________________
જૈન યુગ
એપ્રિલ ૧૯૫૯
રાખી તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૈત્રી આયંબિલની ઓળી
મુંબઈ આદિ સ્થળે ચૈત્ર માસની આયંબિલની ઓળી સામુદાયિક રીતે ઉજવવાના સંબંધમાં મુંબઈ સરકારના એસિ. ડાઈરેટર ઑફ સિવિલ સપ્લાઈઝને શ્રી હીરાલાલભાઈ ગાંધી અને શ્રી માણેકલાલ ડી. મોદી (એસિ. સેક્રેટરી)એ કેટલીક વિગતો સમજાવી હતી. આ બાબતમાં સ્થાનિક દેરાસરો અને સંસ્થાઓના ટ્રસ્ટીઓને કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ છે. શ્રી શ્રાવક શ્રાવિકા ઉત્કર્ષના કેન્દ્રોને ગ્રાંટ
કોન્ફરન્સના શ્રી શ્રાવક શ્રાવિકાક્ષેત્ર ઉત્કર્ષ ફંડમાંથી સંવત ૨૦૧૫ના વર્ષ માટે કેન્દ્રોને ગ્રાંટ આપવા કાર્યવાહી સમિતિએ સંમતિ આપી છે તે નિયમાધીન નીચેની વિગતો મોકલી આપવા ધ્યાન ખેંચવામાં આવે છે –
(૧) સંવત ૨૦૧૫ના વર્ષ અંગે આવક–ખર્ચની વિગતોયુક્ત બજેટ.
(૨) ઉપરોક્ત બજેટ પૈકી સ્થાનિક સમિતિ કેટલી રકમ એકત્ર કરશે અને કોન્ફરન્સ તરફથી કેટલી ગ્રાંટની અપેક્ષા રાખવામાં આવે છે.
(૩) છેલ્લા (સંવત્ ૨૦૧૪ના) વર્ષના કામકાજનો રિપોર્ટ, બંધારણ અને ઑડિ હિસાબની નકલ.
ઉપરોક્ત વિગતો મે ૧૯૫૯ની આખર સુધીમાં અવશ્ય મોકલી આપવા વિનંતી છે. એસ. એસ. સી. સુધીના . મૂર્તિ. વિદ્યાર્થીઓને ફી અંગે સહાય
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના શ્રી શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ ફંડના શિક્ષણ વિભાગમાંથી એસ. એસ. સી. પર્યન્તના જે જૈન શ્વેતામ્બર મૂર્તિ. વિદ્યાર્થીઓને ફી અંગેની સહાયની જરૂર હોય તેમણે નીચેના સ્થળે ૨૦ નન્યા પેસાની ટિકિટ મોકલી છાપેલ અરજીપત્રક મંગાવી લેવા. અરજીપત્રક મોડામાં મોડા તા. ૧૫ જૂન, ૧૯૫૯ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે ભરી મોકલવા. સ્થાનિક વિદ્યાર્થીઓને કોન્ફરન્સ કાર્યાલયમાંથી રૂબરૂ બાર નવા પૈસામાં અરજીપત્રકો મળી શકશે.
શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ, ગોડીજી બિલ્ડીંગ, કાલબાદેવી, મુંબઈ ૨. જૈન છે. એજ્યુકેશન બોર્ડ
વ્યવસ્થાપક સમિતિની સભા તા. ૩-૪-૧૯૫૯ ના
રોજ શ્રી ફતેહચંદ ઝવેરભાઈ શાહના પ્રમુખસ્થાને મળી હતી, જે વખતે નીચે પ્રમાણે કામકાજ થયું હતું –
(૧) શ્રી બાઈ પાનકોર ને શ્રી કાનજી નાનજીની વિધવાના ટ્રસ્ટીઓ તરફથી બોર્ડને રૂા. ૪૦૦૧ની રકમ કાયમી ટ્રસ્ટ તરીકે પ્રદાન કરવા તા. ૨૮-૩-૧૯૫૯ના પત્રથી આવેલ ઑફર નીચેની શરતો અનુસાર સર્વાનુમતે આભારસહિત સ્વીકારવામાં આવી :(અ) બોર્ડ રૂા. ૪૦૦૧ની રકમ “બાઈ પાનકોર તે
કાનજી નાનજીની વિધવા માંગરોળવાસી કાયમી
ટ્રસ્ટ ફંડ” ખાતે જમા રાખવી. (બ) આ રકમ સરકારમાન્ય જામીનગીરીમાં રોકાણ
કરી તેના વાર્ષિક વ્યાજની ઉત્પન્ન નીચે પ્રમાણે
વાપરવી :બોર્ડની પ્રતિવર્ષ લેવામાં આવતી ધાર્મિક પરીક્ષાઓના બાળધોરણ ૧ અને ૨ અને કન્યા ધોરણ ૧ અને ૨ અથવા તેની જગ્યાએ શરૂઆતના પુરૂષ અને સ્ત્રી વિભાગના ધાર્મિક શિક્ષણ અંગેનાં જે ધોરણ ભવિષ્યમાં નક્કી થાય તેમાં પ્રથમ આવનાર જે વિદ્યાર્થી ભાઈ કે બહેન જે આગળના બોર્ડના ધોરણ માટે અભ્યાસ ચાલુ રાખે તો તેની યોગ્ય ખાત્રી મેળવી તેને તે અભ્યાસાર્થે વાર્ષિક રૂ. ૨૫ ૨૫ની એવી ૪ છાત્રવૃત્તિ ઉપરોક્ત નામે આપવી.
આ ફંડના વ્યાજની રકમમાંથી પ્રથમ વર્ષે એક શિડ ઉપરોક્ત નામે લેવી જેમાં ૧૦ ચંદ્રકો રાખવા. આ ચંદ્રકો ઉપરોક્ત બાળ અને કન્યા ધોરણો (૪ ધોરણો) માંથી જે ધોરણમાં જૈન પાઠશાળા કે કન્યાશાળાના બાળક-બાળિકાઓ બેસી વધુમાં વધુ પાસ થાય તે સંસ્થાને આપી તેની નોંધ શિલ્ડ ઉપર રાખવી. આ રીતે ૧૦ વર્ષના અંતે જે પાઠશાળા કે કન્યાશાળાને વધુ ચંદ્રકો મળ્યા હોય તેને બોર્ડ તરફથી શિલ્ડ આપવી. દસ વર્ષ પછી પણ ઉપરોક્ત ક્રમે શિલ્ડની યોજના ચાલુ રાખવી.
(ક) આ યોજના અંગેની જાહેરાત બોર્ડ પ્રતિવર્ષ યોગ્ય રીતે કરવી.
(ડ) બોર્ડના પેટ્રન તરીંક “બાઈ પાનકોર ને શ્રી કાનજી નાનજીની વિધવા માંગરોળવાસી ' ને સ્વીકારવા.
(ઈ) આ યોજનાનો અમલ કરવા માટે વધુ સગવડતા ઉત્પન્ન કરવાની દૃષ્ટિએ ટ્રસ્ટીઓ બીજી કોઇ