રીતડી રે. (૧) ભક્તજન પોતાના ચતુર મિત્રને પૂછે છે કે ભગવાન ઋષભદેવ પ્રત્યે પ્રીતિની જમાવટ કઈ રીતે થઈ શકે? મુશ્કેલી ઘણી છે. ભગવાન અળગા વસ્યા છે, મુક્ત થઈ ગયા છે, શાતા અને અશાતાના વંટોળથી પર છે. મોક્ષ પામેલું કોઈ વાણીનો વ્યવસાય કરતું નથી. તો વીતરાગ પરમાત્મા પ્રત્યે પ્રીતિ કેમ કરવી તેનો વિચાર ખરેખર કોઈ અલૌકિક ચતુરાઈ માગે છે. તેથી આમ ઊંડી વિચારણા આ અલૌકિક પ્રીતિના વિષયમાં કરવી પડે છે. વળી ભગવાન આનંદમય છે એટલે પ્રીતિની વ્યાકુળતાનો સ્પર્શ તેમને તો કોઈ રીતે થઈ શકે જ નહિ. અને રાગદ્વેષમાં ઘેરાયેલ આવા માનવીને પ્રીતિનો વિચાર આવ્યો છે તે પણ બડો ચમત્કાર છે. કાગળ પણ પહોંચે નહીં રે
નવિ પહોંચે હો તિહાં કો પરધાન, જે પહોંચે તે તુમ સમો રે
નવિ ભાખે રે કોઈનો વ્યવધાન.
| ઋષભ નિણંદ શું પ્રીતડી રે. (૨) પ્રીતિના કરનાર મનુષ્યોનાં વર્તન તપાસીએ તો હંમેશાં તેઓ પ્રીતિને પોષનારા ઉપાયો યોજે છે. તેઓ જમે છે અને જમાડે છે, સુખદુઃખની વાતો કહે છે અને સાંભળે છે, સંદેશા મોકલે છે અને મેળવે છે. પરમાત્મા ઋષભદેવનું સ્વરૂપ એવું નિર્મળ છે કે તેમાં ત્રિલોકના સૂક્ષ્માતિસૂક્ષમ ભાવો પ્રત્યક્ષ દેખાય છે. પણ સંદેશ દ્વારા એમનું સ્વરૂપ જાણવું અશક્ય છે. તેથી ત્યાં પત્ર પહોંચતો નથી. ત્યાં કોઈ સંદેશવાહક જતો નથી. અને જે આ સિદ્ધોની રાશિમાં પહોંચે છે તેની દશા વચનાતીત હોવાથી તે પરમાત્મસ્વરૂપ બની જાય છે. આથી તેને બીજાના સંદેશ કહેવાની રિથતિ જ રહેતી
૧૯
નથી. આમ દૂર વસેલ મારા પ્રિયતમ પરમાત્મા ઋષભદેવને મારે સંદેશો કઈ રીતે મોકલવો એ જ પ્રશ્ન મને ખૂબ મૂંઝવે છે. પ્રીતિ કરે તે રાગિયા રે
જિનવરછ હો તમે તો વીતરાગ, પ્રીતડી જેહ અરાગીથી રે મેળવવી તે હો લોકોત્તર ભાગ.
અષભ જિર્ણોદ શું પ્રીતડી રે. (૩) વળી મોટી મુશ્કેલી તો એ છે કે આર્તધ્યાન સેવનારા રાગી પુરુષો દુનિયામાં પ્રીતિ કરતા જણાય છે. ભગવાન તો પરમશુકલધ્યાનને પણ વટાવી જનારા કેવળજ્ઞાની અને રામ વિનાના વીતરાગ તેમજ સ્વાત્માનંદમાં મગ્ન પવિત્ર પરમસમાધિ સુખના નિરંતર ધારક છે. એમને મારે મારું આ પ્રીતિનું દુઃખ કેમ સમજાવવું? હે ચતુર, મને લાગે છે આમાં કોઈક અલૌકિક રસ્તો અવશ્ય હોવો જોઈએ. કારણ કે પરમાત્માની પ્રીતિથી અનેક સંતો અને સાપવીઓ તરી ગયાં છે. તેથી આ પ્રીતિનું અસ્તિત્વ તો છે જ. માટે તમે મારું આટલું મિત્રકાર્ય કરો. મને પરમાત્માની પ્રીતિનો ઉપાય તેના રહસ્ય સહિત બતાવી દો. પ્રીતિ અનાદિની વિખભરી રે
એ રીતે હો કરવા મુજ ભાવ. કરવી નિરખિ પ્રીતડી રે,
કિણ ભાતે હો કહો બને બનાવ.
| ઋષભ નિણંદશું પ્રીતડી રે. (૪) મેં અનાદિ કાળથી જે પ્રીતિ કરી છે તે બધી વ્યાકુળતાના વિષથી ભરેલી છે. આ વિષની વેલના મૂળમાં રાગદ્વેષની ગાંઠ દેખાય છે. હવે મારે મારા મનોભાવોનું એ પ્રમાણે વહન કરાવવું છે કે જેથી મારી પ્રીતિની વૃત્તિમાંથી રાગદ્વેષનું ઝેર નીકળી જાય અને મારી ચિત્તની વ્યાકુળતા વિરમી જાય. તો હવે ભોજન, સંદેશકથન અને પત્રપ્રેષણ જ્યાં નિષ્ફળ નીવડ્યાં એવી