________________
જૈન યુગ
મે ૧૯૫૯
વાદીને “પુરષાપરુહ” “પ્રાકૃત” અને “સ્વેચ્છ” કે “બાહ્ય” જેવાં વિશેષણોથી નવાજવામાં ગૌરવ માનવા લાગ્યા. પ્રતિવાદીઓને તિરસ્કારવાની વૃત્તિની અસરથી બાહો કે જેનો પણ અલિપ્ત રહી ન શક્યા. આવું બ્રાહ્મણ-શ્રમણ પરંપરાનું ધાર્મિક વાતાવરણ ચોગમ વ્યાપેલું હતું, એમાં જ હરિભદ્રનો જન્મ અને ઉછેર. તેમણે જ્યારે શ્રમણદીક્ષા સ્વીકારી ત્યારે એ પરંપરામાં પણ તેમને એવું જ વાતાવરણ જોવા મળ્યું.
પણ હરિભદ્રનું અસલી કાઠું કોઈ જુદી જ ભાતનું હતુ. જાણે એમના મૂળગત સંસ્કારોમાં સમત્વમાધ્યસ્થ મુદ્રાલેખરૂપે જ ન હોય તેમ એ સંસ્કાર પરાપૂર્વથી ચાલ્યા આવતા હઠાગ્રહ અને મિથ્યાભિનિવેશના ચક્રને ભેદી બહાર આવ્યો અને એમની કદાચ પછીથી લખાયેલી, હમણાં કહી ગયો તે બે દર્શન કૃતિઓમાં સાકાર થયો. પદર્શન સમુચ્ચય
“ષદર્શન સમુચ્ચય”માં હરિભદ્ર પોતાની કૃતિમાં છ દર્શનોનું સાવ સાદી રીતે નિરૂપણ કર્યું છે. દરેક દર્શનના નિરૂપણમાં તે તે દર્શનને માન્ય એવા દેવતાની પણ સૂચના આપે છે.
હરિભદ્ર દર્શનોનું નિરૂપણ તે તે દર્શનને માન્ય એવા દેવ તથા પ્રમાણુ–પ્રમેયરૂપ તત્વોને લઈ કર્યું છે. પ્રદર્શન સમુચ્ચય નામની દાર્શનિક કૃતિ જૈનાચાર્ય રાજશેખરે પણ રચી છે, પણ હરિભદ્રનો નાનો ગ્રંથ રાજશેખરના વિસ્તૃત ગ્રંથ કરતાં વિશેષ અર્થપૂર્ણ લાગે છે. તે અર્થ એટલે કર્તાની ઉદાત્ત દૃષ્ટિ. ભારતીય દાર્શ- નિકોમાં હરિભદ્ર જ એક એવા છે જેણે ચાર્વાકને પણ ઇતર દર્શનોની પેઠે એક દર્શન તરીકે સ્વીકાર્યું છે.
