________________
જૈન યુગ
મે ૧૯૫૯
પડીશું કે તરત જ આપણું રૂપો આમના જેવાં થઈ
એકવાર આકાશ માર્ગે જતો હતો ત્યાં તેણે રાણી જય- સુંદરીને રાજમહેલની અગાશીમાં જોઈ પૂર્વજન્મના અને આ જન્મના ઋણાનુબંધને કારણે તેણે તો રાણીને ઉપાડીને ઊડવા માંડયું. રાણી પણ તેના તરફ નેહભરી દષ્ટિએ જોવા લાગી. લોકોમાં ખૂબ કોલાહલ થઈ ગયો. પણ આકાશગામી વિદ્યાધર પાસે પાદચારી રાજા હેમપ્રભ શૂટ્વિીર હોવા છતાં લાચાર બન્યા. તેને તો ઘાવ પર ક્ષાર પડ્યા જેવું થયું. પુત્રનું મરણ થયું હતું તેના ઉપર આ પત્નીના અપહરણનો બનાવ બન્યો.
વિદ્યારથ રાણી જયસુંદરીને લઈને એક પર્વતની તળેટીમાં અરણ્યની નિકુંજમાં જલાશય પાસે ઊતર્યો. દેવના જન્મમાં રહેલ તેની બહેનને અવધિજ્ઞાનથી માલુમ પડયું કે પોતાનો ભાઈ તેની માતાને જ પ્રિયતમ, બનાવવા માગે છે ! તેણે તે જગાએ વૃક્ષ પર દેવમાયાથી એક વાનર અને વાનરી મૂક્યાં.
વાનર કહે છે, “હે પ્રિયે, આ સર્વ–કામિક નામનું પડવાનું સ્થાન છે. અહીં જેવો સંકલ્પ કરીને દંપતી પડે છે તેવું સ્વરૂપ તેઓ પામે છે. તો આપણે વાનર મટીને આ વિદ્યાધરનો મનમાં સંકલ્પ કરવો છે જેથી હું તેના જેવો થાઉં, અને તું સુંદરી જેવી થવાનો સંકલ્પ કરજે. આપણે બને ધ્યાન ધરીને એક સાથે ઊંડી ખીણમાં
- વાનરીએ કહ્યું “અરે ! આ અધમ વિદ્યાધર વિદ્યારથનું નામ લેવું પણું અકલ્યાણકર છે, તો પછી તેનું રૂપ પામવું તો કેમ જ સહેવાય? એ પોતાની માતાને જ પ્રિયતમ કરવાને માટે ઉપાડી લાવ્યો છે !”
આ સાંભળી વિદ્યારથને ભારે કૌતુક થયું. જ્યસુંદરી પણ આશ્ચર્ય પામી. બન્ને નજીક તપ કરી રહેલ એક મુનિ પાસે આવ્યાં. મુનિએ તેમનો પૂર્વજન્મનો અને આ જન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો, અને પૂર્વે પોપટના જન્મમાં કરેલ અક્ષતપૂજાના પુણ્યનું ફળ પ્રત્યક્ષ થયેલું વર્ણવી બતાવ્યું. વિદ્યારથ કુમાર તરત જ રાજા હેમપ્રભને મળ્યો. રાણીએ રાજાને બધી હકીકત જણાવી. રાજા અતિ આનંદ પામ્યો અને પુત્રની પુનઃ પ્રાપ્તિ થવાથી તેણે વધામણનો ઉત્સવ કરાવ્યો. જ્ઞાની મુનિએ કહેલ વૃત્તાંત જાણીને રાજાના કુટુંબમાં સહુ જિનપૂજન કરવા લાગ્યાં. છેવટે રાજા, રાણી, કુમાર સહુ ચવીને દેવગતિ પામ્યાં.
(વિજયચંદ કેવલીના રાસમાંથી)
कॉन्फरन्स को आप किस प्रकार से मदद कर सकते हैं?
सभा सद बन कर પેન “મ” a – – રુ. ૨૦૦૨ પ્રવાન વર વેદન “a” વર્ગ – – ક. ૦૨ માનવન સભ્ય “અ” વર્ગ ૪. ૨૧ , , , ‘વ’ વ . ૧૦
कॉन्फरन्स द्वारा जैन साहित्य प्रचार जेसलमेर ज्ञानभंडार सूचि और धी जैन रिलीजीअन अन्ड लिटरेचर के लिए ज्ञान विभागमें (खातामें) उचित रकम भिजवा कर अथवा स्वयं प्रदान कर
जैन युग ग्राहक बनकर वार्षिक उपहार रु.२ ( प्रतिमास ता. १ को प्रकट किया जाता है)