________________
મે ૧૯૫૦
જૈન યુગ
એમ બંને રીતે એવું કામ કરી રહ્યાં છે કે જેથી આપણો આખો સમાજ આવી કારમી ભીંસ હોવા છતાં, એકતા અને સંપને પ્રત્યક્ષ કરવાની દિશામાં બહુ આગળ વધી શકતો નથી.
અધિવેશન વિ. સં. ૧૯૭૪ની સાલમાં, શેઠ શ્રી. ખેતસી ખીયસી, જે. પી. ના પ્રમુખપદે કલકત્તામાં મળ્યું, તે બાદ નવ અધિવેશનો બીજે બીજે સ્થળે ભરાયા બાદ, અને બે વીશી કરતાં પણ વધુ વર્ષપૂરાં એકતાલીસ વર્ષ વીત્યા બાદ, આ એકવીસમું અધિવેશન મોડામાં મોડું આ વર્ષના છેલા માસ સુધીમાં કલકત્તા શહેરમાં બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એ વાત તરફ અમે સૌ કોઈનું અને ખાસ કરી મુંબઈ બહારના અને તેમાંય કલકત્તામાંના કૉન્ફરન્સના સભ્યોનું અને ચાહકોનું તેમ જ સમાજહિતચિંતકોનું ધ્યાન દોરવાની રજા લઈએ છીએ.
કોન્ફરન્સના અધિવેશન માટે છેલ્લા ૮-૯ વર્ષો દરમ્યાન, બહાર ગામનાં નિમંત્રણો ઉમળકાભેર નથી આવતાં, એ કડવી છતાં સત્ય હકીકતનો ઈનકાર કરવાની જરૂર નથી. આમ થવાનાં જેમ કેટલાંક આંતરિક કારણો છે તેમ કેટલાંક બાહ્ય કારણો પણ છે. આંતરિક કારણમાં વળી જેમ કેટલાંક વ્યક્તિગત કારણો છે, તેમ કેટલાંક સામૂહિક કારણો પણ છે. આનો થોડોક વિચાર કરવા જેવો છે.
વ્યક્તિગત આંતરિક કારણોનો વિચાર કરીએ તો છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન શું શ્રીમંતવર્ગ, શું મધ્યમવર્ગ કે શું મધ્યમથી પણ ઊતરતો વર્ગ, એ બધાયને, કોઈને પોતાના વેપાર-ઉદ્યોગના તો કોઈને પોતાના ધંધાનોકરીના તો કોઈને પોતાની આજીવિકાના સવાલોને કેમ પહોંચી વળવું એની ચિંતાની એવી તો જાતજાતની ઉપાધિઓ વળગી છે કે એમાંથી તેઓ ભાગ્યે જ ઊંચે આવી શકે છે, અને ચિંતામુક્ત અને સમાજને મૂંઝવતા પ્રશ્નોનો અભ્યાસ પૂર્ણ વિચાર કરવાનો અવકાશ મેળવી શકે છે. એમ કહી શકાય કે પોતપોતાની ઊંડી જળોથામાં કોઈને ઈચ્છા હોય તો પણ આ માટે નિરાંત કે સમય મળતાં જ નથી. આ સ્થિતિમાં જે સમાજહિતચિંતકો પોતાનો જે કંઈ સમય અને શક્તિ આ દિશામાં વાપરતાં હોય એ સાચે જ ધન્યવાદને
બાહ્ય કારણોની મીમાંસા કરવી હોય તો કહી શકાય કે દેશની પલટાતી સૂરતને કારણે એટલા બધા પ્રશ્નો ચોમેર ઊભા થયા છે; અને એટલા બધા કાયદાઓ ઘડાઈ રહ્યા છે, અને એ બધાની એટલી બધી ચર્ચાઓ છાપાંઓ ભારત અને બીજી રીતે જાગી પડી છે કે એથી આપણું જીવન અને ચિત્ત સાવ સંકુલ બની ગયું છે, અને જાણે બીજા કોઈ પ્રશ્નોની ચર્ચા-વિચારણાને માટે વખત જ બચતો નથી. વળી દેશનું અને દુનિયાનું રાજકારણ જે ઝડપથી પલટો લઈ રહ્યું છે અને દુનિયાના દૂર દૂરના પ્રદેશમાં બનેલી ઘટનાઓ પણ આપણા જીવનના પ્રશ્નો ઉપર જે રીતે અસર પાડવા લાગી છે, તેથી પણ આપણાં ચિત્ત એક જાતનું રોકાણ અનુભવવા લાગ્યાં છે; અને પરિણામે બીજી ખૂબ જરૂરી બાબતો તરફથી પણ આપણું ધ્યાન ચોરાઈ જાય છે.
દેશમાં સ્વરાજયનો ઉદય થયા પહેલાં જેમ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જનતાનો એક પ્રકારનો જુસ્સો દેખાતો હતો તેમ સામાજિક-ખાસ કરીને સમાજસુધારાના -પ્રશ્નોમાં પણ જુદા જુદા સમાજમાં ખૂબ જરસો અને ઉત્સાહ પ્રવર્તતો હતો. ગમે તે કારણ હોય, પણ એ રાષ્ટ્રીય અને સામાજિક અને જુસ્સાઓમાં હવે જાણે
ઓટ આવી છે અને બધે શિથિલતા પથરાવા લાગી છે.
આમ છતાં, એ વાત પણ એટલી જ સાચી છે કે, દરેક સમાજ માટે–ખાસ કરીને ઊજળિયાત લેખાતા મધ્યમવર્ગના સમાજ માટે—હવે એવો કપરો કાળ આવી પહોંચ્યો છે, અને વધુ કપરો કાળ આવવાના એંધાણ ચોખાં કળાઈ રહ્યાં છે કે જ્યારે આપણી સમાજકલ્યાણની પ્રવૃત્તિને વેગવતી કરવા માટે અને અણીને વખતે સમાજનું સાચું યોગક્ષેમ-સંગોપન-સંવર્ધનકરવા માટે કૉન્ફરન્સ જેવી સંસ્થાને વિશેષ સાથ અને સહકાર આપીને એને વધારે શક્તિશાળી અને વધારે ગતિશીલ બનાવવી જ પડશે. સમાજને માટે આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે અને એ તરફ વધારે વખત ઉદાસીન રહેવાનું આપણને પાલવે એમ નથી.
આંતરિક સામૂહિક કારણોનો વિચાર કરીએ તો બહારનાં પરિબળો જેમ આપણને એકતા સાધવાની હાકલ કરે છે અને પ્રેરણા આપે છે, તેમ આપણા સમાજની અંદર અત્યારના સમયમાં પણ કેટલાંય એવાં વિભેદક પરિબળો છૂપી અને જાહેર