________________
જૈન યુગ
એપ્રિલ ૧૯૫૯
૪. તત્ત્વજ્ઞાન શબ્દથી સીધો અર્થ તો ફલિત એટલો જ થાય છે કે તે એક પ્રકારનું સત્યલક્ષી જ્ઞાન છે. પણ જીવન એ માત્ર જ્ઞાનમાં પરિસમાપ્ત નથી થતું. જ્ઞાન એ તો જીવનને દોરનાર એક ભોમિયા જેવું છે, અથવા આગળ પ્રગતિ કરવાના માર્ગ ઉપર પ્રકાશ પાથરનાર છે. જે તેને પરિણામે જીવનનો બીજો અને મહત્ત્વનો ભાગ જે નૈતિકતા છે તે ન ખીલે તો એ તત્ત્વજ્ઞાન વધ્ય બની રહે. તેથી નિષ્ઠાવાન તત્વજ્ઞો નૈતિકતા યા ચારિત્રની સાથે જ તત્ત્વજ્ઞાનનું મૂલ્યાંકન કરે છે.
છે. મને મારા અતિ અલ્પ અભ્યાસને પરિણામે પણ એવું જણાયું છે કે જુદી જુદી અનેક પરંપરાઓની વિચારસરણીઓ, એને પ્રગટ કરનારી પરિભાષાઓ અને એનાં વર્ગીકરણ ઘણી વાર ઉપર ઉપરથી પરસ્પર વિરુદ્ધ લાગે તોય એના મૂળમાં ઊંડા ઊતરતાં એમાં એક જાતનો સુસંવાદ જ રહેલો હોય છે. જે તત્ત્વજ્ઞ એ મૌલિક સંવાદી સૂરને પકડી લે તો એની આસપાસ બધી વિચારસરણીઓ યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે.