SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ મનુ ગમે તેટલો વિકાસશીલ દોષ હોય એને વિકાસ કરતાં કરતાં ત્યારે કાંઈક પોતામાં ઊપ ભાસે છે, ત્યારે તે કોઈ આવા પરિપૂર્ણ અને બાપી શુદ્ધ તત્ત્વને માની તેને અવલંબી તેની ઉપાસનામાં લીન થાય છે. પછી જે તત્ત્વ તેનાથી જુદું હોય કે શક્તિમ્પે તેનામાં જ પડ્યું હોય. પણ એની ઉપાસનાની ઝંખના એને ઉત્તમમિકામાં પ્રેરે જ છે. આવી ઉપાસનાઓ પણ માત્ર કલ્પનામાં નથી રહી. તે પણ પ્રયોગ ના આધનાની કસોટીએ ચડી છે અને તેનાં પણ પરિણામો બૂધી જ પરંપરાઓમાં લગભગ એકસરખાં નોંધાયાં છે. એટલે એમ કહી શકાય કે પરમાત્મતત્ત્વની માન્યતા એ માત્ર કલ્પનારૂપ નથી રહી; એ માનવજીવનના ઊંડા સ્તર સુધી સાકાર થઈ છે. તત્ત્વજ્ઞાન અને ધર્મનો સંબંધ તેમ જ વિચારોન્ક્રાંતિનાં કેટલાંક પાસાં તત્ત્વજ્ઞાનની પરંપરાઓનો સાધના તેમ જ ભરો પાસના સાથે સંબંધ થયો, અને તે તત્ત્વજ્ઞાન ધર્મ સાથે સંકલિત થઈ ગયું. ધર્મ એ મુખ્યપણે શ્રા અને સાધનાનું ક્ષેત્ર હોય છે. તેથી તેમાં જે જે તત્ત્વજ્ઞાનના મુદ્દાઓ સંકળાય તે પણ મોટે ભાગે શ્રદ્ધાના વિષયો બની જાય છે. એટલે જેટલું બળ પ્રોવિદ્યામાં આવશ્યક હોય છે તે ધર્મક્ષેત્રે રહેવા નથી પામતું. આને લીધે અનેક કલ્પનાઓ પ્રયોગ વિના પણ સિદ્ધાંતનું રૂપ લઈ લે છે. અને દરેક પરંપરાના વિચારો ઘણી વાર યુક્તિ થા તર્કને બન્ને જ વિચાર કરે છે. આ વિચારનાં પરિણામો પણ એકંદર ઉત્ક્રાંતિગાની જ ખાવેલાં દેખાય છે. જુદાં જુદાં ભારતીય શાસ્ત્રોમાં અનેક શબ્દયુગલો એવાં છે કે જે ઉપર સૂચવેલી વિચારોત્ક્રાંતિનાં સૂચક છે; જેમ કે લૌકિક અને લોકોત્તર, વ્યવહાર અને નિશ્ચય, સંસ્કૃતિ અને પરમાર્થ, હાર્દિક અને પરમાર્થિક, નેયાર્થ અને નીતાર્થ, માયા અને સત્ય ઈત્યાદિ. જ્યારે માત્ર ભૂતવાદ હતો ત્યારે એનું કોઈ વિશિષ્ટ નામ ભાગ્યે જ પડયું હશે. પણ આત્મવાદ અસ્તિત્વમાં આવતાં જ ભૂતવાદને શોકાયત મા વાર્ષિક વિષ્ણુ તરીકે ઊતરતું સ્થાન મળ્યું. અને આત્મવાદ લોકોત્તર યા અૌકિક ગણાયો. આત્મવાદ સ્થિર થયા પછી પણ એના સ્વરૂપ પરત્વે ઊંડાણુ કેળવાવું શરૂ થયું. જે લેશો, વાસનાઓ કે ૧ એપ્રિલ ૧૯૫૯ ળો ચૈતન્ય સાથે સંકલિત હોય તે સામાન્ય રીતે