________________
સ
મા
ચા ર
સ ક લ ન
આજ્ઞાનુસાર હાથ ધરવામાં આવ્યું છે. આ જિનાલય નિર્માણ માટે રૂપનગર સંઘ દિલ્હી તરફથી નાણાકીય સહાયતા પ્રદાન કરવા અપીલ થઈ છે. ઠે. શ્રી આત્માનંદ જૈન સભા, ૨/૭૮, રૂપનગર, દિલ્લી નં. ૬.
ન્યુ દિદાહીમાં ‘વિશ્રામગૃહ”
અ. ભા. જૈન શ્વે. થાનકવાસી કૉન્ફરન્સ ભવનની સાથે ન્યુ દિલ્હીમાં ‘વિશ્રામગૃહ”ની વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીં ઊતરવાની સાથે ભોજનની સગવડતા રખાઈ છે. આઠ દિવસ રહી શકાય છે અને જૈનો માટે પ્રતિદિવસના રૂા. ૩ મુજબ ચાર્જ રાખવામાં આવેલ છે. ઠેઃ અ. ભા. . સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ, ૧૨, લેડીહાજ રોડ, ન્યુ દિલ્હી.
જૈન સંઘને પ્રતિમાજી સોંપાયા
પાટણવાવ નજીકના ડુંગરની તળેટીમાંથી ગયા વર્ષે નીકળેલા પ્રભુ શ્રી પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાજી રાજકોટ જૈન સંઘને સોંપવામાં આવ્યા છે. આ પ્રતિમાજી રાજકોટ જૈન દેરાસરમાં બિરાજમાન કરવામાં આવેલ છે. આ અંગે શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ તરફથી પણ કેટલીક કાર્યવાહી કરવામાં આવેલી હતી. વયંસેવક પરિષદની આગામી બેઠક
અ. ભા. જૈન સ્વયંસેવક પરિષદની આગામી બેઠક બોડેલીમાં તા. ૧૪, ૧૫ મે ૧૯૫૯ના દિવસોના રોજ મળનાર છે. ચોખા અને તેની વાનીઓ વગેરે
મુંબઈ સરકારે શ્રી મહાવીર જન્મકલ્યાણકના શુભ દિવસે (૨૧-૪–૧૯૫૯) ચોખા અને તેની વાનીઓના કંટ્રોલ ઓરમાંથી મુક્તિ આપવાના નિર્ણયને મુંબઈની જૈન જનતાએ આવકાર્યો હતો.
મધ્ય પ્રદેશ સરકારના ઑર નં. ૫-૧૨-એલ-એ ૭૯૮૫૪ તા. ૨૪-૩-૧૯૫૯ અનુસાર ઈન્દોરમાં શ્રી મહાવીર જયંતીના દિવસે કતલખાના બંધ રખાયાં હતાં. દિહી-રૂપનગરમાં નવીન જિનાલય
હિંદના ભાગલા થતાં પાકિસ્તાન વિભાગના કેટલાક સ્થળોના જૈન છે. મૂર્તિ. કુટુંબો રૂપનગર દિલ્હીમાં આવી વસ્યાં હતાં. તેઓના તથા આજુબાજુના જૈનો માટે જિનાલયની અત્યંત આવશ્યકતા જણાતાં નૂતન જિનાલય નિર્માણ કરવાનું કાર્ય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની
અવધાન પ્રયોગ
વડોદરામાં શ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ પ્રસંગે ડૉ. પન્નાલાલ મણિલાલ વૈદ્ય, એમ. ડી.ના પ્રમુખસ્થાને તા. ૨૧-૪–૧૯૫૯ના રોજ શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહે શ્રુતપ્રજ્ઞા અને પુસ્તકની મનોગતવાચના વગેરેના અનેક વિસ્મયકારક અવધાનપ્રયોગો રજૂ કર્યા હતા.
ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા
ઓરિસામાં ભુવનેશ્વર ખાતે મળનાર આગામી ઈડીઅને ઓરિયેન્ટલ કોન્ફરન્સના પ્રાકૃત ભાષા અને જૈન ધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા, એમ. એ., પીએચ. ડી. ની વરણી થયેલ છે.
બેતાબર મૂર્તિપૂજક વિભાગને સ્પર્શતા સમાચાર તા. ૨૦મી સુધીમાં દર મહિને નીચે જણાવેલ સરનામે મોકલવા નિમંત્રણ છે. આ સમાચાર ટૂંકા અને મુદ્દાસરના સ્પષ્ટ હસ્તાક્ષરમાં શાહીથી લખેલા હોવા જોઈ એ. સમાચાર મોકલનારે પોતાનું પૂરું નામ, સરનામું જણાવવું જરૂરી છે.
તંત્રીઓ, જેનયુગ” C/o શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધુની, મુંબઈ ૨