________________
સ
મા
ચા ૨
સં ક લ ન
અમેરિકામાં ભારતીય જૈન ડૉકટરનું બહુમાન
મેસેગ્યુસેટસ હાર્ટ એસોસિએશન” બોસ્ટન તરફથી ડૉ. જયશેખર મગનલાલ ઝવેરીને “હૃદયરોગ ઉપર સેલિસિલેઈટની અસર ”ના અભ્યાસ તથા સંશોધન કાર્ય માટે સને ૧૯૫૯ની ડૉલર ૫૧૭૫ (લગભગ રૂા. પચીસ હજાર)ની ગ્રાન્ટ આપવાનું તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. બાર ડૉકટરોમાં ડૉ. ઝવેરી એકલા જ હિન્દી છે જેમને આ વર્ષે આવી ઉચ્ચ શિષ્યવૃત્તિ મળી છે. તેંત્રીસ વર્ષની વયના ડૉ. ઝવેરી સ્વ. શ્રી. મગનલાલ જસરાજ ઝવેરીના પુત્ર છે. મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી સને ૧૯૫૨ માં મુંબઈ વિશ્વવિદ્યાલયની એમ. બી., બી. એસ ની ઉપાધી મેળવ્યા બાદ સને ૧૯૫૫માં વધુ અભ્યાસાર્થે તેઓ અમેરિકા ગયા. ત્યાં “ઓહીઆ”ની વિખ્યાત
લેઈકવૂડ હોસ્પીટલમાં ત્રણ વર્ષ સુધી તેમણે ઈન્ટર્ન’ તથા ચીફ મેડિકલ ઑફીસર ' તરીકે બહુજ સફળતાપૂર્વક કામગીરી કરી સારી ચાહના મેળવી. ગયે વર્ષે “હાઉસ ઑફ ગુડ સેમેરિટન” (બોસ્ટન) સંસ્થાએ હૃદયરોગ ઉપર સંશોધન કાર્ય કરવા તેમને આમંત્ર્યા અને આજ હોસ્પીટલમાં સંશોધનકાર્ય કરતાં ડૉ. ઝવેરીએ ઉપર મુજબ બહુમાન અને ઊચ્ચ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી છે. શ્રી આત્માનંદ જૈન મહાસભા
શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબનું ઓગણીસમું અધિવેશન તા. ૨-૩ મે, ૧૯૫૯ના રોજ લુધિયાણામાં શ્રી મેઘરાજ જૈનની અધ્યક્ષતામાં થતાં સમાજ સુધાર, ભૂદાન આંદોલન, જબલપુરમાં કાંડ, કાંગડાની જૈન મૂર્તિઓ અને જૈન સંગઠન અંગે નિર્ણયો થયા. તદુપરાંત દિલ્હીમાં શ્રી વલ્લભ સ્મારક સ્થાપવા અને બેકારી નિવારણ તે જ મંદિરોની સુવ્યવસ્થાર્થ ઠરાવો થયા હતા. સ્વાગતાધ્યક્ષ તરીકે વિદ્યાસાગર જૈન હતા. પૂજ્ય મુનિરાજ શ્રી પ્રકાશ વિજયજી, સાધ્વીજી શ્રી ચરિત્રશ્રીજી, પુણ્યશ્રીજી, પુષ્પશ્રીજી આદિની ઉપસ્થિતિ પ્રેરણાદાયી નિવડી હતી. શ્રી પૂર્વભારત જૈન સમેલન
કલકત્તામાં તા. ૧૦-૧૧-૧૨ એપ્રિલ ૫૯ ના દિવસોએ શ્રી પુનમચંદજી રાંકાની અધ્યક્ષતામાં સમેલ-
નની બેઠક મળી હતી. ઉઘાટન વિધિ અ. ભા. કોગ્રેસ કમિટીના મહામંત્રી શ્રી તખતમલજી જૈન કરી. સ્વાગત ધ્યક્ષ તરીકે શ્રી મોહનલાલ લલ્લચંદ શાહે સેવા અપ. સમેલને કુલ ૭ ઠરાવો પસાર કર્યા. (૧) જૈન સમાજમાં સંગઠન અને પરસ્પર સહયોગવૃત્તિ (૨) જબલપૂર કાંડ અંગે (૩) આર્થિક સ્થિતિશ્રમની મહત્તા ઉપર ભાર (૪) સર્વ સંપ્રદાયોની પ્રાર્થનાના સંકલનાર્થે (૫) પરસ્પર રોટી-બેટી વ્યવહાર, સામુહિક વિવાહ, સાદાઈ આદિ શરૂ કરવા તેમજ પડદા (લાજ) ત્યાગ માટેની ભલામણ (૧) શ્રી મહાવીર જયંતિ, દીપાવલી અને સંવત્સરી સંયુક્તપણે ઉજવવા તેમજ (થ શ્રી ભારત જેન સમેલનના ઠરાવો અંગેની કાર્યવાહી કરવા. શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ
આ પરિષદનું નવમું અધિવેશન બોડેલીમાં તા. ૧૪-૧૫ મે, ૧૯૫૯ના રોજ શ્રી મોતીલાલ વીરચંદ શાહના પ્રમુખસ્થાને થયું હતું. સ્વાગતાધ્યક્ષ શ્રી કેશરીમલ હીરાચંદ હતા. અધિવેશને કુલ સાત ઠરાવો પસાર કર્યા. (૧) મધ્યમવર્ગ ઉત્કર્ષ (૨) બોડેલી કેન્દ્ર (૩) ધર્મપ્રચાર (૪) શ્રી મહાવીર જયંતિ (૫) સાહિત્યપ્રચાર (૬) સંગઠન અને (૭) પૈસા ફંડ અંગે અલિ રાજપૂરવાળા શ્રી પન્નાલાલ લલુભાઈએ ઉદ્દઘાટન કરી સંગઠન, પ્રચાર અને મધ્યમવર્ગ રાહતના કાર્યને અપનાવવા અપીલ કરી. પ્રમુખસ્થાનેથી શ્રી મોતીલાલ વીરચંદ શાહે કેટલાક દ્રવ્ય પ્રકારો તરફ લાલબત્તી દાખવી સંગઠન કરવા તેમજ સંકુચિત દૃષ્ટિ ત્યજી દઈ વિશાળ ભાવના કેળવવા વગેરે બાબતો તરફ સમાજનું ધ્યાન દોર્યું હતું. આ પ્રસંગે શ્રી પોપટલાલ રામચંદ્ર શાહે પણ સમાજની વર્તમાન સ્થિતિ રજૂ કરી. “જેનમ જયતિ શાસનમ્ ” ની દીપશિખા પ્રદિપ્ત કરવાના ઉપાયો વર્ણવ્યા હતા. શ્રી જબલપુર કાંડ વિરોધ સભા
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, શ્રી અ. ભા. દિગમ્બર જૈન તીર્થક્ષેત્ર કમિટી, શ્રી અ. ભા. . સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, શ્રી જબલપૂર કાંડ અન્વેષક કમિટી, શ્રી જૈન છે. તેરાપંથી સભાના આશ્રયતળે મુંબઈના