SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ જૂન ૧૯૫૯ સમગ્ર જૈનોની જાહેર સભા જબલપૂર, બુડીચદેરી, દેવગઢ તથા મધ્યપ્રદેશના અન્ય સ્થળોએ જેનોના સાંસ્કૃતિક અને પુરાતત્ત્વના બહુમૂલ્ય ખજાના જેવી પ્રાચીન જૈન મૂતિઓ ભાંગવાના, શિરચ્છેદ કરવાના, આગમના અપ્રાપ્ય ગ્રંથો બાળવાના તથા જૈનોના ઘર તથા દુકાનો લુંટવાના કાંડનો વિરોધ કરવા તથા ન્યાય મેળવવા મધ્યસ્થ અને લાગતી વળગતી સરકારને આગ્રહપૂર્વકની વિનતિ કરવા વગેરે માટે શુક્રવાર, તા. ૧ લી મે ૧૯૫૯ ના રોજ હીરાબાગમાં સાહુ શ્રી શ્રેયાંશપ્રસાદજી જૈનના પ્રમુખસ્થાને મળી હતી. જૈન છે. કૉન્ફરન્સના મુખ્યમંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહ પત્રિકા રજુ કરી સભાના ઉદેશો સમજાવ્યા. શ્રી ચિમનલાલ ગોપાલદાસ વખારીઆએ જબલપૂરમાં તા. ૧૮-૧૯, ફેબ્રુઆરી ૧૯૫૯ના દિવસોએ જબલપૂરમાં સમાજવિરોધી તત્વોએ, જે તોફાનો કર્યો તેની વિગત આપી. જૈન સમાજ જેવી અહિંસાપ્રિય પ્રજાને જે નુકસાન થયું તેની ન્યાયી તપાસ કરવાની માંગણી કરી હતી. વિશ્વશાંતિ પ્રચારના યુગમાં આવા બનાવો થાય છે તે માટે દુઃખ વ્યક્ત કરી જૈન સમાજને સંગઠિત થવા અપીલ કરી હતી. શ્રી ખીમચંદ એમ. વોરાએ આફતના સમયે નિષ્ક્રિયતા છોડી આત્મનિરીક્ષણ કરવા તેમજ બળ કેળવવાની ભલામણ કરી. શ્રી મગનલાલ પી. દોશીએ ધર્મના નામે ભારતમાં જે કેટલાક આંદોલનો થયાં તેની વિગત રજૂ કરી કહ્યું કે જૈનોએ કોઈપણ સ્થળે કે સમયે આવી જાતના આક્રમણ કર્યો નથી અને તેઓ સદા શાંતિપ્રિયતાને જ વર્યા છે. શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રૉફે જણાવ્યું કે આપણને રતલામ આદિ સ્થળે અન્યાય દૂર કરવા માટે ન્યાયાલય સુધી જઈએ છીએ તો પણ રક્ષણ મેળવી શકાતું નથી. પ્રજા કે શહેરી તરીકેના સામાન્ય હકકોથી પણ આપણને વંચિત રાખવામાં આવે છે એ શોચનીય છે. શ્રી રતનચંદ ચુનીલાલ ઝવેરી, શ્રી. ચંદુલાલ કરતુરચંદ અને શ્રી નેમચંદ વકીલવાલાએ ઠરાવોનાં સમર્થનમાં પ્રવચન કર્યા હતાં. પ્રમુખસ્થાનેથી સાહુ શ્રી શ્રેયાંશપ્રસાદજી જેને જણાવ્યું હતું કે જૈન સમાજ ઉપર થયેલા બીજા અત્યાચારો ભૂલાયા નથી ત્યાં આ જબલપૂર વ. સ્થલોએ જે અત્યાચાર થયેલા છે તેથી સમાજે જાગૃત થવાની જરૂર છે. રતલામની બાબત, સાહિત્ય અકાદમી દ્વારા પ્રકટ થયેલ પુસ્તકની બાબત અને આ પ્રકરણ આપણી કમજોરી બતાવે છે. ભારતની રાજનીતિ બધા ધમને સમભાવે જોવાની છે ત્યાં આવાં કૃત્યો અંગે કંઈ થતું નથી એ ખરેખર શોચનીય લેખાય. જૈન સમાજે આવા સમયે સંગઠન કેળવી પોતાના હક્કો મેળવવા જોઈએ. આ વિરોધ સભામાં ત્રણ કરાવો પસાર થયા હતા. વિઘાથની જન સ્કીલરશિપ માર્ચ, ૧૯૫૯ માં લેવાએલ સેકંડરી સ્કૂલ સર્ટિફીકેટની પરીક્ષામાં સૌથી વિશેષ ગુણ પ્રાપ્ત કરનાર અને કૉલેજમાં આગળ અભ્યાસ કરવાની કબુલાત આપનાર એક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન વિદ્યાર્થિનીને “શ્રીમતી લીલાવતી ભોળાભાઈ મોહનલાલ ઝવેરી જૈન સ્કોલરશિપ” આપવામાં આવશે. નિયત અરજીપત્રક શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ગોવાળીઆ ટેક રોડ, મુંબઈ-૨૬ ની ઓફીસેથી મળશે. અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૦ મી જુલાઈ ૧૯૫૯ છે. શ્રેતામ્બર મૂર્તિપૂજક વિભાગને સ્પર્શતા સમાચાર તા. ૨૦મી સુધીમાં દર મહિને નીચે જણાવેલ સરનામે મોકલવા નિમંત્રણ છે. આ સમાચાર ટૂંકા અને મુદ્દાસરના સ્પષ્ટ હસ્તાક્ષરમાં શાહીથી લખેલા હોવા જોઈએ. સમાચાર મોકલનારે પોતાનું પૂરું નામ, સરનામું જણાવવું જરૂરી છે. તંત્રીઓ, “જેનયુગ” C/o શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ગોડીજી બિદડાંગ; ૨૦, પાયધુની, મુંબઈ ૨
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy