SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ॥णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स ॥ પ્રથમ નયસારનો ભવ યાને ભગવાન મહાવીર બનવાના પુન્યસમયનો પ્રારંભ -~ ~પૂ. આચાર્ય શ્રીવિજયધર્મસૂરિજી મહારાજ છવામાં એ જ પરમાત્મા સર્વનયશુદ્ધ સનાતન જૈન શાસનના મંતવ્ય પ્રમાણે પરમાત્મદશાએ પહોંચેલા કોઈપણુ આત્મા અનાદિથી પરમાત્મા નથી હોતા. પરંતુ સંસારી જીવાત્મા સમ્યગદર્શન જ્ઞાનચારિત્રની ક્ષાયિકભાવે આરાધના કરવા દ્વારા પરમાત્મદશા પ્રાપ્ત કરે છે. સર્વથી પહેલો કોણ આત્મા પરમાત્મા થયો ? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાહની અપેક્ષાએ પરમાત્મા અનાદિ છે એ વાત જેમ યથાર્થ છે તેમ વ્યક્તિની અપેક્ષાએ જીવાત્મા (સંસારી આત્મા) એ જ પરમાત્મા થાય છે એ વાત પણ એટલી જ બરાબર છે. “પરમાત્મા એ અનાદિથી પરમાત્મા જે છે અને જીવાત્મા એ સદાય જીવાત્મા જ રહે છે” એવું કોઈ દર્શનકારનું કથન કેટલે અંશે સત્ય છે ? તે ઘણું વિચારણીય છે. અભવ્યાતિભવ્ય અને ભવ્ય શ્રમણ ભગવાન મહાવીર, મહાવીરના ભાવમાં પરમાત્મા–તીર્થંકર-દેવાધિદેવાયાવત સિદ્ધ બુદ્ધ મુક્ત નિરંજન નિરાકાર થયા. પરંતુ એ ભગવાન મહાવીરનો આત્મા અનાદિ કાળની અપેક્ષાએ તો આપણા જેવો કર્મના આવરણવાળો અશુદ્ધ, સંસારવતિ ચોરાશી લાખ છવયોનિ કિંવા ચારગતિમાં પરિભ્રમણ કરનાર જીવાત્મા હતો. અખિલ વિશ્વમાં વર્તતા અનંત છવાભાઓ પૈકી અમુક આત્માઓ એવા હોય છે કે જેમનો જીવાત્મા પરમાત્મદશા અને તેનાં અંતરંગ સાધનો સભ્ય દર્શન વગેરે સગુણ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય છે. આવા જીવાત્માઓને અભવ્યના નામથી જૈન શાસનમાં સંબોધવામાં આવ્યા છે. અમુક છવાભાઓમાં પરમાત્મદશા અને તેના અંતરંગ સાધનો સમ્યગ્દર્શન વગેરે સદ્ગુણ પ્રાપ્ત કરવાની યોગ્યતા હોવા છતાં પંચેન્દ્રિયપણું, મનુષ્યત્વ, વિચારશક્તિ અને તેને લાયક બહિરંગ સાધનો પ્રાપ્ત થતાં નથી. જેથી પરમાત્માપદની યોગ્યતા છતાં અનાદિ-અનંતકાળ પર્યત પરમાત્મદશાથી એ જીવાત્માઓ વંચિત રહે છે. એવા પ્રકારના આત્માઓને “જાતિભવ્ય કહેવામાં આવ્યા છે. અને જે જીવાત્માઓમાં પરમાત્મદશા તેમજ તેનાં અંતરંગ સાધનો સમ્યગદર્શન વગેરે પ્રાપ્ત કરવાની યોગ્યતા હોવા સાથે, બાદરપણું ત્રાસપણું પંચેન્દ્રિયપણું વિચારશક્તિ મનુષ્યત્વ વગેરે બહિરંગ વિકાસક્રમની પણ યોગ્યતા છે તેવા આત્માઓને ભવ્યાત્મા’ના નામથી સંબોધન કરવામાં આવેલ છે. ભવ્યાત્મા હોય તે જ પરમાત્મા થાય બીજમાં ઉદ્ગમ શક્તિનો જે અભાવ હોય તો કાળી માટી તેમજ પાણી વગેરે વિપુલ સાધનો મળવા છતાં ફળ પ્રાપ્તિ નથી થતી. બીજમાં ઉદ્ગમ શક્તિ હોવા છતાં ઉદ્રમશક્તિના વિકાસ માટે બાહ્ય સાધન માટી તેમજ પાણીનાં યથાયોગ્ય સાધનો ન મળે તો પણ એ ઉદ્ગમશક્તિ ફળસ્વરૂપે પ્રગટ થતી નથી. બીજમાં ઉતમ શક્તિ હોય અને સાથે એ શક્તિના વિકાસમાં સહાયક અનુકૂળ બાહ્ય સાધનો હાજર હોય તો તો બીજમાં વર્તતી શક્તિ ફળસ્વરૂપે પ્રગટ થતી પ્રત્યક્ષ અનુભવાય છે. જીવાત્મા માટે પણ આ જ વ્યવસ્થા છે. અભવ્ય જીવાત્મામાં ઉદ્રમશક્તિનો જ અભાવ છે. તેથી તે અભવ્ય આત્માઓ મનુષ્યત્વ, વિચારશક્તિ, દેવ ગુરૂની સામગ્રી વગેરે અનુકૂલ બાહ્ય સાધનો મળવા છતાં ઉમશકિતનો અભાવ હોવાથી પરમાત્મદશાને પ્રગટાવી શકતા નથી. જાતિભવ્યમાં ઉદ્મશકિત છે. પણ ભવિતવ્યતાના કારણે મનુષ્યત્વ વગેરે શક્તિવિકાસનાં બાહ્ય સાધનો તેને મળતાં નથી. જ્યારે ભવ્યાત્માને ઉદ્રમશક્તિનું અસ્તિત્વ હોવા સાથે રહેલા મોડા પણ મનુષ્યત્વ વગેરે વિકાસનાં સાધનો પ્રાપ્ત થાય છે. અને તેથી તે ભવ્યાત્મા પરમાત્મદશાએ પણ વહેલો મોડો અવશ્ય પહોંચે છે. ૧૧
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy