________________
સ મા ચાર
શ્રેષ્ઠ પુસ્તકો માટે પાસ્તોષિક
૧૯૫૭-૫૮માં મુંબઈ રાજ્યમાં ગુજરાતી ભાષામાં નાટક, નવલકથા, વિવેચન, ભાષાશાસ્ત્ર વગેરે વિષયને લગતાં શ્રેષ્ઠ પુસ્તકોને મુંબઈ રાજ્ય તરફથી પારિતોષિકો અપાયાં. તેના લેખકોમાં પં. સુખલાલજી, ડૉ. ભોગીલાલ સાંડેસરા શ્રી ચુનીલાલ મડી, શ્રી વસંત જોધાણી વગેરેનો સમાવેશ થાય છે.
સાહિત્ય અકાદમી
સાહિત્ય અકાદમીએ સને ૧૯૫૮માં રાજ્યા. લેખસંગ્રહ ' પ્રકાશિત કરેલ છે, જેના પુ પ ઉપર શ્રી મહાવીરસ્વામીને ન નૈતિના દર્શાવ્યા હોવાથી એ બાબ ત્તમાં શ્રી ખેતામ્બર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ તરફથી અકાદમી સાથે પત્રવ્યવહાર થતાં તા. ૧૯-૩-૧૯૫૯ ના પત્રદ્રારા જણાવવામાં આવેલ છે કે “ આ વાય હિંદી તથા અન્ય ભાષાઓના અનુવાદોમાંથી કાઢી નાખવામાં આવશે. તેમજ આ પ્રમની હવેની મરાઠી ત્તિમાં પણ આ વાક્ય પ્રકટ કરવામાં નહિં આવે. શ્રી શિક્ષા-સ્મૃતિ સમારોહ
k
શ્રી જૈન સાહિંય પ્રકારાન મન્દિર દ્વારા ના, ૭-૩-૧૯૫૯ નારીજ મુંબઈમાં સંકરભાઈ હૉલમાં શ્રી શિક્ષાસ્મૃતિ સમારોહ મધ્યપ્રાંત અને મુંબઈ પ્રાંતના પૂર્વ રાજ્યપાલ શ્રી મંગળદાસ પાસાના પ્રમુખસ્થાને ઉજ્વર્યો હતો. અતિથિવિશેષ મા ાપવિધાન પરિષદના અધ્યક્ષ શ્રી ભોગીલાલ લાલા હતા. આ પ્રસંગે મુખ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજ, પુન્ય મુનિશ્રી જયાનંદવિજયજી આદિ મુનિવરો તેમજ ભિન્નભિન્ન ક્ષેત્રની અનેક અપ્રગણ્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી. સમારોહના પ્રારંભમાં શ્રી ધનશ્યામ જોષી, શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી ગણપતિશંકર દેસાઈ નધા રવ. ફાધર જે. એસ. વિલિયમ્સનાં મનનીધ પ્રવચનો થયા બાદ સાહિત્યવારિધિ શતાવધાની પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહે વિનંતી કરતાં જૈન શિક્ષાવલી'ની પ્રથમ શ્રેણીનાં બાર પુસ્તકોની પ્રકાશનવિધિ શ્રી મંગળદાસ પાસાએ કરી હતી. ત્યારબાદ શ્રી ધીરજલાલભાઈ એ છેલ્લા બે વર્ષમાં સિૉ કરેલ અનુપ વધાનના પ્રયોગો કર્યાં હતા. શ્રી મૂળર્ચકર વ્યાસે અતીન્દ્રિય જ્ઞાનના પ્રયોગો કર્યા હતા.
*
સં ક લ ન
વસન્ત વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સર્વે માર્ચ માસમાં વસન્ત વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ યોજયો હતો. વ્યાખ્યાતાઓમાં ડૉ. ઉમાકાન્તભાઈ શાહ, શ્રી ગગનવિહારી મહેતા, શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી નવલભાઈ શાહ, શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી ગૌરીપ્રસાદ ઝાલા અને શ્રી ઉષાબહેન મહેતા હતા. તે ઉપરાંત નૃત્યપ્રયોગો દ્વારા મણુિપુરી નર્તનની સમજુતી આપતું એક સંસ્કાર સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. નૃત્યપ્રયોગો ઝવેરીભગિનીઓએ રજૂ કર્યાં હતા.
શ્રી વિનોબાજીનો મહત્વનો અભિપ્રાય
“ પંડિતો ગમે તે માને કે લખે, . તેમની સાથે ચર્ચામાં ઊતરવા નથી માંગતો; પણ નિ:સંશયપણે કહું છું કે ભગવાન મહાવીર કદાપિ માંસાહાર કરે નહીં. જો ભગવાન મહાવીરમાં સહેજ પણ ક્ષતિ હોત તો જૈન સમાજ જેવો પાર્કો નિરામિષાહારી સંધ ઊભો કરવાનું મહાન કાર્ય તેઓ કરી ન શકત.
33
પાટણની શ્રી હેમચન્દ્રાચાર્ય સભા તરફથી તાજેતરમાં પ્રગટ થયેલ શ્રી રતિલાલ મદાભાઈના “ ભગવાન મહાવીર અને માંસાહાર ” નામક પુસ્તકની પ્રસ્તાવનામાં ઉપરોક્ત અભિપ્રાય દર્શાવવામાં આવેલ છે.
પ્રતિમાજી નીકળ્યા
ઉજ્જૈન (મધ્યપ્રદેશ)માં છોહાર નિમિત્તે ખોદકામ કરતાં છ મૂર્તિઓં તથા ૧ અર્ધું પર્રિકર નીકળેલ છે. તેમાં ૩૩ ઈંચની એક શ્રી પદ્મપ્રભુની પ્રતિમા વિ. સં. ૩૨૪માં પ્રતિષ્ઠિત થઈ હોય તેવો ઉલ્લેખ હોવાનું રાય છે.
સુશોભિત કાષ્ટ દેરાસર
રાધનપુરના સાગરગઢના ભોંયરામાંથી એક સુંદર કારીગરીવાળું તાંબા તથા સોનાથી મઢેલું નાજુક સુશોભિત કાષ્ટ દેરાસર મળી આવ્યું છે. ભોંયરાને કેટલાક સમય અગાઉ સમારકામ કરાવતાં અતિ પ્રતિમાઓના ઢગલામાંથી એક પેટી હાથ લાગી, જેમાંથી આ દેરાસર મળી આવ્યું છે. પ્રથમ માહિતી પ્રમાણે ખા દેરાસરની શિલ્પકૃતિ આચાર્ય શ્રી. હેમચન્દ્રાચાર્યના સમયની