________________
શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ
(કોન્ફરન્સ કાર્યાલય દ્વારા)
શ્રી જબલપૂર કાંડ વિરોધ સભા
શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, અ. ભા. દિગમ્બર જૈન તીર્થક્ષેત્ર કમિટી, અ, ભા. . સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, શ્રી જન છે. તેરાપંથી સભા અને શ્રી જબલપુર કાંડ અન્વેષક સમિતિના સંયુક્ત ઉપક્રમે મુંબઈના સમગ્ર જૈન સમાજની જાહેર વિરોધ સભા શુક્રવાર, તા. ૧ મે, ૧૯૫૯ ના રોજ સાહુ શ્રી શ્રેયાંશપ્રસાદજી જૈનના પ્રમુખપદે મળી હતી. (અહેવાલ સમાચાર સંકલન વિભાગમાં આવેલ છે.). આજીવન સભાસદ
શ્રી ચંદુલાલ વીરચંદ હા. શ્રી રેવચંદ તુલજારામ શાહ, (નિપાણ) કોન્ફરન્સના આજીવન સભાસદ થયા છે તે બદલ તેઓશ્રીનો આભાર માનીએ છીએ. શેઠ ફકીરચંદ પ્રેમચંદ સ્કોલરશિપ (પ્રાઈઝ)
શ્રી જૈન . કોન્ફરન્સ હસ્તકના શેઠ ફકીરચંદ પ્રેમચંદ સ્કોલરશિપ પ્રાઈઝ ફંડની યોજનાનુસાર છેલ્લી મેટ્રિક (એસ. એસ. સી.)ની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઉંચા નંબરે પાસ થનાર . મૂર્તિપૂજક જૈન વિદ્યાર્થીને, તેમ જ બીજી સ્કોલરશિપ (પ્રાઈઝ) સુરતના વતની અને કુલ્લે સૌથી વધુ માર્કસ મેળવનાર શ્વે. મૂર્તિપૂજક જૈનને અપાશે. પાસ થનાર વિદ્યાર્થીએ માર્કસ વગેરેના જરૂરી પ્રમાણપત્રો સાથે શ્રી જૈન વેતામ્બર કૉન્ફરન્સ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની, મુંબઈ ૨ ના સરનામે તા. ૩૦ જૂન ૧૯૫૯ સુધીમાં અરજી મોકલી આપવી. શ્રી માણેકબા જૈન વિદ્યાર્થી પારિતોષક
શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સને શ્રી મુંબઈ ચીમન છાત્ર મંડળ તરફથી સોંપાયેલ શ્રી માણેકબા જૈન વિદ્યાર્થી પારિતોષિક ફંડની યોજનાનુસાર તેના વ્યાજની રકમ મુંબઈ રાજયમાં એસ. એસ. સી. ની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થનારને આગળ અભ્યાસ ચાલુ રાખવા માટે
ઈનામ આપવામાં આવશે. આ માટે માર્કસ વિગેરેની સર્વ જરૂરી વિગતો પ્રમાણપત્ર સાથે તા. ૩૦ જૂન ૧૯૫૯ સુધીમાં શ્રી, જૈન છે. કૉન્ફરન્સ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦ પાયધુની, મુબઈ ના સરનામે અરજી કરવી. શેઠ હેમચંદ ચત્રભુજ સ્કૉલરશિપ
શેઠ હેમચંદ ચત્રભુજ સ્કોલરશિપ બી. એસ. સી.(ટેક) માં અભ્યાસ કરવા ઈચ્છતા . મૂર્તિપૂજક જૈન વિદ્યાર્થી યા વિદ્યાર્થિનીને આપવામાં આવે છે. અરજીપત્રક સાથે નીચેની માહિતી મોકલવી જરૂરી છે.
(૧) મેટ્રીક (એસ. એસ. સી.) ફર્સ્ટ ઈયર સાયન્સ, ઈન્ટરમિડિયેટ સાયન્સ, બી. એસસી. (સબસીડીયરી) અને બી. એસસી. (ડિગ્રી) પરીક્ષાઓમાં મેળવેલ માર્કસની સર્ટિફાઈ કરેલ નકલો.
(૨) અરજી કરનારને અન્ય કોઈ સ્થળેથી મદદ યા લોન મળતી હોય અથવા મળવાની હોય તો તેની પૂરી વિગતો.
ઉપરની વિગતો અરજી સાથે તા. ૩૦ જાન ૧૯૫૯ સુધીમાં શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધુની, મુંબઈ ૨ના સરનામે મોકલી આપવી. એસ. એસ. સી. સુધીના જન શ્રેતામ્બર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓને ફીની સહાય
શ્રી જૈન . કોન્ફરન્સના શ્રી શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ ફંડના શિક્ષણ વિભાગમાંથી એસ. એસ. સી. પર્યન્તના જે જૈન શ્વે. મૂ. ૫. વિદ્યાર્થીઓને ફીની સહાયતાની જરૂર હોય તેમણે નીચેના સ્થળેથી વીસ નયા પૈસાની ટપાલ ટિકિટો મોકલી છાપેલ ફોર્મ મંગાવી મોડામાં મોડા તા. ૧૫ જૂન ૧૯૫૯ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની, કાલબાદેવી, મુંબઈ ૨ના સરનામે અરજી કરવી.
મુંબઈના વિદ્યાર્થીઓ કાર્યાલયમાંથી બાર યા પૈસા આપી બપોરના ૧ થી ૪ વચ્ચે અરજીપત્રક મેળવી શકશે.