________________
જૈન યુગ
12
એપ્રિલ ૧૯૫૦
ગમ્ય થવાની શક્યતા ધરાવે છે અને તે જગત સર્વ ચેતન માટે યા સઈ દ્રષ્ટાઓ માટે સાધારણ છે. અર્થાત ભૌતિક વિશ્વ યા તેની ઘટનાઓ એ કેવળ એક જ વ્યક્તિ દ્વારા ગમ્ય થઈ શકે તેવી નથી હોતી. તેથી ભૌતિક વિશ્વ પર અનેક ચિંતકો પોતપોતાની શક્તિ અને રુચિ અનુસાર અવલોકન તેમ જ ચિંતન કરતા રહ્યા છે. પણ આથી ઊલટું અધિદેવ યા ચિત્તત્વ વિશે છે. ચિત્ત એ આંતરિક તત્ત્વ છે. એનું સીધું અવલોકન કે ચિંતન એ માત્ર તે જ કરી શકે છે. # ચિત્ત યા # જીવનું સાક્ષાત નિરીક્ષણ યા ચિંતન એ 4 કે વ્યક્તિ કરી ન શકે. તેથી જીવ, આત્મા કે ચિત્ત પરત્વેનાં અવલોકનો યા અનુભવો એ દરેક વ્યક્તિનાં આગવાં હોય છે; ભલે એમાં પરસ્પરના વિચારવિનિમયથી સામ્ય દેખાય. ભૌતિક વિશ્વના નિરીક્ષણ વખતેય અનુભવ કરનારને પોતાના ચિત્તનું કાંઈક ને કાંઈક ભાન તો થતું જ રહે છે; પણ જ્યારે અનુભવિતા મુખ્યપણે અંતર્મુખ થઈ પોતાના આંતરિક સ્વરૂપનું અવલોકન કરે છે, ત્યારે એનું ભાન અને ચિંતન વધારે વિશાળ તેમ જ સ્પષ્ટ બને છે. અંતરિન્દ્રિયની યા મનની ગૂઢ શક્તિનો વિકાસ થયા પછી એની એવી પણ ભૂમિકા આવે છે કે જ્યારે તે સર્વ જીવાત્મા કે સર્વ ચિત્તતત્વના અધિષ્ઠાન યા અન્તર્યામી તત્ત્વનો વિચાર કરવા પ્રેરાય છે. અને તે જાણવા પ્રયત્ન કરે છે કે કીટપતંગથી મનુષ્ય સુધીની ચડતી ઊતરતી કક્ષાઓના ચેતનવર્ગમાં કાંઈ એવું છે કે જે વસ્તુસ્થિતિએ એક જ હોય યા સમાન હોય ? આ પ્રયત્ન છેવટે પરમાત્મા, ઈશ્વર કે બૃહતત્ત્વની શોધમાં પરિણમે છે. તત્ત્વજ્ઞાનને લગતો આ વિકાસક્રમ ભારતીય પરંપરાઓમાં કેવી કેવી રીતે વ્યક્ત થયો છે, તે હવે આપણે જોઈએ.