ચેતાના ભાગ જ ગણાય. પણ જૈન જેવી પરંપરાઓએ તારવ્યું કે ચેતનનું ખરું સ્વરૂપ એથી જુદું છે. એ વસ્તુ સ્પષ્ટ કરવા તેમણે કહ્યું કે રોજિંદા ક્બનનાં અનુભવાતું વાસનામિશ્રિત ચૈતન્ય એ અવતાર છે. નિયતિએ તો બૅનું સ્વરૂપ કલેશ-વાસનાઓથી સર્વથા મુક્ત છે. એ જ રીતે જ્યારે એમની સામે પ્રશ્ન આવ્યો કે જો એક પરમાણુ અવિભાજ્ય એવા આકાશખંડમાં રહેતો હોય તો અનંતાનંત અડો અને તેના રૂપો આકાશમાં સમાઈ ન શકે. આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કર્યો કે અવિભાજ્ય આાકારક્ષેત્રમાં એક પરમાણુ સમાય છે. એ વાત સાચી, પણ એ પરમાણુ બીજા અનેક અથવા અનંત પરમાણુઓને પણ પોતાના ક્ષેત્રમાં અવકાશ આપે છે. આ ઉપરથી પ્રશ્ન થયો કે અવિભાજ્ય કાશક્ષેત્રમાં એક પરમાણુ પણ સમાય અને પરમાણુઓનો સ્કંધ પણ સમાય, તો એ મૂળ પરમાણુ અને સ્કંધ એ વચ્ચે પરિમાણનો ભેદ શો રહ્યો? આના ઉત્તરમાં એ જૈન વિચારકોને વ્યવહાર અને નિશ્ચયદષ્ટિ મદદે આવી. તેમણે ખુલાસો કર્યો કે જે એક પરમાણુ તે નિશ્ચય પરમાણુ અને તે જ પરમાણના અધિષ્ઠાનક્ષેત્રમાત્રમાં સમાનો અનંતાણમય રહેધ એ વ્યવહારપરમાણુ. આ રીતે જડ અને ચેતનતત્ત્વમાં જેમ જેમ વિચારનું ૉંડાણુ વધતું ગયું અને પ્રથમની કલ્પનાઓમાં અસંગતિ દેખાવા લાગી તેમ તેમ વ્યવહાર અને નિશ્ચયની દષ્ટિનો આશ્રય લઈ તત્ત્વવિચાર ખીલતો ગયો. બુદ્ધે સ્થાયી કલ્પનો છેદ તો ઉડો જ હતો અને બાહ્ય તેમ જ આન્તર વિશ્વમાં ઢાણિક ધર્મોનું અસ્તિત્વ જ સ્થાપ્યું હતું. પણ એ જ બ પરંપરામાં ત્યારે એવો તબક્કો ખાળો કે તેમાં શ્રાદ્ધ ભૌતિક તત્ત્વનું અસ્તિત્વ જ નકારાયું ત્યારે એ વિજ્ઞાનવાદને બાહ્ય વિશ્વના થતા કન્ડિયગમ્ય અનુભવની માતાને ખુલાસો કરવાનો વારો આવ્યો. એણે તરત જ કહી દીધું કે ખાદ્ય વિષ એ સત્ય છે, પણ તે સ પારમાર્ષિક નથી; માત્ર સંસ્કૃતિસત્ય. સંસ્કૃતિ એટલે અવિદ્યાનું ઢાંકણુ. આ અવિદ્યાને લીધે જે ભાન થાય તે અવિદ્યાકાલીન સત્ય કહેવાય. આમ વિજ્ઞાનવાદે પોતાના ઉન્ત મા વિકસિત દર્શનને સ્થાપવા પરમાર્થસાયનો ભાશ્રય છો, બંને પોતાના જ સમાનધમાં ઇતર બૌદ્ધોની માન્યતાને સંસ્કૃતિસય કહી તેને પણ એક ખૂણામાં ગોઠવી.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy