________________
જેન યુગ
મે ૧૯૫૯
જયાં તેને લીધે પણ હરિભદ્ર વધારે પ્રકાશમાં આવ્યા. ઓગણીસમી સદીના ચોથા પાદમાં સાક્ષરશિરોમણિ મણિલાલ નભુભાઈનું ધ્યાન આચાર્ય હરિભદ્રના ગ્રંથો ભણી ગયું. એ પુસ્વાર્થી વિદ્વાને હરિભદ્રના જે ગ્રંથો હાથ લાગ્યા અને જે એમની મર્યાદા હતી તદનુસાર તેમાંથી ખાસ ખાસ ગ્રંથોનાં ગુજરાતી ભાષાંતરો પણ કર્યા. આ રીતે જોઈએ છીએ તો નવા યુગને પ્રભાવે આચાર્ય હરિભદ્ર એ માત્ર કોઈ એક ધર્મપરંપરાના વિદ્વાન ન રહેતાં સાહિત્યના અનન્ય વિદ્વાન અને ઉપાસક લેખે વિદ્વાનોમાં સ્થાન પામ્યા.
હરિભદ્રના જીવનને લગતી માહિતી આપનાર ગ્રંથોમાં વધારે પ્રાચીન લેખાતી ભદ્રેશ્વરની અદ્યાપિ અમુદ્રિત
કહાવલી” નામની પ્રાપ્ત કૃતિ છે. તેનો રચના સમય નિશ્ચિત નથી, પણ ઐતિહાસિક વિચારકો એ કૃતિને વિક્રમના દશમા સૈકાની આસપાસ મૂકે છે. એમાં આચાર્ય હરિભદ્રના જન્મસ્થાન તરીકે “પિવંગુઈ બભપુણી” એવો ઉલ્લેખ વંચાય છે, જ્યારે ઇતર ગ્રંથોમાં એમના જન્મસ્થાન તરીકે ચિતોડચિત્રકૂટ સૂચિત છે. આ બે નિર્દેશો જુદા હોવા છતાં વસ્તુતઃ એમાં ખાસ વિરોધ જેવું નથી લાગતું. “પિવગઈ એવું મૂળ નામ શુદ્ધ રૂપમાં સચવાઈ રહ્યું હોય કે કાંઈક વિત રૂપે પ્રાપ્ત થયું હોય એ કહેવું કઠણ છે, પણ એની સાથે ‘બભપુણી એવો જે ઉલ્લેખ છે તે બ્રહ્મપુરી’નું જ વિકૃત લખાણ છે. આ રીતે એ બ્રહ્મપુરી કોઈ નાનું ગામ હોય, કસબી હોય કે કોઈ નગર-નગરીનો એક ભાગ હોય તોય તે ચિતોડની આસપાસ હશે. જ્ઞાતિએ બ્રાહ્મણ
હરિભદ્રના માતાપિતાનું નામ માત્ર “કહાવલીમાં મળે છે. માતાનું નામ ગંગા અને પિતાનું નામ શંકર ભટ્ટ છે. ભટ્ટ શબ્દ જ સૂચવે છે કે તે જ્ઞાતિએ બ્રાહ્મણ છે. ગણધર સાર્ધ શકતની સુમતિગણિકૃત વૃત્તિ (રચના સં. ૧૨૯૫) માં તો હરિભદ્રનો બ્રાહ્મણ તરીકે સ્પષ્ટ નિર્દેશ છે જ. જ્યારે પ્રભાવક ચરિત્રમાં એમને રાજાના પુરોહિત કહ્યા છે. સાર એ છે કે તે જન્મે બ્રાહ્મણ હતા. જે બ્રહ્મપુરી નામ વિષેની કલ્પના સાચી હોય તો હરિભદ્ર બ્રાહ્મણ હોવાની માન્યતાને એનાથી વધારે પુષ્ટિ મળે છે. તેમનો સમય
હરિભદ્રના સમયનો પ્રશ્ન વિવાદારપદ હતો. પ્રાચીન
ઉલ્લેખો પ્રમાણે મનાતું આવતું કે હરિભદ્ર વિક્રમ સંવત ૫૮૫ માં સ્વર્ગવાસી થયા, પણ આ મુદ્દા પર છેવટનો નિર્ણય શ્રી જિનવિજ્યજીના તે વિશેના ઈ.સ. ૧૯૧૯ની
ઓરિયેન્ટલ કૉન્ફરન્સમાં વંચાયેલા રિમાવાર્યત સમય નિર્ણય નામક નિબંધે કરી નાખ્યો છે. એ નિર્ણયાનુસાર હરિભદ્રનો જીવનકાળ લગભગ વિ. સં. ૭૫૭થી ૮૨૭ સુધીનો અંકાય છે.
