________________
જૈન યુગ
૨
એપ્રિલ ૧૯૫૯
અને કર્મેન્દ્રિય એ ત્રિવર્ગને સાર્થક ઠરાવવામાં પણું ભારે મુશ્કેલી અનુભવવી પડી હોય તેમ દેખાય છે.
ભૌતિક તત્વોનાં સ્વરૂપ પર જે જે કલ્પનાઓ થતી ગઈ અને વિકસતી ગઈ તે કલ્પનાઓ પ્રયોગની કસોટીએ ચડેલી નહીં. બે કે અનેક કલ્પનાઓના પુરસ્કર્તા પરસ્પર ચર્ચા કરે; એક બીજાની કલ્પનામાં ત્રુટિ કે અસંગતિ બતાવે. બીજો પોતાના બચાવ ઉપરાંત પહેલાની માન્યતામાં અસંગતિ દર્શાવે. આમ તર્ક-પ્રતિતર્કના પરિણામે દરેક વાદી પોતાનાં મંતવ્યોમાં કાંઈક ને કાંઈક સુધારો કે ઉમેરો કરતો ગયો છે, પણ કોઈ ભૌતિકવાદી પરંપરાએ પોતાની કલ્પનાને પ્રયોગની કસોટીએ ચડાવી તેની સારાસારતા સિદ્ધ નથી કરી. જેમ છેલ્લાં ચારસો-પાંચસો વર્ષમાં વૈજ્ઞાનિકોએ ભૌતિક તત્વની પોતપોતાની કલ્પનાઓને અનેક પ્રયોગો દ્વારા કસવાનો પ્રયત્ન કર્યો છે, અને તેને પરિણામે અનેક જૂની માન્યતાઓ ભૂંસાઈ પણ ગઈ છે; નવી માન્યતા અસ્તિત્વમાં આવતી ગઈ છે, અને તે પણ પ્રયોગમાં સાબિત થાય તો જ ટકી રહે છે, નહીં તો માત્ર ઐતિહાસિક નોંધમાં જ એનું સ્થાન રહે છે, તેમ ભારતીય તત્વજ્ઞાનની ભૌતિક વિશ્વ પરત્વેની સેંકડો વર્ષોમાં ખેડાયેલી વિવિધ કલ્પના વિશે કયારેય બન્યું નથી તેથી આ કલ્પનાઓ આજે એ જ રૂપમાં સિદ્ધાન્ત કોટીમાં આવી શકે નહીં, અને છતાં એ તત્વજ્ઞાનનો એક ભાગ તો ગણાય જ છે. આનો અર્થ મારી દષ્ટિએ એટલો જ થઈ શકે કે તે તે ચિંતકો મળે તો વસ્તુના યથાર્થ દર્શનની શોધમાં જ પ્રવૃત્ત થયેલા. તેમનાં સાધનો તે કાળે પરિમિત, અને વૈજ્ઞાનિક પ્રયોગની દિશા તેમણે ઉઘાડી જ ન હતી. તેથી આજના વૈજ્ઞાનિક પ્રયોગોના સમયમાં એ કલ્પનાઓનું મૂલ્ય અવશ્ય સિદ્ધાન્તકોટિનું નથી જ, છતાં ઉત્કટ જિજ્ઞાસુઓના પ્રાથમિક અને દીર્ધકાલીન પ્રયત્ન રૂપે તો એનું ઐતિહાસિક મૂલ્ય છે જ. અહીં એ પણ નોંધવું યોગ્ય ગણાશે કે ભૌતિક તત્ત્વોની વિવિધ કલ્પનાઓ સાથે બૌદ્ધિક મૂક્ષ્મતા, તાર્કિક સચોટતાનો સંબંધ જોડી શકાય; પણ સૈકાલિક સર્વજ્ઞત્વ કે અબાધિત સ્વાનુભવનો સંબંધ જોડી ન શકાય. આ વિચારને વધારે સ્પષ્ટપણે સમજવામાં ઉપયોગી થઈ શકે એવો, એક લેખ હમણાં જ “પ્રસ્થાન” માસિકના ગત કારતક માસના અંકમાં “પરમાણુની ભીતરમાં' શીર્ષથી પ્રસિદ્ધ
