________________
ભારતીય દાર્શનિક અને યૌગિક પરંપરામાં ગુજરાતના
અગ્રણી આચાર્ય શ્રીહરિભદ્રસૂરિનો ફાળે
પંડિત સુખલાલજી
બહઋત, ઇતિહાસકોવિદ, એવા બ્રાહ્મણવૃત્તિના શ્રી Íશંકરભાઈએ “ભારતીય સંસ્કારોનું ગુજરાતમાં અવ- તરણ” એ વિષય ઉપર આપેલાં ઉદાત્ત પાંચ ભાષણો સાંભળતો હતો ત્યારે જ મનમાં વિચાર આવ્યો કે શું ગુજરાતે ભારતીય સંસ્કારોનું માત્ર અવતરણ જ ઝીલ્યું છે કે અવતરણ ઝીલી, આત્મસાત કરી, પચાવી પોતાની વિશિષ્ટ પ્રતિભા અને પરંપરાને બળે એ અવતરણને કોઈ અપૂર્વ કહી શકાય એવો આકાર પણ આપ્યો છે, કે જે આકાર ભારતીય સંસ્કારોમાં એક મનોરમ અને નવી ભાત પાડે. આ વિચારથી જ્યારે હું મારા પરિશીલનનું પ્રત્યક્ષણ અથવા પુનરાવલોકન કરવા પ્રેરાયો ત્યારે મારા માનસપટ ઉપર ગુજરાતમાં થયેલી એવી કેટલીયે વિભૂતિઓ અંકિત થઈ ગઈ, પણ આજે તો મેં એ વિભૂતિઓમાંથી એકને જ પસંદ કરેલ છે. તે એક વિભૂતિ એટલે યાકિનીસૂનુ આચાર્ય હરિભદ્ર.
પ્રાચીન ગુજરાતે જન્માવેલ, પોલ અને વિદ્યાનાં વિવિધ ક્ષેત્રો ખેડવાની તક આપેલ એવી આ વિભૂતિ છેલ્લાં લગભગ દોઢસો વર્ષ પહેલાં તો માત્ર જૈન પરંપરામાં જ જાણતી હતી. હું જાણું છું ત્યાં સુધી આચાર્ય હરિભદ્ર વિષે એ કાળમાં જેનપરંપરા સિવાય બીજું કોણ જાણતું હોય તો તે “લલિતા સહસ્ત્ર નામ” ગ્રંથના ભાષ્યકાર ભાસ્કરાચાર્ય એક જ. ભાસ્કરાચાર્ય મૂળે કર્ણાટકનિવાસી, તે કાશીમાં આવીને રહેલા. એમણે ગુજરાતના સુરત શહેર નિવાસી પ્રકાશાનન્દ નામના ઉપાસના માર્ગના આચાર્ય પાસે પૂર્વાભિષેક દીક્ષા લીધેલી. ભાસ્કરાચાર્ય
વિક્રમના અઢારમા સૈકામાં થયેલા છે. તેમણે પોતાના એ “સૌભાગ્ય ભાસ્કર” નામના ભાષ્યમાં
प्रभावती प्रभारुपा प्रसिद्धा परमेश्वरी ।
मूलप्रकृतिरव्यक्ता व्यक्ताव्यक्त स्वरुपिणी ।। એ પદ્યની વ્યાખ્યા કરતાં આચાર્ય હરિભદ્રના ધર્મસંગ્રહણી નામક પ્રાકૃત ગ્રંથની એક ગાથા પ્રમાણરૂપે ટાંકી છે. નવાઈ જેવું તો એ છે કે શ્વેતાંબર સિવાયના બીજા જૈન ફિરકાઓ સુદ્ધાં જ્યારે હરિભદ્ર જેવા પ્રતિભાસંપન્ન વિદ્વાનની કૃતિઓ વિષે સાવ મૌન દેખાય છે, ત્યારે એક કર્ણાટક નિવાસી અને કાશીવાસી પ્રકાંડ પંડિત ભાસ્કરાચાર્ય ધ્યાન હરિભદ્રના ગ્રંથ તરફ જાય છે અને તે મૂળ ગ્રંથ પણ સંસ્કૃત નહીં પણ પ્રાકૃત. આવા પ્રાકૃત ગ્રંથ તરફ એક દૂરવર્તી વૈદિક વિદ્વાનનું ધ્યાન જાય અને તે પણ એક દાર્શનિક મુદ્દાને લક્ષીને, ત્યારે એમ માનવું રહ્યું કે આચાર્ય હરિભદ્ર એ બીજી રીતે ભલે અજ્ઞાન જેવા રહ્યા હોય છતાં એમની કૃતિ અને તેમના વિચારોમાં બહુશ્રત વિદ્વાનોને આકર્ષવા જેટલું સામર્થ્ય તો છે જ.
સાહિત્યના અનન્ય વિદ્વાન
યાકોબી લેંય મેન, વિન્ટરનિટ્સ સુવાલી અને શુદ્ધિગ આદિ અનેક વિદ્વાનોએ જુદે જુદે પ્રસંગે આચાર્ય હરિભદ્રના ગ્રંથો અને જીવન વિષે ચર્ચા કરી. યાકોબી લેંયમેન, શુબિંગ સુવાલી આદિ વિદ્વાનોએ તો હરિભદ્રના જુદા જુદા ગ્રંથોનું સંપાદન કર્યું એટલું જ નહિ પણ તેમાંથી કોઈ કોઈએ એમના ખાસ ગ્રંથોનું ભાષાંતર પણ કર્યું. આ રીતે હરિભદ્ર જર્મન, અંગ્રેજી આદિ પાશ્ચાત્ય ભાષાઓ જાણનાર વિદ્વાનોના ધ્યાન ઉપર એક વિશિષ્ટ વિદ્વાન તરીકે ઉપસ્થિત થયા. બીજી બાજુ પાશ્ચાત્ય સંશોધન દષ્ટિનાં જે આન્દોલનો ભારતમાં
* છેલ્લા ફેબ્રુઆરી માસમાં પંડિત સુખલાલજીએ મુંબઈ યુનિ. વર્સિટીને આશ્રયે ૧૯૫૭-૫૮ની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતા. તેનો શ્રી કૃષ્ણવીર દીક્ષિત તૈયાર કરેલો સાર અહીં જ કરવામાં આવ્યો છે.