હરિભદ્ર નાની ઉંમરથી વિદ્યાભ્યાસ કયાં અને કોની પાસે કર્યો એવો કોઈ નિર્દેશ છે જ નહિ, પણ એમ લાગે છે કે તેઓ જન્મે બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણપરંપરામાં યજ્ઞોપવીત સમયથી જ વિદ્યાભ્યાસનો પ્રારંભ મુખ્ય કર્તવ્ય લેખાતું. તેમણે પોતાનો વિદ્યાભ્યાસ પ્રાચીન બ્રાહ્મણપરંપરા પ્રમાણે સંસ્કૃત ભાષાથી શરૂ કરેલો. તેમણે કોઈને કોઈ બ્રાહ્મણ વિદ્યાગુરુઓ પાસેથી વ્યાકરણ, સાહિત્યદર્શન અને ધર્મશાસ્ત્ર અદિ સંસ્કૃતપ્રધાન વિદ્યાઓનું પાકે પાયે પરિશીલન કરેલું. સામાન્ય રીતે બનતું આવ્યું છે તેમ હરિભદ્રના જીવનમાં બન્યું. તે એ કે તેમને વિવિધ વિદ્યાઓ અને યૌવનના બળે અભિમાની દેખાય એવો સંકલ્પ કરવા પ્રેર્યા. તેમનો સંકલ્પ એ હતો કે “જેનું છેલ્યું હું ન સમજું તેનો શિષ્ય થાઉં.” આ અભિમાનસૂચક સંકલ્પ તેમને કોઈ જુદી જ દિશામાં ધકેલ્યા. સાવીના ધર્મપુત્ર
બન્યું એમ કે એકવાર તેઓ ચિતોમાં રસ્તેથી પસાર થતા હતા. અને વચ્ચે ઉપાશ્રયમાંથી એક સાથ્વી દ્વારા બોલાતી ગાથા એમના કાને પડી. ગાથા પ્રાકૃત ભાષામાં અને પોતે પ્રાકૃત બિલકુલ જાણતા નહિ. ગાથા ટૂંકમાં પણ સંકેતપૂર્ણ હતી. પણ હરિભદ્ર મૂળે જિજ્ઞાસાની મૂર્તિ. એટલે તે સાધ્વી પાસે પહોંચ્યા અને તેનો અર્થ જાણવા ઈચ્છા દર્શાવી. સાધ્વીજીએ તેમનો પોતાના ગુરુ જિનવૃત્તસૂરિ સાથે પરિચય કરાવ્યો. સૂરિજીએ હરિભદ્રને સંતોષ થાય એ રીતે વાત કરી. છેવટે કહ્યું કે જે પ્રાકૃત શાસ્ત્ર અને જૈન પરંપરાનો પૂરેપૂરો અને પ્રામાણિક અભ્યાસ કરવો હોય તો તે માટે જૈનદીક્ષા ગૃહણ કરવી આવશ્યક છે. હરિભદ્ર ઉત્કટ જિજ્ઞાસુ અને સ્વભાવે સરલ અને સ્વપ્રતિજ્ઞામાં દૃઢ. એટલે તેમણે સૂરિજી પાસે જેનદીક્ષા સ્વીકારી અને સાથે જ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા પોતાને એ સાધ્વીજીના ધર્મપુત્ર તરીકે જાહેર કર્યા. સાધ્વીજીનું નામ યાકિની હતું. કોઈપણ પુરુષ પુસ્થ પાસે જ દીક્ષા લે; એટલે જૈનદીક્ષા જિનદત્ત