થયો છે. એના લેખક છે ડૉ. અશ્વિન મ. ત્રિવેદી અને શ્રી મહેન્દ્ર દેસાઈ
ચેતનવિષયક માન્યતાની ભૂમિકાઓ હવે તત્વજ્ઞાનના બીજા વિષય ચેતન્ય ભણી વળીએ. વિચારકોને પહેલાં એમ તો લાગ્યું જ કે જ્ઞાન યા ચિતન્યશક્તિ એક વિશિષ્ટ વસ્તુ છે. પણ તેનું ભૌતિક તત્વથી નિરાળું અસ્તિત્વ તેમણે માન્યું નહીં. તેઓએ માન્યું કે, જેમ ભૌતિક તત્ત્વોમાં બાહ્ય ઇન્દ્રિયથી ગ્રહણ થઈ શકે એવા ગુણધર્મોનું અસ્તિત્વ છે, તેમ માત્ર મનથી જ ગ્રહી શકાય અને સમજી શકાય એવા જ્ઞાન કે ચૈતન્યગુણનું પણું અસ્તિત્વ છે–ભલે એ અસ્તિત્વ અમુક પરિસ્થિતિમાં જ દેખા દે. આ દૃષ્ટિએ તે ભૂતવાદી વિચારકોએ ચૈતન્યનું કેન્દ્ર ભૂતતત્ત્વોમાં માન્યું અને કહ્યું કે જીવન્ત દેહવિલય પામે ત્યારે ભૌતિક તત્ત્વો વીંખાઈ જાય, અને ચૈતન્ય પણ ત્યાં જ અસ્ત પામે. કોઈ પ્રાણી જન્મ લે ત્યારે તેના શરીરમાં કોઈ પહેલાંનું સ્વતંત્ર ચેતન્ય દાખલ નથી થતું, પણ નવા દેહ સાથે નવીન ચૈિતન્યશક્તિ નિર્માણ થાય છે. આજે આ ભૂતચેતન્યવાદ ભારતના સામાન્ય માનસપ્રદેશમાંથી જાણે સાવ સરી ગયો હોય તેમ લાગે છે. પણ એ વિચારના થરો તો સાહિત્યમાં અનેક રીતે નોંધાયા છે. આ વેતન્યવાદની પ્રાથમિક ભૂમિકાથી આગળ વધી બીજા વિચારકોએ ચેતન યા ચેતન્યનું ભૂતતત્ત્વોથી સ્વતંત્ર અને નિરાળું અસ્તિત્વ સ્થાપ્યું. આવા સ્વતંત્ર ચેતનવાદી અનેક પંથો અસ્તિત્વમાં આવ્યા. દરેકની દૃષ્ટિ એના સ્વરૂપ પરત્વે, ગુણધર્મ પર તેમજ વિકાસની પરાકાષ્ઠા પર જુદી જુદી ઘડાતી હતી. અંતે આ ચૈતન્યવાદી વર્ગમાંથી એક એવી દૃષ્ટિ પણ પ્રગટ થઈ કે જે અમૂર્ત જ્ઞાન યા ચૈતન્ય સિવાય બીજી કોઈ ભૌતિક વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન માનતી. આમ ચેતનતત્ત્વની બાબતમાં મુખ્ય મુખ્ય જે વિચારપ્રવાહો ચાલ્યા તેનેય ત્રણ ભાગમાં મૂકી શકાય. પહેલો ભાગ ભૂતચેતનવાદી, જેમાં ભૌતિક શક્તિઓ, ગુણધર્મો અને ચિતન્ય યા જ્ઞાનશક્તિ એ માત્ર ભૂતતત્વના કેન્દ્રમાં જ મનાયાં. આ ભૂતતાતવાદ થયો. બીજો ભાગ એ કે જેમાં ભૌતિક તત્ત્વોથી ભિન્ન સ્વતંત્ર ચેતનતત્ત્વોનું શાશ્વત અસ્તિત્વ મનાયું. ત્રીજો ભાગ એ કે જેમાં જ્ઞાન, ચૈતન્ય યા સંવેદ્ય અમૂર્ત તત્ત્વ સિવાય બીજી કોઈ ભૂત-ભૌતિક જેવી વસ્તુઓનું સ્વતંત્ર અસ્તિત્વ જ નહીં. આ રીતે પહેલો ભાગ અને
ચેતનાના ત્રણ
માં તે એક