________________
जैन युग
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ: જુનું ૨૦, નવું ૨ % વીરાત સં. ૨૪૮૬, વિકમાર્ક ૨૦૧૫ ક તા. ૧ મે ૧૯૫૯ , અંક ૭
बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् ।
આમતd તુ યુધઃ પરીક્ષતિ સર્વેયનેન છે –ષોડશક પ્રકરણ-હરિભદ્રસૂરિ વિવેકરહિત અજ્ઞાની બાઘવેષને પ્રધાનપણે જુએ છે, કારણ કે વેષમાં જ તેની રુચિ હોય છે. તે દ્વારા તે ધર્મનો નિર્ણય કરે છે. મધ્યમબુદ્ધિવાળો આચરણનો વિચાર કરે છે. એટલે તે આચરણને જ મુખ્યપણે માને છે. પરંતુ વિશિષ્ટ વિકસંપન્ન સર્વ પ્રકારના યત્નથી આગમતત્ત્વનો-સિદ્ધાંતના પરમાર્થનો વિચાર કરે છે. માટે આત્મતત્વમાં તન્મયતા કરવી એ ચારિત્ર છે.
न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति ॥
–-તાવાર્થભાણકારિકા હિતકારી શાસ્ત્રનું શ્રવણ કરવાથી બધા શ્રોતાને એકાંતથી ધર્મ થતો નથી, પરંતુ બીજાને ઉપકારબુદ્ધિથી કહેનાર વકતાને એકાંતથી ધર્મ થાય છે.
એકવીસમા અધિવેશનનો નિર્ણય
કોન્ફરન્સની કાર્યવાહક સમિતિએ કૉન્ફરન્સનું
1 એકવીસમું અધિવેશન, આવતા ઑક્ટોબર મહિને નામાં કલકત્તા મુકામે ભરવાનો નિર્ણય તા. ૨૧-૩-૧૯૫૯ ના રોજ કર્યો છે. એ વાતની જાહેરાત “જૈન યુગ”ના ગયા અંકમાં કરવામાં આવી છે. અમે આ નિર્ણયથી હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમને આશા છે કે કૉન્ફરન્સના ચાહકો અને બધા સમાજહિતચિંતકો આ સમાચારને આનંદપૂર્વક વધાવી લેશે.
આ નિર્ણય બે-ત્રણ રીતે મહત્વનો છે. પહેલી વાત તો એ છે કે કોન્ફરન્સનું વીસમું અધિવેશન સને ૧૮૫૭ના જન મહિનામાં મુંબઈમાં મળ્યું ત્યાર પછી
લગભગ સવાબે વર્ષના ગાળે એકવીસમું અધિવેશન ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બીજી અને વિશેષ નોંધપાત્ર વાત તો એ છે કે કૉન્ફરસનું અઢારમું અધિવેશન મુંબઈ બહાર જૂનાગઢમાં મળ્યા બાદ એનું ઓગણીસમું સુવર્ણજયંતી અધિવેશન વિ. સં. ૨૦૦૮ ની સાલમાં અને વીસમું અધિવેશન વિ. સં. ૨૦૧૩ ની સાલમાં, એમ છેલ્લાં બને અધિવેશનો મુંબઈ મુકામે મળ્યા હતાં; અને આ એકવીસમું અધિવેશન મુંબઈ બહાર ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કાર્યવાહક સમિતિના આ નિર્ણયનો કલકત્તા શહેરની દષ્ટિએ વિચાર કરીએ તો કૉન્ફરન્સનું અગિયારમું