જ્યારે એમના જ અનુગામી રાજશેખર એટલું ઉદાત્તાપણું દાખવી શક્યા નથી. હરિભદ્ર પ્રારંભમાં જ છ દર્શન નિરૂપવાની પ્રતિજ્ઞા કરે છે. એ છ દર્શનોનાં નામ આપે છે તેમાં ચાર્વાકનો નિર્દેશ નથી, પણ તે એનું નિરૂપણ કર્યા પછી કહે છે કે ન્યાય અને વૈશેષિક એ બે દર્શનો જુદાં નથી એવું માનનારની દૃષ્ટિએ તો આસ્તિક દર્શનો પાંચ જ થયાં, તેથી કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે છઠું દર્શન નિરૂપવાનું પ્રાપ્ત થાય છે; તો એ નિરૂપણ ચાર્વાકને પણ દર્શન તરીકે લેખી પૂરું કરવું જોઈએ. આમ કહી તેઓ ચાવક પ્રત્યે સમભાવ દાખવે છે. હરિભદ્ર
પહેલાંથી જ સૈકાઓ થયા ચાર્વાક મત પ્રત્યે ભારતીય આત્મવાદી દર્શનોની અવગણનાપૂર્ણ દૃષ્ટિ રહેતી. એમ લાગે છે કે હરિભદ્રમાં આ અવગણના ન રહી. તેમણે તેમની મૂળ પ્રકૃતિ પ્રમાણે વિચાર્યું હોવું જોઈએ. જીવન અને જગત પ્રત્યે જોવા અને વિચારવાની વિવિધ ચડતી ઊતરતી કક્ષાઓ છે. એમાં ચાર્વાક મતને પણ સ્થાન છે. જેઓ માત્ર વર્તમાન જીવનને સન્મુખ રાખી વિચાર કરે અને જેઓ દૃશ્યમાન લોકની જ મુખ્યપણે વિચારણા કરે તેઓ માત્ર એ કારણે જ અવગણનાપાત્ર છે એમ ન કહી શકાય. તેથી જ તેમણે એના મતને પણ દર્શન કોટિમાં સ્થાન આપી પોતાની દૃષ્ટિની ઉદાત્તતા સૂચવી છે.
ગ્રંથોમાં બૌદ્ધ, નિયાયિક આદિ દર્શનોનું સયુક્તિક અને ભારપૂર્વક ખંડન કર્યા છતાં જ્યારે પદર્શન સમુચ્ચય રચવા એ પ્રેરાયા ત્યારે તેમણે પોતાની પૂર્વકાલીન અભિનિવેશ વૃત્તિને બાજુએ મૂકી ક્રમ વિચાર્યો હોય એમ લાગે છે. જાણે કે તેમને એવું સૂચન ન કરવું હોય કે જે પરદર્શની અને પરવાદી છે તે પણ પોતાની ભૂમિકા અને સંસ્કાર પ્રમાણે વસ્તુતત્વનું પ્રામાણિક નિરૂપણ કરે છે તો એમાં પર અને સ્વદર્શનના ચડતા-ઊતરતાપણાનો સવાલ ક્યાં છે? આ દષ્ટિમાં જ સમત્વ અને તટસ્થતાનું બીજ છે.
હરિભદ્રના સમય સુધીમાં આસ્તિક નાસ્તિકપદનું સાંપ્રદાયિક વૃત્તિજન્ય અર્ચગત રૂપાંતર દઢમૂલ થયેલું, તેમ છતાં હરિભદ્ર સાંપ્રદાયિકવૃત્તિને વશ ન થયા અને વેદ માને કે ન માને, જૈન શાસ્ત્ર માને કે બીજા શાસ્ત્ર માને, બ્રાહ્મણત્વની પ્રતિષ્ઠા કરે કે માનવમાત્રની, પણ જો એ આત્મા પુનર્જન્મ આદિ તત્વોને માને તો તે આસ્તિક જ કહેવાય. હરિભદ્ર પોતાને સંમત ન હોય એવા મતોની પોતાની રીતે સમાલોચના કરે છે પણ એ સમાલોચનામાં તે તે મતના મુખ્ય પુરસ્કર્તાઓ કે આચાર્યોને તેઓ જરાય લાઘવકે અવગણનાદષ્ટિથી નથી જેતા, ઊલટું તેઓ સ્વદર્શનના પુરસ્કર્તાઓ કે આચાર્યોને જે બહુમાનથી જુએ છે તે જ બહુમાનથી તેમને પણ જુએ છે. હરિભદ્ર પ્રતિપક્ષી પ્રત્યે જે ઊંડી બહુમાનવૃત્તિ દાખવી છે તેવી દાર્શનિક વર્તુલમાં બીજા કોઈ વિદ્વાને
ઓછામાં ઓછું તેમના સમય સુધીમાં તો દાખવી દેખાતી જ નથી; તેથી હું સમજું છું કે એ એમની વિરલ સિદ્ધિ કહેવાય.