________________
પુષ્પ અને પરાગ ભગવાન મહાવીરના જીવનના કેટલાક પ્રસંગો
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
સૌરભ બિચારી શું કરે? માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ સ્વર્ગે સંચર્યો. વીર વર્ધમાનનો માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી ગૃહત્યાગ નહીં કરવાનો નિયમ પૂરો થયો. સંસારત્યાગને માટે વર્ધમાનનું મન તાલાવેલી અનુભવી રહ્યું.
પણ મોટા ભાઈ નદીષણનું હેત વચમાં આવ્યું, અને મહાવીર બે વર્ષ ઘરમાં વધુ રોકાવાને કબૂલ થયા. માતાપિતાનાં હેત જળવ્યાં તો ભાઈનાં હેત કંઈ ઓછાં હતાં કે એને ઉવેખી શકાય? વિશ્વવત્સલ બનનાર કુટુંબવત્સલ બનવાનું કેમ ચૂકે?
પણું એ બે વર્ષની ઘરવાસ તો કેવળ જળકમળની ક્રિીડા જ બની રહ્યોઃ ઘરમાં રહે છતાં સદા ત્યાગી ને ત્યાગી! ખાનપાન પણ એવાં જ રસ-કસ વગરનાં લેવા લાગ્યા—જાણે ઘરને ઉગ્ર અને દીર્ધ તપવી જીવનની શાળા જ બનાવી જાણ્યું.
એ બે વર્ષની અવધિ પણ પૂરી થઈ પોતાનું ગણાય એવું ધન, ધાન્ય, રૂપ્ય, સુવર્ણ, હીરા, માણેક, રથ, અશ્વ, હાથી વગેરે બધું હસતે મોંએ, હોંશે હોંશે એક વર્ષ લગી દાનમાં અપાઈ ગયું.
વર્ધમાનનું વાર્ષિકદાન અમર બની ગયું. હવે તો દીક્ષાનો દિવસ આવી પહોંચ્યો. સ્વજનો સહુ ભેગાં મળ્યાં.
અંગ ઉપર સુગંધી દ્રવ્યો-ચંદન આદિ-નાં ઘેરાં ઘેરાં વિલેપન થયાં. મહામૂલાં સુગંધી દ્રવ્યોથી સુવાસિક જળના અભિષેક થયા.
ચારેકોર સૌરભ સૌરભ મહેકી રહી. કાયા તો જાણે મનોહારી સુગંધનો પુંજ બની ગઈ આત્માની સૌરભના જાણે એ મંગળ એંધાણ હતાં ! વિરવર્ધમાને અલિપ્ત ભાવે, કાયાની માયા વિસારીને, સ્વજનોને સંતુષ્ટ થવા દીધા. દીક્ષાયાત્રા નીકળી અને ઉદ્યાનમાં આવી પહોંચી.
મહાવીરે સર્વ વસ્ત્ર અને આભૂષણોનો ત્યાગ કર્યો. અને સંયમીનું જીવનવ્રત સ્વીકારીને એ ચાલી નીકળ્યા.
સ્વજનો કોઈ સાથે ન આવી શક્યા—સૌ આંસુભીની આંખે એ યોગીની વસમી વિદાયને વધાવી રહ્યા.
વસ્ત્ર, આભૂષણો અને સ્વજનો બધાંય પાછળ રહી ગયાં, પણ શરીરને વળગેલ વિલેપન અને અંતિમ અભિષેકની સૌરભ બિચારી કેવી રીતે છૂટી પડી શકે?
એ સાથે આવી અને ભગવાનને માટે આત નોતરતી આવી : ચારચાર મહિનાઓ લગી એ ભભક ભરી સૌરભના પ્રેર્યા ભમરાઓ અને બીજાં જંતુઓ ભગવાનની કાયાને ડંખતા રહ્યાં !
અને આવી ઊંચી સુગંધના ધારક સ્વામીને જોઈને યૌવનમાં મદમાતાં નરનારી ભગવાનને કંઈ કંઈ પરેશાનીઓ અને પૃચ્છાઓ કરવા લાગ્યાં ! પણ એમાં બિચારી સૌરભ શું કરે? પ્રભુ તો એ બધા પ્રત્યે સાવ ઉદાસીન હતા.
એમને મન તો કાયાની સૌરભે નોતરેલ આ કષ્ટો આમાની સૌરભને પ્રગટાવવાનાં અમોઘ સાધન બની ગયાં !
[; ૨:
વાદળનો અમર રંગ ! ભગવાનનો તેવીસમો પૂર્વભવ પ્રિય મિત્ર ચક્રવર્તીનો. ચક્રવર્તીના ભોગ-વિલાસની સામગ્રીનો કોઈ પાર ન હતો; અને ભોગ-વિલાસની વાસના તો જાણે હુતાશનની જેમ ભડકે બળતી હતી-જેટલું ભોગવો એટલું સ્વાહા, અને છતાં સંતૃપ્ત અને સંતપ્ત જ !
પણ વખત આવ્યે માનવીને વૈભવ-વિલાસનો અને વાસનાનો થાક લાગવા માંડે છે; અને ત્યારે જાણે માનવીનું મન પલટો લેવા માંડે છે.
ચક્રવર્તી પણ કંઈક એવા જ દિવસો અનુભવતા હતા ભોગ ભોગવે છતાં વાસના તો સદાય ભૂખીને ભૂખીજ !
૩૫.