________________
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યા મન્દિરને ભેટ મળેલ
જ્ઞાન ભંડારનો પરિચય
પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ભારતના પ્રત્યેક સંપ્રદાયનો ફાળો છે. પ્રાચીન શ્રમણસંસ્કૃતિના બે મુખ્ય જાણીતા વિભાગો-જૈન અને બૌદ્ધ–એમનો હિસ્સો એમાં વિશિષ્ટ મહત્ત્વનો છે. વૈદિક અથવા હિંદુ, જૈન તેમ જ બૌદ્ધ સંપ્રદાયોએ એકમેક ઉપર ખૂબ અસર પાડી છે; અને આ તેમ જ બીજા અનેક નાના મોટા સંપ્રદાયના આચાર્યો કે પંડિતો ફક્ત પોતાના જ ધર્મના સાહિત્યનું નહિ પણ ભારતના પ્રત્યેક મુખ્ય સંપ્રદાયના સાહિત્યનું ઝીણવટથી અધ્યયન કરતા. આ રીતે જૈન કે બૌદ્ધ ગ્રન્થભંડારોમાંથી પુષ્કળ જૈનેતર કે બૌધેતર ગ્રન્થોની અમૂલ્ય હસ્તપ્રતો મળી આવી છે. વળી પ્રાચીન ગુર્જરદેશ હાલના ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનનો મોટો ભાગ–જેને આપણે માગુર્જરદેશના નામથી ઓળખાવીએ-તેની સાંસ્કૃતિક એકતા હતી અને સંસ્કૃતિના અભ્યાસ માટે, ખાસ કરીને ઈ. સ. ૧૦૦૦થી આજ સુધીના ઈતિહાસ માટે ભારતીય સંસ્કૃતિના પ્રત્યેક અભ્યાસીએ જૈન ભંડારોમાંથી મળતી પ્રચુર ગ્રન્થસામગ્રીનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.
એ રીતે છ હજારથી પણ વધુ હસ્તપ્રતોનો આ સંગ્રહ ખૂબ મૂલ્યવાન છે. એમાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, વ્રજ-હિંદી, તેમ જ મરાઠી ગ્રન્થ પણ છે. આમાં જૈન તેમજ બ્રાહ્મણ ગ્રન્થો પણ છે. જૈન આગમ સાહિત્ય, આચારાદિ ગ્રન્થો અને પ્રકરણ ગ્રન્થો ઉપરાંત જૈન તેમ જ જૈનેતર ચરિત્રો, કાવ્યો, થાઓનાટકો, સુભાષિતો, જયોતિષ, આયુર્વેદ, વ્યાકરણ, ન્યાયશેષિક આદિનાગ્રન્થો, સ્તોત્રો, સ્તવનો, મંત્રશાસ્ત્રના ગ્રન્થો, પુરાણોમાંના સંગ્રહગ્રન્થો, ગીતા, પિંગલ-ગ્રન્થો, કામશાસ્ત્રના ગ્રન્થો, તેમ જ ગુજરાતી જૈન અને જૈનેતર રાસ, ચોપાઈ સવૈયા, સજઝાય, ફાગ, સ્તવનો, પ્રભાતિયાં, બારમાસા, બત્રીસીઓ, પદ્યાત્મક તેમ જ ગઘાત્મક કથાઓ, ચરિત્રો, કાવ્યો, નાટકો, ઐતિહાસિક કાવ્યો, હરિઆલી, હમચડી, ઘૂઘરી જેવા કાવ્યપ્રકારો, વર્ણગ્રન્થો, વિજ્ઞપ્તિપત્ર, જૂના પંચાંગોના નમૂના, સંગીતની રાગમાલાઓ, સામુદ્રિક શાસ્ત્રના ગ્રન્થો, સ્વરોદય શાસ્ત્રના ગ્રન્થો, બોલપત્રો, દંડકો, આલાપો વગેરે છે.
ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિનો, તેના પદ્ય અને ગદ્ય પ્રકારનો છેલ્લાં લગભગ પાંચસો વર્ષોનો ક્રમબદ્ધ ઇતિહાસ આ સંગ્રહ રજૂ કરે છે. સ્તબકો-ટબાઓ એ મૂલ સંસ્કૃત અથવા પ્રાકૃત ગ્રન્થ સાથે એના શબ્દશઃ ગુજરાતી અર્થ રજૂ કરે છે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોની સંસ્કૃતમાં ટીકાઓ રચાતી તેવી જ રીતે ગુજરાતી બાલાવબોધો મળે છે. એક જ ગ્રન્થના અનેક સમયના રબાઓ અને બાલાવબોધો મળે છે, જેથી ભવિષ્યના અભ્યાસીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ગુજરાતી ભાષા અને તેની જુદી જુદી બોલીઓનો અભ્યાસ કરવો સુગમ થઈ પડે છે. આ જ રીતે એક જ ગ્રન્થ જેમ કે શાલિભદ્રસૂરિનો પ્રાચીન ગુજરાતીમાં સં. ૧૨૪૧ આસપાસમાં રચાએલો બુદ્ધિરાસ-એની અનેક સમયની જુદી જુદી પ્રતો મળે છે. આ પ્રકારની બીજી અનેક કૃતિઓ છે. આવી રીતે જુદા જુદા અગત્યના ગ્રન્થોની વિવિધ સમથની અને જુદાં જુદાં સ્થળોએ રચાએલી પ્રતો આ સંગ્રહમાં ભળવાથી પ્રતોમાં પાફેરનો તુલનાત્મક અભ્યાસ કરી ભાષાનો વિકાસ અને પરિવર્તન સમજી શકાય છે તેમ જ મૂળ ગ્રન્થની ભાષા અને પાઠ નક્કી કરવાં સુગમ થઈ પડે છે.
આ સંગ્રહમાંની મોટા ભાગની પ્રતો ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ગામો અને નગરોમાં લખાઈ છે. તેમ જ કેટલીક પ્રતો ક૭, મેવાડ અને મધ્ય ભારતમાં પણ લખાઈ છે. કેટલાંક એવાં પ્રાચીન નામો જે હાલના ક્યાં ગામ કે નગરનું નામ હશે તે ભવિષ્યના સંશોધનનો વિષય રહેશે. આ સંગ્રહમાં ઘણી પ્રતો દીવબંદર, ગોંડલ, વીરમગામ, પાટણ, અમદાવાદ, સ્તંભતીર્થ (ખંભાત), રત્નપુર, વડોદરા, સુરત, પોરબંદર, માંગરોળમાં લખાઈ છે. આ ઉપરાંત મળતાં કેટલાંક સ્થળનામો નીચે પ્રમાણે છે—ગંધારબંદર, જંબૂસર, સિદ્ધપુર, પાલણપુર, રાધનપુર, બાણીગામ, નૂતનપુર (નવાનગર), કુન્તલપુર મહા
* શ્રી પૂજ્ય જેનાચાર્ય લોંકાગચ્છાધિપતિ શ્રીન્યાયચંદ્છસૂરિજી તથા પૂજય શ્રી સ્વરૂપચન્દ્રજી મારક ભંડાર મહારાજના સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યા મન્દિરને યતિશ્રી હેમચન્દ્રજીએ તા. ૨૦-૨-૧૯૫૯ના રોજ ભેટ આપ્યો તેનો પરિચય.
૨૫