SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ ૧૯૫૯ જૈન યુગ ૧૨ આમ શતા માલિક છે. રાદિ સંયોગ ભગવાન મહાવીરનો આત્મા ભૂતકાળમાં સંસારીજ હતો બીજી એક વિશેષતા એ છે કે જેમ જીવ એ ત્રણ કાળમાં અજીવ થતો નથી અને અજીવ જેમ જીવ થતો નથી. તેમ છવમાં પણ જે અભવ્યજીવ છે તે સદાને માટે અભવ્ય છે. કોઈપણ કાલે અભવ્ય ભવ્ય થતો નથી. તેમ ભવ્ય અભવ્ય થતો નથી. જાતિભવ્ય માટે પણ આજ વ્યવસ્થા છે. અભવ્યપણું જાતિભવ્યપણું કે ભવ્યપણું એ અનાદિ પારિણામિક ભાવો છે. એ અનાદિ પરિણામિક ભાવમાં પરિવર્તનની શક્યતા નથી. આટલી વાત તો પ્રાસંગિક જણાવેલ છે. આ પ્રાસંગિક જણાવલ બાબત ઉપરથી એક નિર્ણય થાય છે કે કોઈ પણ પરમાત્મા ભલે પછી ભગવાન મહાવીર હોય કે બીજા કોઈ હોય પરંતુ તેમનો આત્મા પરમાત્મદશા પ્રાપ્ત થવા અગાઉ અનાદિસંસારમાં જીવાત્મા રૂપે વિદ્યમાન હતો અને એ પરમાત્માના આત્માને પણ આ સંસારી અવસ્થામાં અનંત જન્મમરણની પરંપરાનો અનુભવ થયો હતો. પરમાત્મદશા અથવા સિદ્ધાવસ્થામાં વર્તમાનકાળે વિદ્યમાન અનન્ત આત્માઓ પૈકી એક પણ એવો આત્મા નથી કે જેને ભૂતકાળમાં સંસાર પરિભ્રમણ અને જન્મ મરણની પરંપરા તેમજ કામક્રોધાદિની વાસનાઓ ન વર્તતી હોય. આધ્યાત્મિક વિકાસના પ્રારંભની અપેક્ષાએ છે. જે જન્મમાં પોતાને પોતાના આત્મવરૂપનું ભાન થાય છે; “હું અનન્ત ઐશ્વર્યનો માલિક છતાં કર્મની પરાધીનતાના કારણે પામરનો પામર બની ગયો છું. હું જુદો છું. શરીર જુદું છે. મારું સ્વરૂપ ભિન્ન છે. શરીરાદિ સંયોગી પદાર્થોનું સ્વરૂપ ભિન્ન છે. હું ચૈતન્યસ્વરૂપ છું. શરીરાદિ પદાર્થો અચેતન સ્વરૂપ છે.” આવો અભૂતપૂર્વ પ્રકાશ આત્મામાં જે પુન્ય ઘડીએ પ્રગટ થાય છે. અને આજ સુધી ભૌતિક સુખ તથા તેનાં સાધનો તરફ જે રુચિ હતી તેને બદલે અંતરંગ સુખ અને તેનાં સાધનો તરફ ત્યારે અભિચિ પ્રગટ થાય છે. એ આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ ગણાય છે. એ પ્રારંભિક વિકાસનું નામ સમ્યગદર્શન છે. એ સમ્યગદર્શનની જે ભવમાં જે આત્માને પ્રાપ્તિ થાય ત્યારથી તેના જીવનની કિંવા ભવોની ગણતરી ગણાય છે. તે પહેલાંનું જીવન બાહ્યવિકાસથી ગમે તેટલું ભરપૂર હોય કે રહિત હોય પણ તેની કશી ગણતરી નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથીજ ભવની ગણતરી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ માટે પણ આ જ વ્યવસ્થા સમજવાની છે. આ પરિસ્થિતિમાં ભગવાન મહાવીરના આત્માને આમિકવિકાસનો પ્રારંભ ક્યારે ક્યા ભવમાં કેવા સંજોગોમાં થયો? વિકાસનો પ્રારંભ થયા બાદ એકધારો આધ્યાત્મિક વિકાસજ ચાલુ રહ્યો કે તેમાં ઉત્સાનિત–અપક્રાન્તિના પ્રસંગો પણ પ્રાપ્ત થયા? વગેરે જાણવા માટે એ પ્રભુના ભૂતકાલીન છેલ્લીશ ભવો અને તેમાં પણ પ્રથમ ભવ તરફ સિંહાવલોકન કરવાની ખાસ જરૂર છે. જૈન શાસનમાં વર્તમાન અવસર્પિણી કાલે આ ભરત ક્ષેત્રમાં થયેલા ચોવીશતીર્થકર ભગવંતો પૈકી પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવપ્રભુના તેર ભવ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના દશ ભવ, બાવીસમા તીર્થંકર નેમિનાથ પ્રભુના નવ ભવ વગેરે ભવોની સંખ્યા જેમ પ્રસિદ્ધ છે, તે પ્રમાણે ભગવાન મહાવીર પ્રભુના સત્તાવીશ ભવની પણ પ્રસિદ્ધિ છે. કોઈપણ આત્માના અનન્ત ભવો છતાં તેર, દશ, નવ અથવા સત્તાવીશ વગેરે ભવાની જે પ્રસિદ્ધિ છે તે સમ્યગ્દર્શન એ પરમાત્મદશાનું બીજક છે. જ્યાં સુધી–આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિ ન થાય અને એ અનુપમગુણની પ્રાપ્તિ દ્વારા આત્માને સ્વસ્વરૂપના ભાવ સાથે નિસ્વરૂપની અભિલાષા ન પ્રગટે ત્યાં સુધી એ સ્વ-સ્વરૂપના આવિર્ભાવ માટે અનુકૂળ પુરુષાર્થ પણ ન થાય. એ સમજી શકાય તેવી વાત છે. આજના ભૌતિકવાદના ભીપણ કાળમાં ભૌતિક સુખના પોષણ માટે કેટલો પુરુષાર્થ ચાલી રહ્યો છે? અને આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ માટે મોટાભાગનું જગત કેવું શૂન્ય બની ગયું છે? તે આપણાથી અજાણ્યું નથી. આપણી પોતાની પણ પ્રાયઃ એ જ દશા છે. આ અનંતકાળના અવળી દિશાના વહેણ સમ્યગદર્શન ગુણ પ્રગટ થયા સિવાય કોઈપણ આત્માને પલટાતાં નથી. અને એ કારણેજ સમ્યગદર્શનને પરમાત્મદશાના બીજક તરીકે મહાપુરુષોએ વર્ણવેલ છે. આપણા શાસનપતિ શ્રમણભગવાન મહાવીર-પ્રભુના આત્માને કયા ભવમાં અને કેવા સંજોગોમાં એ સમ્યગદર્શન પ્રગટ થયું? તે બાબતે સંક્ષેપમાં આપણે વિચારીએ અને સાથે સાથે તેનું ચિંતન-મનન કરવા પૂર્વક આપણે પણ એ માર્ગે ચાલવાનો પ્રયાસ કરીએ, તો આપણા આત્મમંદિરમાં એ સમ્યગ્દર્શનનો સૂર્ય ઉદય પામે. અનંતકાળનો ભાવાંધકાર વિનષ્ટ થઈ જાય અને નિર્મળજ્ઞાન પ્રકાશના યોગે આપણા
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy