________________
શ્રી
જે ન હૈ તા ઓ ર કૉ ન્યુ ૨ ન્સ કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ
(કૉન્ફરન્સ કાર્યાલય દ્વારા)
પ્રભુ શ્રી મહાવીર જન્મક૯યાણક ઉત્સવ
પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની ઉજવણી અંગે આ વર્ષે મંગળવાર તા. ૨૧-૪-૧૯૫૬ના રોજ રથયાત્રા અને મુંબઈના માનનીય રાજયપાલ શ્રી પ્રકાશછના પ્રમુખસ્થાને મુંબાદેવી તળાવના મેદાનમાં જાહેરસભા યોજવા વિચારેલ, પણ “જૈન યુગ”ના ગતાંકમાં જણાવ્યાનુસાર જબલપુરમાં તા. ૧૯-૨-૧૯૫૯ના રોજ સમાજવિરોધી તત્વોએ જૈનોને લૂંટી ભગવાનની પ્રતિમાઓ વગેરે ખંડિત કરી જે ધર્મવિરોધી કૃત્ય કરેલ તેનો વિરોધ દર્શાવવા માત્ર દિલ્હીમાં કે મુંબઈમાં જ નહિ પણ સર્વત્ર તેની ઉજવણી બંધ રાખવા માટે સોમવાર તા. ૨૦ મી એપ્રિલ ૧૯૫૯ના રોજ કોન્ફરન્સને શ્રી શ્રેયાંશપ્રસાદજી જૈન (મુંબઈ) દ્વારા અને ત્યારબાદ શ્રી સંયુક્ત જૈન સમાજ, દિલ્હીના તાર મારફતે આગ્રહ થતાં તુરત ચારે ફિરકા અને જીવદયા મંડળીના કાર્યવાહકોની સભા બોલાવી, મુંબઈની જાહેરસભા અને કવેતામ્બર અને દિગમ્બર સમાજની રથયાત્રા બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ. આ અંગે તાત્કાલિક હેંડબિલ છપાવી અને જુદા જુદા સ્થાનિક વર્તમાનપત્રોમાં ઉત્સવો રદ કર્યાના સમાચારો પ્રકટ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ અંગે જનતાને જે અગવડ થઈ તે બદલ ઉત્સવ યોજનાર ક્ષમા ચાહે છે. “છાત્રાલયો અને છાત્રવૃત્તિ”નું પ્રકાશન
“છાત્રાલયો અને છાત્રવૃત્તિ” પુસ્તક પ્રકાશન અંગે કોન્ફરન્સના કાર્યને દરેક સંસ્થાનો સહકાર મળ્યો છે અને તેને લગતી બધી માહિતી એકત્ર થઈ ચુકી છે. મુદ્રણકાર્ય પણ અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ છે. આ પુસ્તક તા. ૧૫ મે, ૧૯૫૯ સુધીમાં કૉન્ફરન્સ તરફથી પ્રગટ થઈ જશે. પુસ્તકની કિંમત ૫૦ નવા પૈસા (પોસ્ટેજ અલગ) રાખવામાં આવેલ છે. કોન્ફરન્સ કાર્યાલયમાંથી તે પ્રાપ્ત થઈ શકશે.
શ્રાવક-શ્રા. ઉ. મુંબઈ સમિતિ
શ્રી જૈન શ્વેતાઅર કોન્ફરન્સ શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિના કાર્યવાહકો (પ્રમુખ અને મંત્રી તથા સભ્યો) સાથે ઉદ્યોગગૃહની પ્રવૃત્તિના વિકાસ અને ગ્રાંટ અંગે તા. ૧૭-૪-૧૯૫૯ના રોજ કૉન્ફરન્સના મુખ્ય મંત્રીઓએ કૉન્ફરન્સ કાર્યાલયમાં અવિધિસર રીતે કેટલીક સંતોષકારક વિચારણા કરી હતી. સ્વર્ગસ્થ આગેવાનો
કૉન્ફરન્સની પ્રવૃત્તિને અપનાવનાર જુનાગઢનિવાસી છે. પ્રભુદાસભાઈ ત્રિ. શાહના વઢવાણમાં તા. ૨૨-૩-૧૯ના રોજ થયેલ સ્વર્ગવાસની દુઃખ સાથે નોંધ લઈએ છીએ.
કૉન્ફરન્સના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને તેના કાર્યમાં ઓતપ્રોત થઈ ભાગ લેનાર લિંબડીનિવાસી શ્રી ભીખાભાઈ ભુદરદાસ કોઠારીના મુંબઈમાં તા. ૧–૪–૧૯૫૯ના રોજ થયેલ સ્વર્ગવાસથી સમાજને એક સહૃદયી કાર્યકરની ખોટ પડી છે. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂતિ સંઘ વગેરેના ઉપક્રમે શ્રી નમીનાથજી દેરાસરના ઉપાશ્રયમાં શનિવાર તા. ૨૫-૪-૧૯૫૯ના રોજ શ્રી છગનલાલ ડુંગરશી સલોતના પ્રમુખપદે જાહેરસભા મળી હતી, જે સમયે શ્રી શાંતિલાલ એમ. શાહ અને શ્રી જેસંગલાલ સુંદરજીએ સ્વર્ગસ્થની ધાર્મિક, સામાજિક અને વ્યાપારી ક્ષેત્રની સેવાઓ બદલ અંજલિ અર્પી હતી. પ્રમુખસ્થાનેથી શોકપ્રદર્શક ઠરાવ રજૂ થતાં ઊભા થઈને પસાર કરવામાં આવ્યો હતો. બોડેલી સમિતિને ગ્રાંટ
કોન્ફરન્સના શ્રી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ ફંડમાંથી સંવત ૨૦૧૫ના ચાલુ વર્ષ માટે હાલ તુરત ગત વર્ષની ગ્રાંટના ધોરણે એડવાન્સ ગ્રાંટરૂ૫ રૂા. ૧૫૦૦) પંદરસો કોન્ફરન્સ તરફથી આપવામાં આવ્યા છે.