________________
જેન યુગ
એપ્રિલ ૧૯૫૯
કુકડી અને કુકડીમાંથી ઈડાની માફક રાગ-દ્વેષ રૂપી ભાવકમથી દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ આ પ્રમાણે કર્મપ્રવાહની અવિચ્છિન્ન પરંપરા ચાલ્યા કરે છે. કર્મપ્રવાહના કારણે જન્મ, જરા, મરણ, આધિ-વ્યાધિ, ઉપાધિ, રોગ, શોક, સંતાપ, વગેરે દુઃખોથી ભરપૂર સંસારમાં પરિભ્રમણ પણ કાયમ અવસ્થિત રહે છે.
છે. આજે તો વિહાર કરીને સાધુઓ કોઈ શહેર અથવા ગામમાં પધારે, જિનાલય કે ઉપાશ્રયના અજાણ સાધુ કપાળમાં પીળો ચાંલ્લો દેખી રસ્તામાં મળતા અથવા દુકાને બેઠેલા શ્રાવકને પૂછે કે “ભાઈ! ઉપાશ્રય દેરાસર કઈ બાજુ આવ્યાં?' જવાબમાં પેલા ભાઈ કહી દે કે સીધા ચાલ્યા જાઓ, થોડું આગળ ચાલીને ડાબી બાજુ જે રસ્તો આવે તે રસ્તે વળી જશો” આજની લગભગ આ મનોદશા જ્યારે નયસારના જીવનની કેવી પ્રશંસનીય ઉદારવૃત્તિ! નયસારની વિનંતીથી સાધુ મુનિરાજે યોગ્ય નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી લીધી. બાજુમાં બેસીને સાધુ ધર્મની મર્યાદાને બાધ ન પહોંચે તે પ્રમાણે ગોચરી વાપરી. નયસાર તેમજ સેવકોએ પણ અટવી જેવા પ્રદેશમાં તપસ્વી મુનિવરની ભક્તિનો લાભ મળવા બદલ વારંવાર પરસ્પર અનુમોદના કરતાં કરતાં જમી લીધું. ભોજન થઈ ગયા પછી નયસાર પોતાના કોઈ સેવકને મુનિરાજ સાથે માર્ગ બતાવવા ન મોકલતાં “મને આવો ઉત્તમલાભ ક્યાંથી મળે? આ ભાવનાના યોગે પોતેજ મુનિરાજની સાથે ચાલ્યા રસ્તે ચાલતાં ચાલતાં મુનિવરે નયસારના આત્માની યોગ્યતા પારખી લીધી અને ધર્મોપદેશ શરૂ કર્યો.
માનવ જીવનને સફળ બનાવવા માટે શું કરવું જોઈએ?
મહાનુભાવ ! ઇન્દ્રિયના વિષયોની અનુકૂળતા પ્રતિકૂલતામાં સુખ-દુઃખની કલ્પના કરવી એ ભયંકર અજ્ઞાન ભાવ છે. ખરું સુખ આત્માના ગુણોની અનુકૂલતામાં જ છે. આત્મામાં પોતાના જ્ઞાન-દર્શન ચારિત્ર ગુણોના કારણે જે અનંત સુખ ભર્યું છે. તે અખિલવિશ્વના સમગ્ર ભૌતિક સુખને એકઠું કરવામાં આવે તો પણ આત્મિક સુખના એક અંશની તુલનામાં તે સુખ આવી શકે તેમ નથી. ભૌતિક સુખ જીવનમાં ગમે તેટલું પ્રાપ્ત થાય છતાં તે સુખ ક્ષણ વિનાશી છે. જ્યારે આત્મિક સુખ અવિનાશી છે. ભૌતિક સુખની પરાધીનતા આત્માનું અધઃપતન કરનાર છે જ્યારે આત્મિક સુખની સ્વાધીનતા આત્માનો ઉત્કર્ષ સાધનાર છે. આમ છતાં અજ્ઞાન વડે અંધ બનેલા આત્માએ આજસુધીના અનંતકાળ દરમ્યાન એ ભૌતિક સુખ માટે જ પુરુષાર્થ કરેલ છે. અને પોતાના જીવનને નિષ્ફળ બનાવ્યું છે. માનવ જીવન-આર્યક્ષેત્ર-પંચેન્દ્રિયની પૂર્ણતા વગેરે અનુકૂળ સાધનોની સફળતા ભૌતિક સુખની પ્રાપ્તિમાં નથી. મનુષ્યત્વ વગેરે માટેનાં સાધનોની સફજતા માર્ગોનુસારિતા પૂર્વકદાન શીલ ત૫–અને ભાવ વગેરે ચારે ય પ્રકારના ધર્મનું સુંદર આરાધન કરી સમ્યગ્દર્શન વગેરે સગુણોને પ્રાપ્ત કરવામાં છે. અનંતનો માલિક આત્મા કર્મસત્તાના કારણે માયકાંગલો બની ગયો છે. તેને અનંતનો પ્રભુ બનાવવાના પુરુષાર્થ. માં જ માનવ જીવન વગેરે સામગ્રી ધન્ય બને છે, કૃતકૃત્ય બને છે.
કર્મપ્રવાહની પરંપરાનું કારણ આત્મા અનાદિ છે, એનો સંસાર અનાદિ છે અને સંસારના કારણરૂપ કર્મસંયોગ પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. ચોરાશી લાખ છવાયોનિ અથવા ચારગતિમાં પરિભ્રમણ કરવું એ આત્માનો મૂલ સ્વભાવ નથી. એમ છતાં અનાદિકાલીન કર્મસત્તાના કારણે સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત પુકલ પરાવર્તન જેટલો કાળ આત્માએ પસાર કર્યો છે. હજુ પણ જ્યાં સુધી આત્માને આત્મસ્વરૂપનું ભાન નહિ થાય ત્યાં સુધી એ પરિભ્રમણ સતત ચાલુ રહેવાનું છે. કર્મના કારણે કોઈ પણ ગતિમાં જન્મ લેવો પડે છે. જન્મ લીધા બાદ શરીર અવશ્ય તૈયાર થાય છે, શરીરની પાછળ તે તે જાતિને યોગ્ય ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે. અને ઈન્દ્રિયો પ્રાપ્ત થયા બાદ તેને અનુકૂલ વિષયોની પ્રાપ્તિમાં સુખની કલ્પના અને પ્રતિકૂલ વિષયોની પ્રાપ્તિમાં દુઃખની કલ્પના ખડી થાય છે. સુખની કલ્પના આત્મામાં રાગ ભાવ પ્રગટ કરાવે છે. દુઃખની કલ્પના આત્મામાં ઠેષ ભાવ પ્રગટ કરાવે છે. અને એ રાગ દ્વેષ દ્વારા પુનઃ નવાં કર્મ બંધાતાં જાય છે. બીજમાંથી ફળ અને ફળમાંથી બીજની માફક, અથવા ઈશમાંથી
| મુનિરાજ અને ભાવિકાળના ભગવાન મહાવીર પણ વર્તમાનના નયસાર બન્ને ઉત્તમ આત્માઓ માર્ગે ચાલ્યા જાય છે. નયસાર મુનિરાજને દ્રવ્ય માર્ગ બતાવે છે. જયારે મુનિરાજ નયસારને ભાવમાર્ગ, મોક્ષમાર્ગ સમજાવે છે. ચાલતાં ચાલતાં મુનિરાજના મુખમાંથી ધમદેશની અમૃતધારા અખ્ખલિત ચાલી રહેલ છે. નયસાર પણ આજ સુધીના જીવનમાં કોઈ વાર નહિ પીધેલા એ