________________
જૈન યુગ
જૂન ૧૯૫૯
વંદન પ્રણામાદિ ન કરે. વદન પ્રણામાદિ ન કરવામાં વ્યક્તિ તરફ વિરોધ નથી. પણ તેનો વિપરીત વેષ તેમજ વિપરીત આચારો તરફ વિરોધ છે. “જે જેમ છે તેમાં તે પ્રમાણે માન્યતા કિંવા સદૂભાવ તેનું નામ સમ્યગદર્શન, તેથી વિપરીત મન્તવ્ય તેનું નામ મિથ્યાદર્શન, સમ્યગ્દર્શન-મિથ્યાદર્શનની આ સંક્ષિપ્ત પણ યથાર્થ વ્યાખ્યા છે. આ વ્યાખ્યાના ભાવ પ્રમાણે મરિચિનો ત્રિદંડિક વેષ વગેરે કે જે વ્યવહાર દષ્ટિએ મોક્ષનું સાધન નથી તેના તરફ ભરત મહારાજાનો કેમ સદ્ભાવ હોઈ શકે ! બજારમાં કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે જનાર પરીક્ષક મનુષ્ય બનાવટી વસ્તુને સ્વીકારવા જેમ તૈયાર નથી હોતો. એ પ્રમાણે આત્મકલ્યાણનો અભિલાષી આત્મકલ્યાણથી વિપરીત સાધન નોને સ્વીકારવા કેમ તૈયાર થાય ! જૈન દર્શનની વિશાલતા સાથે વ્યવહારમર્યાદા
જૈન દર્શન એ સંકુચિત દર્શન નથી. એ દર્શનની
ઉદારતા અવર્ણનીય છે. જૈન દર્શનમાં સ્વલિંગમાં અન્ય લિંગમાં તેમ જ ગૃહિલિંગમાં પણ મુક્તિ સ્વીકારવામાં આવેલ છે, શરીરનો આકાર સ્ત્રીનો હોય (કૃત્રિમ) નપુંસકનો હોય કિંવા પુરુષનો હોય પણ શરીરના આકારમાં મુક્તિનો પ્રતિબંધ જૈન દર્શનમાં અમાન્ય છે. એમ છતાં વ્યવહારમાર્ગની વ્યવસ્થા તેમજ બાલવર્ગને માટે આત્મકલ્યાણના મગલ પ્રસંગોનું લક્ષ્ય રાખી બાહ્ય કે અંતરદષ્ટિએ જ્યાં જ્યાં મોક્ષના વિશુદ્ધ માર્ગથી વિપર્યાસ જાણમાં આવે ત્યાં ત્યાં મન વાણી કાયાથી દૂર રહેવાની શાસ્ત્રકાર ભગવંતોની એટલીજ જોરદાર ભલામણ છે.
આ બાબત ધ્યાનમાં રાખીને જ “હું તમારા ત્રિદંડિક વિષને વંદન નથી કરતો પણ તમો ભાવિકાલે ચોવીશમાં તીર્થંકર થનાર છો એ કારણે વંદન કરું છું એમ ભરત મહારાજાએ મરિચિ પાસે સ્પષ્ટતા કરેલ છે.
(ચાલુ)
સમય દ ર કૃત
ભૂદેવ પ ર સ ઝા ય
રાગ કે દારો
હા હા મુરખ મેં શું કરોરે, કાંઈ પડિલે કષ્ટ જંજાલ રે, બાર વરસ ઈણિપરિઉગિયારે, હૈયે ઘરતાનાગલાનો ધ્યાન રે.
અર્ધ૫
ભદેવ ભાઈ ઘરિ આવિયારે, પ્રતિબોધવા મુનિરાય રે, હાથે દેઈ ઘીનો પાતરોરે,
વીરા મુહને આઘેરો વોલાવરે. ૧ અર્ધ મંડિત નાગલારે, ખટકે મોરા હયડલા માંહિરે,
મોરા હયડલા માંહિરે, નવલ પરણિત ગોરિ નાગલારે
નવયૌવન ગોરિ નાગલારે અર્ધ- ૨
ભૂદેવ ભાંગે ચિત્તે આવિઉરે, અણુઓળખ્યા પુછે વાટરે, કોહો કિણિ દીઠી ગોરીનાગલારે, અમ વ્રત છોડવાને માટરે
અર્ધ- ૬
નારિ ભણે સુણો સાધુજીરે, વળ્યો કોઈનવલીયે આહારરે, હસ્તિ ચડી નર કો નવ ચડેરે, ચેતો ચેતો ચતુર સુજાણ.
અ. ૭
કાંઈ ભાવરે, લાજે નાકારો નવ કીયોરે, દિક્ષા લીધી ભાઇને પાસરે–
અર્ધ૩ ચંદ્રવદની મૃગલોયણીરે વલવલતી તે મુકી ઘરની નારરે, ભૂદેવ ભાઈએ મુઝને ભોલવોરે હવે ટરસું કિસ્યા વિચારરે
અર્ધ- ૪
નાગલાએ નાહ સમઝાવીઓરે, વલી લીધો સંજમ ભારરે, ભૂદેવ દેવલોક પામીઓરે, સમયસુંદર સુખકારરે,
અર્ધ ૮