________________
શ્રી
જે ન હૈ તા ઓ ૨ કૉ ન્યુ ૨ કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ
(કૉન્ફરન્સ કાર્યાલય દ્વારા)
કાર્યવાહી સમિતિની સભા
કૉન્ફરન્સની કાર્યવાહી સમિતિની સભા મુંબઈમાં શનિવાર, તા. ૨૧-૩-૧૯૫૯ અને તા. ૨૨-૩-૧૯૫૯ ના રોજ શ્રી ફુલચંદ શામજીના નિવાસસ્થાને (કલ્પના, નેતાજી સુભાવ રોડ) મળી હતી, જે સમયે આઠ સભ્યો ઉપસ્થિત હતા.
પ્રમુખસ્થાને શ્રી મોહનલાલ લલ્લચંદ શાહ હતા. આ સભામાં થયેલ કામકાજની ટૂંક નોંધ નીચે પ્રમાણે છે –
(૧) કાર્યવાહી સમિતિની તા. ૩૦-૧૦-૧૯૫૮ની સભાની કાર્યનોંધ બહાલ રાખવામાં આવી હતી. (૨) સંવત ૨૦૧૪ ના વર્ષના કાચા બેલેન્સશીટની રજુઆત થતાં તેની નોંધ લેવાઈ અને કેટલાક હવાલાઓ નાખવા વિગેરેની સ્વીકૃતિ અપાઈ. (૩) અને (૪) શ્રી કૉન્ફરન્સ નિભાવ ફંડ એકત્ર કરવા અને જૂની ઉઘરાણી વસુલ લેવા અંગે કાર્યવાહકોએ ઘટતું કરવું (૫) શ્રી શ્રાવક-શ્રાવિકાક્ષેત્ર ઉત્કર્ષ ની યોજનાનુસાર સંવત ૨૦૧૫ ના વર્ષ માટે સમિતિઓને મદદ મંજુર કરવાની સત્તા ઉપ-પ્રમુખ શ્રી ફુલચંદ શામજી અને મંત્રીઓને અપાઈ. આ અંગે રૂા. ૪૦૦૦૦ ચાલીસ હજાર સુધીની રકમ ખર્ચવાની મંજુરી આપવામાં આવી હતી. (૬) “જૈનયુગના ગ્રાહકો વધારવા માટે કાર્યવાહકોએ યોગ્ય કાર્યવાહી કરવી.
(૭) કોન્ફરન્સનું આગામી અધિવેશન મેળવવા અંગે નીચે પ્રમાણે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો –
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું આગામી એકવીસમુ અધિવેશન કલકત્તામાં મોટામાં મોડું ઑકટોબર ૧૯૫૯ સુધીમાં મેળવવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવે છે અને આ અંગેની ઘટતી સર્વ કાર્યવાહી કરવા પ્રમુખ શ્રી મોહનલાલ લલુચંદ શાહ, ઉપપ્રમુખ શ્રી કુલચંદ શામજી અને કાર્યવાહી સમિતિના સભ્ય શ્રી સવાઈલાલ કેશવલાલ શાહ (કલકત્તા) શ્રી તાજમલજી બાથરા (કલકત્તા) અને મુખ્ય મંત્રીઓને સત્તાસહ વિનંતી કરવામાં આવે છે.”
તદુપરાંત આ અંગે પ્રચાર અને પ્રવાસાદિ મે ૧૯૫૯ લગભગ અને અધિવેશન પૂર્વે ગોઠવવાની સર્વ સત્તા કૉન્ફરન્સના અધિકારીઓને આપવામાં આવે છે.”
(૮) સાહિત્ય પ્રચાર સમિતિના નિવેદનની વધુ વિચારણા અને વ્યવસ્થા હાલ તુરત મુલતવી રાખવામાં આવી હતી. (૯) શ્રી જૈન શ્વે. કોન્ફરન્સ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિ સંચાલિત ઉદ્યોગ ગૃહની ગ્રાંટ અંગે સમિતિના મંત્રી અને મકાનના “લીઝ અંગે શ્રી કાંતિલાલ શ્વરલાલના અનુક્રમે તા. ૪-૨-૧૯૫૯ અને ૩-૧૨-૧૯૫૮ ના પત્રો વિષે વિચારણા થતાં ઠરાવ્યું કે (અ) કોન્ફરન્સની શ્રી શ્રી. શ્રા. ઉ. ફંડની યોજના અને ઉદ્યોગગૃહના બંધારણની પરિસ્થિતિ અંગે કાયદાની સલાહ લઈ કાર્યવાહી સમિતિએ તા. ૩૦-૧૦-૧૯૫૮ની સભામાં જે ઠરાવ કરેલ છે તેને અખિલ હિંદ સમિતિની બહાલી મળે ત્યાં સુધી એ વાત સ્થગિત રહે તેવી પરિ. સ્થિતિ છે. (બ) શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના પત્રની નકલ ઉદ્યોગગૃહને મોકલી યોગ્ય કરવા જણાવવું વગેરે. (૧૦) શ્રી મહાવીર જન્મકલ્યાણક ઉત્સવની ઉજવણી સંયુક્ત રીતે (બધા ફિરકા સાથે) કરવા મંત્રીઓને સત્તા આપવામાં આવી હતી.
બાદ પ્રમુખશ્રીનો આભાર માની સભા વિસર્જન થઈ
હતી.
જબલપુરમાં તીવ્ર કામી લાગણી
જબલપુરમાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં એક દિગમ્બર આસ્નાયના પત્રના લખાણ અંગે કેટલીક ગેરસમજૂતી ફેલાવવામાં આવી, જેના પરિણામે હિંદુસમાજના તોફાની તત્ત્વોએ જૈનોની દુકાનો લૂંટી, મંદિરની મિલક્ત લૂંટી મૂર્તિઓ ખંડિત કરી અને કોમી લાગણી તીવ્ર બનાવી. પોલીસને ફરશ્ય અને સત્તાધીશોને ૧૪૪મી કલમ જાહેર કરવા ફરજ પડી. આ સર્વ સમાચારો કૉન્ફરન્સને પ્રાપ્ત થતાં તેની પત્રાદિદ્વારા તપાસ કરાવવામાં આવી હતી અને દિલ્હીમાં સંયુક્તરીતે એ માટે ગૃહમંત્રીને મળવા ગોઠવણ થઈ હતી. તે લક્ષમાં