ભૌતક અણુવાદ ભૌતિક જગત પરત્વે આપણે ત્યાં મુખ્ય બે પરંપરાઓ છેઃ એક અણુવાદી અને બીજી પ્રકૃતિવાદી. અણુવાદીમાં પહેલાં ચાવકો આવે. તેઓ આખું જગત ભૌતિક તત્ત્વમય માનતા, અને એમાં ગ્રીક ચિંતકોની પેઠે, ચાર કે પાંચ મૌલિક તત્ત્વનો સમાસ કરતા. એ તત્ત્વોની સૂક્ષ્મતા પણ તે કાળમાં બહુ દૂર સુધી ગયેલી નહીં; ઈન્દ્રિયગમ્ય થઈ શકે એવાં ભૌતિક તત્ત્વો એ જ ઘણું કરી એમને મતે મૂળ અને પ્રાથમિક તત્વ હતાં. પણ કાંઈક નિરીક્ષણે અને
વિશેષે તો ક૯૫નાએ ચિંતકોને ઊંડાણું ભણી પ્રેર્યા. તેમણે કપ્યું અને સ્થાપ્યું કે વધારેમાં વધારે શક્તિ ધરાવનાર ઈન્દ્રિયો જે દેખી શકે તેથી પણ અતિસૂક્ષ્મ તે તે ભૌતિક અણુઓ હોવા જ જોઈએ. આ વાદ વૈશેષિક પરંપરારૂપે વિકસ્યો અને વૈશેષિકો અતીન્દ્રિય પરમાણુવાદ સુધી ગયા. તેમણે એ પણ કહ્યું કે પૃથ્વી, પાણી આદિ ભૌતિક તત્વોના અંતિમ પરમાણુઓ અતીન્દ્રિય છે, પણ તે પરસ્પર તદ્દન વિજાતીય છે. એટલે પાર્થિવ પરમાણુ કદી પાણી કે તેજ આદિરૂપ બદલાઈ ન શકે. આ વૈશેષિક વિચારધારાથી આગળ વધનાર અણુવાદીઓ પણ અસ્તિત્વમાં આવ્યા. તેઓની વિચારધારા વૈશેષિક કહેવાતી વિચારધારા પછી જ અસ્તિત્વમાં આવી કે પહેલાં યા સમાનાન્તર–એ કહેવું સરળ નથી. પણ એ વિચારધારા વૈશેષિક વિચારધારાથી વધારે સૂક્ષ્મ અને વધારે સત્યની નજીક છે, એટલું તો ચોક્કસ. આ વિચારધારા જૈન પરંપરામાં બહુ વિસ્તાર પામી છે. તેણે કહયું અને સ્થાપ્યું કે પાર્થિવ આદિ ભૌતિક પરમાણુઓ તે તે વ્યવહાર્ય ગુણધર્મને કારણે ભલે જુદા કહેવાતા અને માતા હોય, પણ મૂળમાં એ પરમાણુઓમાં કોઈ પાર્થિવત્વ આદિ સ્વતઃસિદ્ધ વિભાજક તત્વ નથી. પરિસ્થિતિ અને પરિવર્તનવશ જે પરમાણુ પાર્થિવ હોય તે સંયોગ બદલાતાં જલીય પણ બની શકે અને વાયવીય પણ. જેમ આ પરંપરાએ પરમાણુઓમાંના સ્વતઃસિદ્ધ વિભાજક તત્વને લોપી નાખ્યું, તેમ એણે સૂક્ષ્મતાની દિશામાં પણ બહુ જ વિશેષ પ્રગતિ કરી. વૈશેષિક પરંપરામાં મનાતો અંતિમ પરમાણુ જેની કલ્પના પ્રમાણે એક મોટો સ્કંધ યા અનંત અવિભાજ્ય પરમાણુઓનો સમુદાય બની ગયો. આ અણુવાદની પ્રક્રિયા એથીયે આગળ વધી. બૌદ્ધ પરંપરાએ પરમાણુ માનવા છતાં કહ્યું કે પરમાણુનો એવો અર્થ નથી કે કોઈ એક દ્રવ્ય સદા ધ્રુવ રહે અને તેમાં ગુણધમ રૂપાંતર પામતા જાય પણ એનો અર્થ એ છે કે એવું કોઈ ધ્રુવ પરમાણુ-દ્રવ્ય ન હોવા છતાં તેના ગુણધર્મોની પ્રતિસમય નવનવી બદલાતી ધારા ચાલ્યા જ કરે છે, એ અવિચ્છિન્ન ધારા તે જ દ્રવ એટલે પ્રવાહરૂપે વહેતી હોવાથી દ્રવ્ય કહેવાય છે. આમ બૌદ્ધ પરંપરાએ પહેલેથી મનાતા એક ધ્રુવ પરમાણુનો છેદ ઉડાડી તેના સ્થાનમાં પ્રતિસમય યા પ્રતિક્ષણ ઉદય પામતા નવનવા રૂપ, રસ આદિ ગુણધર્મોને જ પરમાણુ માન્યા. ટૂંકમાં ઉપર સૂચિત પરમાણુવાદને લગતી ચાર કલ્પનાઓ ભારતીય તત્વ
ચાર તો સદભાગમાં થઈ