SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ i૩ એપ્રિલ ૧૯૫૯ કલ્યાણમાર્ગનું દર્શન આપોઆપ થઈ જવાની સુભગ ઘડી આપણા માટે હાજર થાય. નયસારના સમયનો યુગ ભગવાન મહાવીર પ્રભુ, મહાવીરના ભવથી પશ્ચાનુપૂર્વીએ સત્તાવીશમા ભવમાં નયસાર નામે એ ગામના મુખી હતા. એ કાળે એ પ્રદેશમાં સંસ્કૃતિની સુવાસ સર્વત્ર પ્રસરેલ હતી. અહિંસા-કરુણા સત્ય-સદાચાર સંયમ તેમજ સેવાની ભાવનાઓ પ્રાયઃ હરકોઈ માનવના મનોમંદિરમાં વિદ્યમાન હતી. સ્વાર્થવૃત્તિ અને સંગ્રહખોરીની પિશાચિક ભૂતાવળથી પ્રત્યેક માનવ દૂર રહેવા સદાય જાગૃત રહેતો. દાનધર્મ, શીલધર્મ તપોધર્મ અને ભાવધર્મના પ્રવાહો અખલિતપણે તે અવસરે ચારેય બાજુ પથરાયેલા હતા. આવા સંસ્કૃતિમય સતયુગમાં માનવનો અવતાર મળવો એ પ્રબળ ભાગ્યોદય ગણાતો. કોઈપણ કાળ એવો નથી કે જયારે આ પૃથ્વી માનવ સંખ્યાથી સર્વથા રહિત હોય. પરંતુ સતયુગના માનવમાં અને કલિયુગનાં (ચોથા આરાના માનવમાં અને પંચમ આરાના માનવમાં) માનવમાં આભ ધરતી જેટલું અંતર હોય છે. સતયુગના સમયે માનવ સમુદાયના મનોમંદિરમાં માનવતાની જ્યોત જીવંત હોય છે. અને એ કારણે એ કાળના માનવ-કિંવા પશુ-પક્ષી વગેરે સર્વ નાના મોટા પ્રાણીઓ બહુલતાએ નિર્ભય તેમજ નિરાકુલ હોય છે, જ્યારે કલિયુગમાં તેથી વિપરીત રૂપે માનવ ગણાતા મનની મહેલાતમાં પાશવતાનો ઘોર અંધકાર જામેલો હોય છે. આવા સંજોગોમાં ભૌતિક વિકાસના ઓઠા નીચે માનવો-પશુ-પક્ષીઓ તેમજ અન્ય નાના મોટા પ્રાણીઓને નિર્ભયતા અને નિરાકુલતાના સ્થાને સદાય રાત્રિદિવસ સભયપણું અને એકધારી આકુળવ્યાકુલતા વળગેલી હોય છે. કોઈ વ્યક્તિ વિશેષ અપવાદ તરીકે નિર્ભય દષ્ટિગોચર થાય તો તે જુદી વાત છે. ગૃહસ્થજીવનને ઉપયોગી વસ્તુઓ માટે નાણાકીય વ્યવહાર કરવાનો બહુ ઓછો પ્રચાર હતો. તે સમયના ગૃહસ્થો સામાન્યરીતે જમીન જાગીરવાળા, પશુધનનું પાલન કરનારા અને શ્રમજીવી વર્ગને સુંદર આશ્રય આપનારા હતા. અનાજ, દૂધ ઘી, બળતણ તેમજ ઈમારતને ઉપયોગી સાધનો માટે 'પરાવલંબીપણું લગભગ ન હતું. આપણા નયસાર પણ એ ઉચ્ચકક્ષાના ગૃહસ્થ હતા. અટવી પ્રદેશમાં પહોંચ્યા બાદ શુષ્ક થયેલા વૃક્ષમાથી જરૂરી લાકડાં કાપવાનું કાર્ય પોતાના માણસો મારફત શરૂ થયું. મધ્યાહ્નનો સમય થતાં માણસોને ભોજન તેમજ ત્યાર બાદ થોડો સમય આરામ માટે આજ્ઞા થઈ. પોતાના માણસોને પોતાની સાથે એક પંક્તિમાં ભોજન માટે બેસાડ્યા “હું માલિક છું. આ મારા નોકરો છે” એવો ભેદ નયસારના ઉદાર જીવનમાં ન હતો, નયસાર એમ માનતા કે હું આ મારા માણસોની મદદથી સુખી છું. સેવકીના દિલમાં સદાય એ ભાવના હતી કે અમો અમારા માલિકના પ્રતાપે સુખી છીએ. શેઠ અને નોકર વચ્ચે આવો મીઠો સંબંધ આપણા દેશમાં પ્રાચીન કાળે ઘણી સુંદર હતો અને ઉભય વર્ગ પોતપોતાની ફરજમાં પરાયણ રહેતો હોવાથી સહુ કોઈના જીવનમાં શાંતિ હતી. ગ્રામમુખી નયસારના આત્મમંદિરમાં તો તીર્થંકર પદની યોગ્યતા વિદ્યમાન હતી. એટલે એમના જીવનમાં સેવકો પ્રત્યે આવી ઉદારતા ભરી કૌટુંબિક ભાવના અંગે શું આશ્ચર્ય હોય! ગ્રામમુખી નયસારનું સંસ્કારી જીવન નયસારની હયાતીનો યુગ સંસ્કૃતિના વિકાસનો હતો. નયસારનું જીવન પણ સંસ્કારની સૌરભથી મઘમઘતું હતું. ગૃહસ્થજીવન અને ઘરબાર માટે ઉપયોગી લાકડાંની જરૂરિયાત હોવાથી પોતાના માણસો સાથે ગ્રામમુખી નયસાર ભોજન વગેરે સામગ્રી સહિત એક અવસરે નજીકના કોઈ જંગલ પ્રદેશમાં પહોંચ્યા. આપણા દેશની પ્રાચીન પ્રણાલિકા તરફ દૃષ્ટિ કરીએ તો તે કાળે નોકર-ચાકર પ્રતિ પ્રાચીન કાળની કૌટુંબિક ભાવના આપણું સુપ્રસિદ્ધ કલ્પસૂત્રના મૂળમાં સેવક કિંવા નોકરવર્ગ માટે કૌટુંબિકપુરુષ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. સિદ્ધાર્થરાજા જ્યારે સેવકને બોલાવવાની જરૂર પડે છે અને બોલાવે છે તે પ્રસંગમાં "तएणं सिद्धत्त्येण राया कोटुंबिय पुरिसे सद्दावेई" આવા વાક્યના ઉલ્લેખો છે. આપણા દેશમાં જ્યાં સુધી નોકર-ચાકરો પ્રતિ શ્રીમંતવર્ગના દિલમાં કૌટુંબિક ભાવના હતી ત્યાંસુધી નોકરિયાત ધારો, સામ્યવાદ કે સમાજવાદને સ્થાન નહતું. પરંતુ નોકર–ચાકર પ્રતિ શ્રીમંતવર્ગની કૌટુંબિક ભાવનામાં જયારથી પરિવર્તન થયું. અને નોકરિયાત વર્ગ પણ પોતાને કર્તવ્યથી પોતાની વફાદારીમાંથી ક્રમશઃ શિથિલ થતો ગયો ત્યારથી જુદા-જુદા ધારાઓ અને વાદોનો પ્રારંભ થયો. અને ઉભય વર્ગમાં શાંતિ તેમ જ વિશ્વાસના સ્થાને
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy