SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૧૪ એપ્રિલ ૧૯૫૯ અશાંતિ અને અવિશ્વાસનું સ્થાન પ્રગટયું. મહાપુરુષોના જીવન ચરિત્રો ફક્ત વાંચીને કે શ્રવણ કરીને જ સંતોષ માનવામાં કાંઈ વિશેષતા નથી. પરંતુ એ મહાપુરુષોના પ્રત્યેક જીવનપ્રસંગોનું ચિંતન-મનન કરીને આપણો જીવનપથ ઉજજવળ અને કલ્યાણકારી બને એ એનું મુખ્ય ફળ છે. નયસારના દિલમાં દાનધર્મની ઉદારભાવના નયસાર અને એના માણસો એક પંક્તિમાં ભોજન માટે બેસી ગયા. ભોજનની સામગ્રી પણ સહુને યથેચ્છ પીરસવામાં આવી. પરંતુ ભોજનનો પ્રારંભ થાય એ પહેલાં આપણું નયસારે પોતાના માણસોને સંબોધીને ઉચ્ચાર્યું કે “આવા નિર્જન પ્રદેશમાં આપણે ભોજન કરવા બેઠા છીએ, એટલે કોઈ સંત સાધુ-અતિથિ કે બ્રાહુણાની આશા ક્યાંથી રખાય! ઘરના આંગણે તો નયસારનો લગભગ એ નિયમ હતો કે કોઈ સંત સાધુના પાત્રમાં અથવા દીન-દુ:ખીના મુખમાં ભોજન આપ્યા સિવાય મુખમાં અન્ન ન નાંખવું” પણ આ તો જંગલ હતું, વિકટ અટવીનો પ્રદેશ હતો. આવા નિર્જન વનવગડાના સ્થાનમાં સંત સાધુ કે સુપાત્રની આશા ક્યાંથી રખાય ? છતાં હૈયામાં રહેલી એ સુંદર ભાવના તો જરૂર પ્રગટ થાય!હૈયું જરૂર અંતરમાંથી અવાજ આપે કે આજે કમભાગી છું જે સંત સાધુ અથવા કોઈ માનવ બંધુની સેવા વિના વાંઝિયું અન્ન ખાવાનો પ્રસંગ આવ્યો છે. આપણા નયસાર એ ભાવના ભાવી રહ્યા એટલું જ નહિ પણ કકડીને ક્ષુધા લાગેલી હોવા છતાં પાંચ-દશ મિનિટ ઉભા થઈ ચારેય દિશામાં કોઈ સંત સાધુની પધરામણી માટે પ્રતીક્ષા કરવા લાગ્યા. ઉત્તમ આત્માઓની ભાવનાઓ જેમ ઉત્તમ હોય છે. તે પ્રમાણે તેઓનું પુન્યબલ ઘણું ઉચ્ચકક્ષાનું હોય છે. અને એ પુન્યબલના પ્રભાવે તેમના ઉત્તમ મનોરથો પણ સહજ રીતે પૂર્ણ થાય છે. ચારે ય દિશામાં પ્રતીક્ષા કરી રહેલા ગ્રામમુખી નયસાર પણ ઉત્તમ આત્મા હતા. ભોજન કરતાં સાધુ સંતની ભક્તિ તેમને વધુ વહાલી હતી. તેમના પ્રબલ પુન્યોદયે અતિવિકટ અટવીના પ્રદેશમાં રસ્તો ભૂલી જવાના કારણે જાણે ચારે ય બાજુ માર્ગ શોધી રહેલા હોય તેવા તપસ્વી મુનિવરને દૂરથી દેખા. મુનિદર્શન થતાં નયસાર એ દિશામાં સામે ચાલી મુનિવરની પાસે પહોંચી તે પવિત્ર આત્માના ચરણોમાં ઝૂકી પડ્યા. મુનિવરે પણ “ધર્મલાભ 'ના મંગલ ઉચ્ચારણ દ્વારા શુભાશિષ સમર્પણ કર્યા. નયસારની વિનંતીથી મુનિવર સ્થાને અન્ય સેવકો ભોજનની તૈયારીમાં બેઠા હતા ત્યાં આવી પહોચ્યા. નયસાર તેમજ તેના સેવકોના હૈયામાં નિરવધિ આનંદ પ્રગટ થયો. ઘરના આંગણે સાધુ-સંતની ભક્તિનો લાભ મળતાં જે આનંદ પ્રગટે તે કરતાં આવા નિર્જન-વિકટ અટવીના પ્રદેશમાં સાધુ-મુનિવરની ભક્તિનો લાભ પ્રાપ્ત થતાં ઉત્તમ આત્માને જે આનંદ પ્રગટે તે અવર્ણનીય હોય. સર્વ સેવકોએ મુનિરાજને વંદન કર્યું એટલે મુનિરાજે પણ સર્વને ધર્મલાભ આપ્યા. | નયસારે કરેલ મુનિવરનું ભક્તિ-બહુમાન | મુનિવર યોગ્ય આસને બિરાજમાન થયા બાદ નયસારે તેઓને પૂછયું “કૃપાળ! આવા વિકટ પ્રદેશમાં આપ ક્યાંથી આવી ચઢ્યા?” મુનિવર બોલ્યા “મહાનુભાવ ! વિશાલ સાધુ સમુદાય સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરીને જતાં જરા પાછળ રહી જવાના કારણે માર્ગ ભૂલી જવાયો. માર્ગ શોધવા માટે પ્રયાસ કરવા છતાં જે ગામ જવું હતું તે ગામના માર્ગનો પત્તો ન લાગ્યો અને આ અટવી પ્રદેશમાં આવી પહોંચ્યો. હું માર્ગ ભૂલી ગયો અને અહીં આવી ચડ્યો. સુધાતૃષા વગેરે પરીસહો સહન કરવાનો પ્રસંગ મને પ્રાપ્ત થયો તેનું મારા દિલમાં જરા ય દુઃખ નથી, પરંતુ મારા સમુદાયના સાધુઓ મારી ચિંતા કરી રહ્યા હશે એ બાબતનું મારા દિલમાં દુઃખ છે.” નયસારે એ મુનિવરને કહ્યું “ગુરુદેવ! આપ યોગ્ય ભિક્ષાગ્રહણ કરી અમોને સુપાત્ર દાનનો લાભ આપો આપ માર્ગ ભૂલ્યાં અને આ અટવીમાં અનેક કાંટા કાંકરાનાં કષ્ટો સહન કરવાં પડ્યા એ યદ્યપિ ઠીક નથી થયું એમ છતાં અમારું તો આજે અહોભાગ્ય જાગ્યું કે આવા જંગલ પ્રદેશમાં આપ જેવા તારક પૂજ્ય મુનિવરના પવિત્રદર્શનનો અને સુપાત્રદાનનો અમોને લાભ મળ્યો. કૃપાળ ! આપ યોગ્ય ભિક્ષા ગ્રહણ કરો. આપની સાધુ ધર્મની મર્યાદા પ્રમાણે આપ આહાર વાપરવાનો ઉપયોગ કરી લો. અમો પણ ભોજન કરી લઈએ. પછી આપને જે ગામ જવું છે અને આપના સાધુઓ જે તરફ ગયા છે ત્યાં આપને અમો ભેગા કરી દઈએ.” | નયસારને મુનિવરે બતાવેલ ભાવ માર્ગ ગૃહસ્થ જીવનમાં સાધુ સંત પ્રત્યે કેવું બહુમાન અને અંતરનો આદર હોવો જોઈએ તેનું આ અનુપમ દૃષ્ટાન્ત
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy