________________
જૈન યુગ
આનો અર્થ એમ થયો કે, દેશની અને દુનિયાની પલરાની પરિસ્થિતિ અને ગતિ સાથે સમાજને ગતિશીલ રાખવા માટે સામાજિક પ્રવૃત્તિની અત્યારે પહેલાં કરતાં પણ વધારે જરૂર છે. તેથી કૉન્ફરન્સનું એકવીસમું અધિવેશન કલકત્તામાં મળે, એ બીના એ દિશામાં થોક પગલાં માંડવારૂપ લેખારી અને આવકારદાયક થઈ પડશે.
આગામી અધિવેશન કલકત્તાનાં બોલાવવાનો કાર્યવાદક સમિતિએ કરેલ નિર્ણય આ રીતે ભાવકારદાયક હોવા છતાં, એ માટે અત્યારથી વધારે પડતા હરખાઈ જવાની પણ જરૂર નથી. કામૈયુ કે છેવટે તો તેનું સારું મૂલ્યાંકન કલકત્તામાં ભેગા મળીને આપણે કેવું કામ કરી બતાવી છીએ, અને એ અધિવેશનને સાચા અર્થમાં કામિયાબ બનાવવામાં કૉન્ફરન્સના જુદા જુદા પ્રદેશના સભ્યો દવા ઉત્સાહ, ધગશ અને દૂરંદેશીપૂર્વક ામભોગ આપી શકે છે, એના ઉપરથી જ થવાનું છે.
મા નિર્ણય અત્યારથી લેવામાં આવ્યો છે એનો એક વિશેષ લાભ ને ? આ માટે પૂરતી તૈયારી કરવા માટે આપણને ચાર પાંચ મહિના જેટલો લાંબો સમય મળ્યો છે. આ સમયનો ને બરાબર ઉપયોગ કરી લેવામાં આવે અને કૉન્ફરન્સના કાર્યકરો, સભ્યો અને ચાહકો અત્યારથી જ આ તરફ દત્તચિત્ત બનીને વર્તમાનપત્રો દ્વારા, ભાષણો દ્વારા તેમજ અંદર અંદરની વાતચીતો દ્વારા પ્રચાર કરીને અનુકૂળ વાતાવરણ ઊભું કરે, તો આાગામી અધિવેરાનને સફળ બનાવવા માટે આપણે પણી પૂર્વતૈયારી કરી શકીએ. કલકત્તા રાહેરને પણું અધિવેરાનને ધરાવી બનાવવા માટે પૂરતો સમય મળી રહે છે, એ કહેવાની જરૂર નથી.
બે એક વર્ષ પહેલાં કૉન્ફરન્સનું વીસમું અધિવેરાન મુંબઈમાં મળ્યું. એમાં સૌથી વધારે મહત્ત્વનો ઠરાવ (ઠરાવ ૧૩ મો) એ થયો હતો કે કૉન્ફરન્સનો વહીવટ સ્થાયી સમિતિ (સ્ટેન્ડીંગ કમિટી) ને હસ્તક હતો, તેના બદલે એ એકવીસ સભ્યોની કાર્યવાહક સમિતિને સોંપવામાં આવ્યો.
આ ફેરફાર કરવાની પાછળનો ઉદ્દેશ એ હતો કે
3
卐
સપન
વહીવટીતંત્ર બહુ વિશાળ હોવાને બદલે બને તેટલું મર્યાદિત હોય તો કામનો નિકાલ વધારે ઝડપથી થઈ શકે. એ અને ધણા બંધારણનિષ્ણાતોના અભિપ્રાયનો અને ઘણા વહીવટી અનુભવ ધરાવનારાઓના અનુભવોનો લાભ લઈ ને કૉન્ફરન્સના વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવવું. એક અનુભવપૂર્ણ સિદ્ધાંત તરીકે આ ભાખત આત્યારે પણ અમને એટલી જ કામની લાગે છે.
આમ છતાં, બાપરે જ્યારે થોડાક મહિનાઓમાં મળવાના જ છીએ ત્યારે, જુદી જુદી અગત્યની ખાખતો સાથે આ ફેરફારના ગુણદોષની કે લાભાલાભની મુક્તપણે ચર્ચા-વિચારણા કરવામાં આવે એ દરેક રીતે ઇષ્ટ અને આવકારદાયક છે. આ વિચારણાથી આ ફેરફારનું કેવું ધાર્યું પરિણામ આવ્યું એનો તેમ જ આપણી ધારણા મુજબ પરિણામ ન આાવ્યું લાગે તો એનાં કારણોનો પણ આપણે કયાસ કાઢી શકીશું, અને એ કયાસના પ્રકારામાં આગળ વી રીતે કામ કરવું તેનો પણ નિર્ણય કરી શકીશું.
સમાજને મૂંઝવતા પ્રશ્નોની હારમાળામાં અત્યારે તો દિવસે દિવસે ઉમેરો જ થતો જાય છે. એ સ્થિતિમાં સમાજને યોગ્ય દોરવણી આપવાની આાપણી જવાબદારીમાં પણ વધારો થાય, એ સ્વાભાવિક છે. એટલે આગામી અધિવેશનમાં આપરે. અનેક પ્રશ્નોની વિચા રણા કરીને એ માટેના યોગ્ય અને વાર ઉપાયો શોધી કાઢવાના રહે છે.
અત્યારના આપણને મૂઝવતા પ્રશ્નો એવા તો જાણીતા છે કે અહીં એની યાદી આપવાની કે અત્યારે એની ચર્ચા કરવાની જરૂર નથી. જયારે તો જે કાંઈ જરૂર છે તે સમય અને શક્તિનો ભોગ આપીને, એ માટે ગંભીરતાપૂર્વક વિચાર કરવાની અને નિષ્ઠાપૂર્વક કામ કરવાની. આગામી અધિવેશન આપણને આ માટે પૂરતી તક આપી રહે એમ છે. આપણે એ તકનો પૂરો લાભ લઈ એ અને કૉન્ફરન્સના આગામી આધવેશનને
સફળ બનાવવા અત્યારથી જ કામે લાગીએ, એંજ અન્યાયના.