________________
જેન યુગ
૧૫
મે ૧૯૫૯
તારો રોગ જશે. નહિતર તારું મરણ થશે પરંતુ રોગ દૂર થશે નહિ.” આમ જણાવીને રાક્ષસ તો અદશ્ય થઈ ગયો.
રાજા સવારમાં ઊઠીને વિચારે છે કે આ તે સ્વપ્ન અનુભવ્યું કે સત્ય ? તેણે મંત્રીને આ વાત કરી. મંત્રીએ કહ્યું કે સ્ત્રીથી અને ધનથી પોતાનું રક્ષણ કરવું જોઈએ એવી રાજનીતિ છે. એટલે પાંચસો રાણીઓમાંથી
Sી એક રાણી જે મહારાજને ખાતર પ્રાણનું બલિદાન કરે તો એમાં કશું જ અનુચિત નથી. રાજાએ કહ્યું કે પોતાના પ્રાણની રક્ષા ખાતર અન્યના પ્રાણુ જોખમમાં મૂકવા એ ઉત્તમ પુરુષોનો માર્ગ નથી. આમ રાજાએ તો રાણીઓ પ્રાણત્યાગ કરે એ વિચારને બિલકુલ અનુમોદના આપી નહિ.
હવે મંત્રીએ રાજાના હિતની ચિંતા કરતાં કરતાં નવો માર્ગ લીધો. તેણે બધીજ રાણીઓની એક સભા ભરી. રાક્ષસે કહેલ વૃત્તાંત જેવો તેમને જણાવ્યો તેવી બધીજ રાણીઓ મરણનો સ્વીકાર કરવા અશક્ત હોવાથી નીચું મુખ કરી ગઈ. પરંતુ મહારાણી રતિદેવીએ કહ્યું, “જો મારા પ્રાણથી મહારાજાનો જીવ બચાવી શકાતો હોય અને તેમને આરોગ્ય પ્રાપ્ત થતું હોય તો પછી અન્ય કોઈની પાસે કંઈ પણ યાચના કરવાની તમારે શી જરૂર છે?”
મહારાણી રતિદેવીના મહેલના ગોખ પાસે કુંડ ખોદાવા લાગ્યો. શુભ મૂર્તિ રાણીને શણગારીને પૂજવામાં આવી. રાણીએ રાજાના ઓવારણાં લીધાં અને ગોખમાં બેસીને કહ્યું, “જે કોઈ મારા સ્વામીને પીડા કરતું હોય તે મારા આ પ્રાણના બલિદાનથી શાંત થો અને તેમને સેમ અને કલ્યાણ હો રાણીએ ગોખમાંથી જેવો કૂદકો માર્યો કે તરત જ તે રાક્ષસે તેને વચ્ચેથી જ પોતાની ભુજાઓમાં ઝીલી લીધી. રાણીને એક સોનાના કમલ પર બેસાડી તે રાક્ષસદેવે કહ્યું, બેટા, તારી હિમ્મતથી હું સંતુષ્ટ થયો છું. તું તારું મનવાંછિત માગી લે જેથી મારા મનને સંતોષ થાય'. રાણીએ કહ્યું, “જે તમે પ્રસન્ન થયા હો તો મારા સ્વામીને આરોગ્ય બક્ષો. રાક્ષસદેવ “તથાસ્તુ' કહીને અદશ્ય થઈ ગયો. રાજા હેમપ્રભને ખૂબ આનંદ થયો. તેણે પણ મહારાણીને વરદાન માગવા કહ્યું. રાણીએ કહ્યું કે “જરૂર પડશે ત્યારે વરદાન માગીશ, મારું વરદાન હાલ અનામત રહો.”
રાજા હેમપ્રભના દિવસો બને અગ્રમહિષીઓ અને બીજી રાણીઓ સાથે આનંદપૂર્વક પસાર થવા લાગ્યા. દેવયોગે રાજા હેમપ્રભને ઘેર એક સાથે બે પુત્રોનો
જન્મ થયો. રાણી જયસુંદરી અને રાણી રતિદેવી બન્નેને "એક એક દેવકુમાર જેવો પુત્ર થયો. રાણી રતિદેવીને
સંતાન થતાં નહોતાં તેથી તેણે એક વિચિત્ર માનતા કરી નાખેલી. તેણે કાલીદેવીની માનતા કરી હતી, “જે મને પુત્ર થાય તો હે ભગવતિ, હું તમને મારી શોક્ય જયસુંદરીનો પુત્ર બલિદાનમાં આપીશ.” ભાનતા તો પૂર્ણ થઈ પણ તેનો અમલ કરવો સહેલો નહોતો. રાજપુત્રના ઘાતનો વિચાર પણ કરવો અનર્થકર હતો તો તેનો અમલ કઈ રીતે થઈ શકે?
રાણીએ પણ યુક્તિ ઘડી. તેણે રાજા પાસે અનામત રહેલ વરદાન પેટે પાંચ દિવસ જાતે રાજ કરવાનું માગી લીધું. રાણી રતિદેવી રાજય કરવા લાગ્યાં. ત્રીજે દિવસે તેમણે જયસુંદરીનો પુત્ર મંગાવ્યો. રડતી જયસુંદરી પાસેથી પુત્ર ખૂંચવી લેવામાં આવ્યો. એ બાળકની પૂજા કરી તેને છાબમાં મૂકવામાં આવ્યો. છાબ એક દાસીના મસ્તક પર મૂકવામાં આવી અને અનેક દાસીઓની મંડળી સહિત રાણી રતિદેવી કાલીના મંદિર તરફ નીકળ્યાં.
હવે તે સમયે એક આકાશગામી વિદ્યાધરે આ છાબમાં મૂકેલ બાળકને જોયો. નિઃસંતાન હોવાથી તેણે બાળકને ઉઠાવી લીધો અને તેને સ્થાને વિદ્યાબળથી એક પ્રતીક બાળક મૂકી દીધું. તેણે તે બાળક પોતાની પ્રિયતમાને સોંપ્યો અને તેનું નામ વિદ્યારથ પાડયું
રતિદેવીએ તો મંદિર પાસે આવી કાલીદેવીની પૂજા કરી અને જેમ વસ્ત્ર પછાડે તેમ તે પ્રતીકને જયસુંદરીનું બાળક માની શિલાતલ પર પછાડયું. દેવીને રૂધિરનું બલિદાન નૈવેદ્ય તરીકે ધરાવ્યું અને રાણું પોતાનું રાજકાજ કરવામાં પહેલાંની માફક લાગી ગયાં. આખી નગરીમાં શોકથી હાહાકાર છવાઈ ગયો. રાજા પણ શોક મગ્ન બન્યા, પણ કર્મના નિયમને આધારે ચાલતા જીવનપ્રવાહને કોણ અન્યથા કરી શકયું છે?
રાજા હેમપ્રભનો કુમાર વિદ્યાધરને ઘેર વિદ્યાઓ ભણીને વિદ્યારથ નામે પ્રસિદ્ધ થયેલો છે. તે પોપટના બચ્ચાનો જીવ હતો. તેની બહેન શુકી હજી દેવનું જ આયુષ્ય ભોગવતી હતી. તે કુમાર અનેક વિદ્યાઓ ભણી