________________
જૈન યુગ
જૂન ૧૯૫૯
વ
વેરવિખેર થઈ જતો પણ આપણે નહીં રોકી શકીએ. તાકાત વગરનું કલેવર ભલા કેટલો વખત ટકી શકે ?
આ થઈ પહેલી વાત. હવે બીજી બાબતનો વિચાર કરીએ.
અત્યારના આર્થિક ઝંઝાવાતની સામે ટકી રહેવાનો બીજો ઉપાય તે અમે ઉપર સૂચવ્યું છે તેમ, આર્થિક બોજો ઓછો કરવો તે છે. આ બાબત પણ કુટુંબની આવકમાં વધારો કરવા જેટલી જ, અથવા કદાચ અમુક અંશે એના કરતાં પણ વધારે મહત્ત્વની છે.
ત્યારે વિચારવાનું એ રહે છે કે આ આર્થિક બોજો ઓછો કેવી રીતે થઈ શકે?
પોતાના કે પોતાના કુટુંબના નિર્વાહ માટે તેમજ પોતાનાં બાળકોના પોષણ અને શિક્ષણ માટે જે ઓછામાં ઓછું ખર્ચ કરવું પડે એ તો કર્યા વગર ચાલે જ નહીં; એમાં ઘટાડો કરવાનું કરી શકાય પણ નહીં. અને અત્યારે જૈન સમાજના પોણાભાગની આર્થિક સ્થિતિ એવી થઈ ગઈ છે કે એ આવા અનિવાર્ય ખર્ચને પણ માંડમાંડ પહોંચી વળી શકે છે, એટલે એવાઓને માટે મોજશોખમાં પડીને કે જીવનની જરૂરિયાતોમાં વધારો કરીને ખર્ચને વધારી મૂકવાનો તો કોઈ સવાલ જ નથી. એટલે એ રીતે એમને ખર્ચ કમી કરવાની શિખામણ આપવાની ભાગ્યે જ જરૂર છે. અલબત્ત, જેઓ પોતાની કંઈક સારી આવકને જોઈને એશઆરામમાં પડી જાય છે કે નવી નવી સામગ્રી ભેગી કરવા તરફ આકર્ષાઈ જાય છે, તેઓ પોતાના ભાવીનો વિચાર કરીને એવા બિનજરૂરી ખર્ચાઓ કરતાં અટકે એ તો ઈષ્ટ જ છે; અને તેથી સરવાળે એમને પોતાને, એમના કુટુંબને અને સમાજને લાભ જ છે.
પણ આ આર્થિક બોજાને દૂર કરવાનો કે ઓછો કરવાનો મુખ્ય ઉપાય તે આપણા સગપણુ-લગ્નના સામાજિક રિવાજોને બને એટલા બિનખર્ચાળ બનાવવા એ છે.
આડંબર અને મોટાઈના ખોટા ખ્યાલથી ધીમે ધીમે આ રિવાજે એવા તો ખર્ચાળ બની ગયા છે કે છેવટે એ રિવાજોને મૂળભૂત હેતુ જ ભુલાઈ ગયો, અને આનંબર અને ધામધૂમે જ મુખ્ય સ્થાન લઈ લીધું ! જાણે આત્મા ભુલાઈ ગયો અને કાયાનીજ આળપંપાળ વધી ગઈ!
લગ્નજીવનનો મુખ્ય હેતુ તો વ્યક્તિનું જીવન વ્યવસ્થિત અને અમુક અંશે સંયમિત બને, કુટુંબનું સંવર્ધન થતું રહે અને સૌનું પાલન-પોપણ સરળ રીતે થઈ શકે એ છે. પણ લગ્નની પાછળ ગજા ઉપરાંતનો ખર્ચ થવા લાગ્યો, અને એને પોતાની સંપત્તિનું પ્રદર્શન કરવાનું એક સાધન બનાવી દેવામાં કે માની લેવામાં આવ્યું, ત્યારથી એની અસર અવળી થવા માંડી; અને હવે તો એ સમાજને માટે અસ્તિ-નાસ્તિ જેવો વિકટ પ્રશ્ન બની ગયો.
લગ્નનો ઉત્સવ દેવાદાર બનાવવાનું નિમિત્ત બન્યો, કરિયાવર કલેશનો જનક બન્યો અને આબરની પાછળ બાળકોના પોષણ અને શિક્ષણની બરબાદી થઈ. ગણાવવા હોય તો ખર્ચાળ બની ગયેલ લગ્નના આવા તો અનેક ગેરલાભ ગણાવી શકાય. પણ હવે એ એટલા તો સ્પષ્ટપણે દેખાવા લાગ્યા છે કે એ માટે વધારે વિવેચત કરવાની જરૂર નથી.
ત્યારે આનો ઉપાય શો? આનો ઉપાય સ્પષ્ટ છે : લગ્નોત્સવ જેમ બને તેમ સાદાઈપૂર્વક અને બિનખર્ચાળ રીતે ઊજવવા જોઈએ. પણ આ ઉપાયના અમલનો આધાર પણ શ્રીમંતોના વલણ ઉપર જ છે. સમાજ વર્ગ જે આ દિશામાં પહેલ કરે તો જ બીજાને એનું અનુકરણ કરવાનું મન થાય નહીં તો એનો અમલ થવો શક્ય નથી.
લગ્નના ખર્ચને ઓછું કરવા માટે અત્યારે અનેક વિચારો ચાલી રહ્યા છે. કેટલીક યોજનાઓ પણ ઘડાઈ રહી છે. અને સમૂહ લગ્નો યોજવા જેવી યોજનાઓ પણ લોકોનું ધ્યાન દોરી રહી છે. એકંદર રીતે આને એક શુભ ચિહ્ન લેખવું જોઈએ.
પરંતુ આમાં પણ જે એકસૂત્રતા સાધીને સુવ્યવસ્થિત યોજના નહીં કરવામાં આવે તો એથી આપણી મુશ્કેલીઓ ધાર્યા મુજબ ઓછી નહીં થઈ શકે; અને ઊલટું અવ્યવસ્થિત યોજના ક્યારેક કલેશ કે મતભેદની જનક બનશે એ વધારામાં.
આવું ન બને એ માટે દરેક બાબતમાં સુવ્યવસ્થિત યોજના તૈયાર કરીને એનો અમલ કરવો એ જ સાચો માર્ગ છે, એ કહેવાની જરૂર નથી.
આવો માર્ગ ગ્રહણ કરીને આપણે પાણી પહેલાં પાળ બાંધવાની શરૂઆત ક્યારે કરીશું?
તેઓ આ સમયને
બિન