________________
જૈન યુગ
એપ્રિલ ૧૯૫૯
એક મણકો ખાય ન બતાવ્યું
પાષાણુ િ
રિચય આ સૂપ પ્રકારના શિલ્પો * મુંબઈના એક જૈન દેરાસરના ચોકમાં છે. તે કાળમીંઢ જાતના, ભૂખરા જેવા રંગના એક પ્રકારના મજબૂત પથ્થરના છે. પથ્થરની જાડાઈ આશરે ત્રણ ઈંચની છે. શિ૯૫ નં. ૧ માં ઊંચાઈ ૩ ફુટ ૧૦ ઇંચ અને પહોળાઈ ૧ ફુટ ૪ ઈંચની છે. શિ૯૫ નં. ૨ માં ઊંચાઈ ૪ ફુટ અને પહોળાઈ ૧ ફુટ ૩ ઇંચની છે. દરેકમાં બબ્બે ચિત્રતક્તીઓ કોતરેલી છે; અને એમાં દેવવંદન-પૂજન અને ધર્મકથાશ્રવણને લગતા પ્રસંગો ઉપસાવી કાઢેલા છે. બન્ને શિલ્પો ઉપર સુવિસ્તૃત લેખો કોતરેલા છે.
પરંતુ દુ:ખ અને ખેદની વાત એ છે કે આપણું સુજ્ઞ કાર્યકર્તાઓને મન પણ આવા પ્રાચીન અવશેષો કે સામગ્રીનું મૂલ્ય જોઈએ તેવું તેમના હૈયે વસ્યું ન હોવાથી અથવા અન્ય ગેરસમજે અને વહેમાદિકના કારણે ઉપયોગી અને મૂલ્યવાન સામગ્રીને પણ અનુકૂળ સ્થળે સાચવી રાખવા જેટલો ખ્યાલ પણ તેમને આવતો નથી. પરિણામે અવશેષોનો વિધ્વંસ અને લેખોનો વિનાશ થાય છે. આ શિલ્પોની પણ એ જ દશા થઈ છે. શિલ્પ અને લેખ ખંડિત થયાં છે, એમાં ખાસ કરીને એક લેખ તો ઘસારાનો ઠીક ઠીક ભોગ બન્યો છે. શિલ્પ નં. ૧ નો પરિચય :
આ સ્તૂપના ટોચના કેન્દ્રભાગમાં પુષ્પમાળથી યુક્ત, ગ્રાસમુખ બતાવીને બન્ને બાજુએ ભારતીય સંસ્કૃતિ અને કલાના પ્રતીક સમા કમળદંડોથી કમાનાકાર બતાવ્યો છે. કમાન વચ્ચે શિખરાનુકરણ કરતો ઘાટ બતાવ્યો છે, અને ત્યારપછી બે ચિત્રાકૃતિઓની તકતીઓ છે.
પહેલી તકતીમાં જિન-તીર્થંકરનું દર્શન, વંદન, પૂજનના પ્રસંગો કંડારેલા છે. વચ્ચોવચ અર્ધપદ્માસનસ્થિત જૈન પ્રતિમા છે. તેને પાષાણુના ઉચ્ચાસન ઉપર બેસાડેલી
છે. છત્રયયુક્ત છે. બન્ને બાજુએ ચામરધારી ઇન્દ્રો છે. જમણી અને ડાબી બાજુએ ઉપાસકો છે. તેમાં ડાબી બાજુએ એક ઉપાસિકા બેસીને, હાથ જોડીને વંદન કરતી બતાવી છે; જમણી બાજુએ એક ઉપાસક પુષ્પોના ગજરા લઈને ઉભેલો બતાવ્યો છે.
બીજી તકતીમાં વચ્ચોવચ્ચે, આંતરરાષ્ટ્રીય આદર પામેલું અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિનું પુરાણકાળપ્રસિદ્ધ શ્રતાસન (ચાપડો) કે શાસ્ત્ર-પુસ્તકાસન બતાવ્યું છે. એની ઉપર શાસ્ત્રો પધરાવેલાં દેખાય છે. આપણી જમણી બાજુએ એક શ્રમણ-જેની ડાબી કાખમાં જૈન શ્રમણના પ્રતીકરૂપ ગણાતું અહિંસક રજોહરણ (ઓધો) છે. તેઓ પગ ઉપર પગ રાખીને બેઠા છે, તેમનો એક હાથ ટેકેલો છે અને જમણો હાથ ઊંચો કરીને જમણી બાજુએ બે હાથ જોડીને બેઠેલી શ્રમણોપાસિકાને ઉપદેશ આપી રહ્યા દેખાય છે.
બને તકતી વચ્ચેની પટ્ટી અને ચારેય બાજુની ફરતી જગ્યામાં લેખ કંડારેલો છે. શિ૯૫ નં.૨ નો પરિચય
આ સૂપનો ઉપરનો ભાગ ખંડિત છે. વિદ્યમાન ભાગને વેલપત્તીથી કંડાર્યો છે. પ્રથમ સ્તૂપની જેમ આમાં પણ બે તકતીઓ છે: એક મોટી અને એક નાની. ઉપરની મોટી તકતીમાં અર્ધપદ્માસનાલંકત સિંહાસનસ્થ જિનમૂર્તિ છે, જે ખંડિતા છે. બન્ને બાજુએ ચામરધારી દેવ-દેવી ઊભા છે.
નીચેની તકતીમાં પસ્થિત જૈન શ્રમણ-સાધુ પગ ઉપર પગ ટેકવીને, એક હાથને ટકાવીને બેઠા છે. જમણ હાથ પ્રવચનમુદ્રાનું આંશિક અનુકરણ કરતો બતાવ્યો છે. તેઓશ્રીની સામે હાથ જોડીને બેઠેલી શ્રમણોપાસિકાશ્રાવિકાને તેઓ ઉપદેશ આપી રહ્યા છે. બન્ને વચ્ચે શ્રુતાસન ચાપડાનું જ વ્યવધાન છે, જેના ઉપર શ્રુત પધરાવેલું છે.
* આ શિલ્પોનું પ્રથમ સ્થાન મુંબઈ વિકટોરીઆ મ્યુઝિયમના ક્યુરેટર અને મારા ધર્મરનેહી મિત્ર ડૉ. શ્રી શાંતિલાલ ઉપાધ્યાયે ખેંચ્યું હતું.
* સામાન્ય માણસો “ચાપડો' બોલવાને બદલે અપભ્રંશ કરી સાપડો' બોલે છે.