SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ (૪) નવૂÉતરજ઼િયાં દ્વીપટ્ટક્ષવિશેષયોઃ । (૨.૨૧૬) [જમ્મૂ શબ્દનો અર્થ મેરુ પર્વતમાંથી નીકળતી નદી, દ્વીપ અને વૃક્ષ એ પ્રમાણે થાય છે. ] ઉદાહરણ (મ) :—નદીના અર્થમાં :— तजाम्बवद्रवभवाऽस्य सुधाविधाम्बुजम्बुः सरिवहति सीमनि कम्बुकण्ठि ॥ नै. ११.८६ ૩ત્તરાર્ધ. [ તે જાંયુઓના રસથી ઉત્પન્ન થયેલી, અમૃત તુલ્ય જળવાળી જંબુ નદી તે દ્વીપની સીમામાં વહે છે. ] (५) गर्भः कुक्षौ शिशौ सन्धौ भ्रूणे पनसकण्टके । मध्ये नाव वरके ॥ नै. २.३०३ [ગર્ભ શબ્દ, કૂખ, નાનું બાળક, (નાટકમાં વપરાતી ગર્ભનામની) સન્ધિ, ગર્ભ, ક્સનો કાંટો, વચલો ભાગ અને મકાનનો અન્દરનો ભાગ એટલા અર્થોમાં વપરાય છે. ] ઉદાહરણઃ—શિશુ અને મધ્ય એ અર્થોમાં ઃ— अम्भोजगर्भरुचिराऽथ विदर्भसुभ्र स्तं गर्भरूपमपि रूपजितत्रिलोकम् । મૈં. ૨૮૦ [કમળના મધ્યભાગ જેવી સુન્દર દમયન્તીએ નાની ઉમરના છતાં રૂપથી ત્રણે લોકોને જીતનાર (તે મેધાતિથિ રાજાને વૈરાગ્યથી કઠોર રીતે જોયો]. આ શ્લોકમાં પહેલા ગર્ભ શબ્દનો અર્થ મધ્યભાગ થાય છે અને ખીજા ગર્ભરૂપ શબ્દ માટે અન્ન ૢિ રસ્તો ગાઁ ગમવમ્--અહીં પ્રશસ્ત (સુંદર) ગર્ભ (યુવાવસ્થાના પ્રારમ્ભવાળો ખાલક) એ અર્થમાં મહત્ત્વ શબ્દ વપરાયો છે—એ પ્રમાણે ટીકાકારે ખુલાસો કર્યો છે. (૬) શિવિમૂન રૃવાન્તરે (૨૧૨૭) [શિવિ શબ્દ ભૂર્જવૃક્ષ અને એ નામના રાજાના અર્થમાં વપરાય છે.] तत्तद्विरागमुदितं शिविकाधरस्थाः साक्षाद्विदुः स्म न मनागपि यानधुर्याः । नै. ११-१२ [પાલખીની નીચે રહેલા પાલખી ઊઁચકનારાઓ તે તે રાજા પ્રત્યેના દમયન્તીના વૈરાગ્યને (અણગમાને) પ્રત્યક્ષ રીતે જરાપણ જાણી ન શકયા. (માત્ર તે તે રાજાના પડી ગયેલા મુખથી જ તે વસ્તુનું તેઓ અનુમાન કરતા હતા]. આ શ્લોકમાં શિવિ શબ્દના ઉપર આવેલા એ ૧ એપ્રિલ ૧૯૫૯ અર્થાથી ભિન્ન એવો ત્રીજો અર્થ આવ્યો છે. શિવિ શબ્દના ભૂર્જ અર્થ ઉપરથી એમ અનુમાન નીકળી શકે કે પાલખી બનાવવામાં ભૂર્જ વૃક્ષનું લાકડું—તે વજનમાં હલકું હોવાના કારણે—કદાચ વપરાતું હશે. આ અનુમાન સાચું હોય તો મૂñ શબ્દ દ્વારા શિવિઘ્ન એ અર્થે આવી શકે. *ડમિનન: યુદ્ધે યુજવ્વલે સનમૂયામ્...... || ૪૬૬૬ [ અભિજન શબ્દ ઉચ્ચ કુળ, કુલધ્વજ અને જન્મભૂમિ એ અર્થમાં વપરાય છે. ] ઉદાહરણ :~>જન્મભૂમિના અર્થમાં :~ तस्यार्चनां रचय तत्र मृगाङ्कमौले स्तन्मात्र दैवतजनाभिजनः स देशः । नै. ११.५१ [હૈ દમયન્તિ ! ત્યાં ( ક્રૌંચદ્વીપમાં ) ચન્દ્રમૌલિ ( શિવ )ની તું પૂજા કર. તે દેશ, જે લોકોનો શિવ જ એક માત્ર આરાધ્ય દેવ છે તેવા લોકોની જન્મભૂમિ છે.] *તનૂસ્તુ | *||૪૨૨૧ || पुत्रे गरुति लोम्नि च [ તનૂરુહ શબ્દના અર્થ પુત્ર, પાંખ અને રૂવાંટી એ પ્રમાણે થાય છે. ] ઉદાહરણ :—પાંખના અર્થમાં :~~ अधुनीत खगः स नैकधा तनुमुत्फुल्लतनूरुहीकृताम् । नै. २.२ તે પક્ષીએ (હંસે) જેમાં પાંખો ઊંચી કરી છે એવા પોતાના શરીરને અનેક વાર હલાવ્યું. આ પ્રકારના ઉલ્લેખો ખૂબ જ અગત્યના છે. રાજશેખરસૂરિ વિરચિત પ્રબન્ધકોશાન્તર્ગત હરિહરકવિ પ્રબન્ધમાં શ્રીહર્ષના વંશમાં ઉત્પન્ન થયેલા હરિહર નામના કવિએ અમાત્ય વસ્તુપાલને નૈષધીયચરિતના શ્લોકો સંભળાવી પ્રભાવિત કરેલા અને મુગ્ધ બનેલા અમાત્ય વસ્તુપાલે હરિહર કવિ પાસેથી એક રાત માટે નૈષધીયચરિતની હસ્તપ્રત લઈ રાતોરાત તેની નકલ કરાવી લીધી એ પ્રમાણે ઉલ્લેખો છે. આ ઉલ્લેખો ઉપરથી ડૉ. સાંડેસરાએ અનુમાન કરેલું કે નૈષધીયચરિતને ગુજરાતમાં સર્વપ્રથમ લાવવાનું માન હરિહર કવિને ફાળે જાય છે. પરન્તુ ઉપર નોંધેલા મહેન્દ્રસૂરિએ ટાંકેલા નૈષધીયચરિતના ઉદાહરણો સ્પષ્ટ બતાવી આપે છે કે
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy