________________
એપ્રિલ ૧૯૫૯
જૈન યુગ
ચક્રવર્તી એક દિવસ પોતાના મહેલની અગાસીમાં ફરી રહ્યા હતા. સામે નજર કરી તો આકાશમાં શી શોભા રચાઈ રહી લાગી !
આકાશન દેવ જાણે રંગ-બેરંગી વાદળીને રૂપકડા વાધા સજીને જોનારની આંખોને હરી રહ્યો છે. એના આકારો પણ જાણે એવા કે એક જુઓ અને એક ભૂલો !
ચક્રવર્તી તો જોઈ જ રહ્યા ? વાહ રે વાદળ દેવ ! પણુ અરે, આ શું? પળવારમાં જ બધું હતું ન હતું બની ગયુંઃ રંગ રંગને ઠેકાણે અને આકાર આકારને ઠેકાણે—જાણે આંખના પલકારામાં આખો ખેલ અલોપ થઈ ગયો.
ચક્રવર્તી સમજી ગયાઃ અરે, આ તો વાદળનો નહીં, પણ વૈભવવિલાસનો રંગ-કરંગ-અરંગ મેં જોયો.
ચક્રવર્તીનું મન તે દિવસથી વિલાસથી પાછું વળી ગયું.
એ ત્યાગની પરાકાષ્ઠા ભગવાન મહાવીરે કરી બતાવી. તે દિવસે વાદળનો પળવી રંગ અમર બની ગયો !
.:૩:
કષ્ટ સહનનો પ્રતાપ શૂલપાણિ યક્ષનું નામ તો અસ્થિગ્રામમાં ભયનું પ્રતીક બની ગયું હતું એના નામથી તો ભલભલાનાં હાજા ગગડી જતાં.
મહાવીર અસ્થિક ગામમાં ગયા, અને એમણે બધી વાત જાણી.
જૂના કાળમાં કોઈ એક વણિક એ પ્રદેશમાંથી પસાર થતો હતો. એમાં એનો એક બળદ ગળિયો બની ગયો. એણે એની સારવાર માટે પૈસા આપીને એ બળદને ગામ લોકોને સંપ્યો.
પણ લોભિયા ગામલોકોએ એ પૈસા તો લઈ લીધા, પણ બિચારા બળદની કશી સારવાર ન લીધી. બળદ બા પડો છેવટે ભૂખ્યો તરસ્યો રિબાઈ રિબાઈને મરી ગયો; અને મરીને શૂલપાણિ નામે વ્યંતર થયો.
એણે તો ગામલોકો પાસેથી જાણે વ્યાજ સાથે વેર વસુલ કરવા માંડયું. ગામલોકોનો સોથ બોલાવી દીધો ! અને ત્યાં હાડકાં–અસ્થિ-ના ગંજના ગંજ ખડકાઈ ગયા. ત્યારથી એ ગામ વર્ધમાનના બદલે અસ્થિક ગ્રામ નામે ઓળખાવા લાગ્યું.
છેવટે ગામલોકોએ એ વ્યંતરને રીઝવ્યો અને એનું મંદિર ચણાવીને એમાં એની સ્થાપના કરી, એની પૂજા રીજ થવા લાગી. લોકો તો એમ પણ કહેતા કે એ મંદિરમાં કોઈ રાત રહી શકતું નથી; રહેવાની જીદ કરે તો એ હેરાન હેરાન થઈ જાય છે.
મહાવીરને થયું: આ વાત સાચી હોય તો આવા આત્માનો ઉદ્ધાર કરવો ધટે–ભલે એમ કરવા જતાં ગમે તેટલાં કષ્ટ વેઠવાં પડે!
મહાવીર તો રાત એ મંદિરમાં જ રહ્યા. પણ પિલા યક્ષે એમને રાતભર કંઈ દુઃખ આપ્યાં, કંઈ દુઃખ આપ્યાં કે એનું વર્ણન સાંભળીનેય મન થરથરી જાય !
પણ મહાવીર તો સમભાવપૂર્વક બધું સહન કરવાનો નિશ્ચય કરીને જ ત્યાં રાત રહ્યા હતા. એમને મન તો જાણે કષ્ટોની વર્ષ અમૃત વર્ષ સમી બની જતી !
યક્ષ બિચારો કષ્ટ આપી આપીને થાક્યો, હવે તો જાણે એની કષ્ટ આપવાની બધી શક્તિ ખલાસ થઈ ગઈ!
યક્ષના અંતરમાં અન્યને કષ્ટ આપવાની વૃત્તિનું બધું ઝેર જાણે ભગવાને હસતે મુખે, સમભાવપૂર્વક, એ મહાકષ્ટો સહન કરીને ઉતારી લીધું–પેલા અંકોશિયા નાગની જેમ આ યક્ષને પણ પ્રભુએ સાવ નિવિષ બનાવી દીધો, દાસ બનાવી દીધો !
પ્રાતઃકાળે ઊગતા સૂર્યની સાક્ષીએ અસ્થિકથામ પ્રભુના આ પ્રભાવને અભિનંદી રહ્યું.
સૌને માટે કરણ ભગવાનને દીક્ષા લીધાને બીજું વર્ષ ચાલતું હતું. પ્રભુ બીજું ચતુર્માસ નાલંદમાં રહ્યા હતા; તાપસ ગોશાલક પણ ત્યાં જ ચતુર્માસ રહેલ. પ્રભુના સંસર્ગથી એનું મન પ્રભુની સાથે રહેવા લલચાયું, અને એ પ્રભુનો સાથી બની ગયો.
ગોશાલક પણ સંયમી તરીકેનું જીવન જીવતો; પણ કયારેક એને કોઈકની મશ્કરી કરવાનું મન થઈ આવે.
ભગવાનની સાથે રહેતાં ગોશાલકને પાંચેક વર્ષ વીતી ગયાં.
એકવાર ગોશાલક અને ભગવાન કૂર્મ ગ્રામે જઈ પહોંચ્યા. ત્યાં વૈશિકાયન નામના તપાસને ઉગ્ર તપસ્યા કરવા છતાં જટા વધારીને તાપને કારણે બહાર પડી જતી જૂઓને ફરી પાછી જટામાં મૂકતો, અને એ રીતે એમની અહિંસા કરવામાં કાળક્ષેપ કરતો જોઈને