________________
જૈન યુગ
એપ્રિલ ૧૯૫૯
આત્મસાધનાનો રથ અચૂક રીતે મુક્તિનગરે પહોંચવાનો છે, એવી ભગવાનની પ્રતીતિ હોવાથી, દેહના ભયંકરમાં ભયંકર કષ્ટ પણ એમને વિચલિત નહોતા બનાવ્યા.
ભગવાન તો સમુદ્રના અતલ તળિયે ડૂબકી મારનાર પેલા મોતીનાં મૂલ જાણનારા મરજીવા જેવા હતા–જેમને મન આત્મભાવનાં અમૂલ્ય મોતીનો જ મહિમા હતો, અને પુલભાવ એ તો કેવળ પાધિક અને ત્યાય જ હતો.
જેમણે આત્માના અમરપદનો વિશ્વાસ મેળવી લીધો હોય એમને ભલા, શરીરની આળપંપાળ શી હોય ? અને એને ગમે તેટલાં કષ્ટ પડે તોપણ એ પોતાના મૂળ ધ્યેયને કેમ કરી ત્યાગે?
અને ભગવાનની આવી અપૂર્વ આત્મસાધના અહિંસા અને કરુણાની પતિતપાવની નિર્મળ સરિતારૂપે વિશ્વમાં વહેવા લાગી.
એ સરિતાને કાંઠે કાંઠે પ્રેમ અને સેવાના ઘાટ બંધાયા અને એ ઘાટે ઘાટે માર્ગભૂલો માનવ આત્મભાન અને વિશ્વમૈત્રીના મંત્રો શીખવા લાગ્યો.
વિશ્વવત્સલ ભગવાને સમજાવ્યુંકર્મનો માર્ગ તો વિભેદનો, મારા-તારાનો, સાચજૂહનો, રાગ-દ્વેષનો. મોહ-મમતાનો. એ માર્ગે જશે એ આત્માને ખોઈ બેસશે, વિશ્વપ્રેમથી વંચિત બનશે અને સંસારસાગરમાં ગોથાં ખામાં કરશે.
માટે એ કર્મનો માર્ગ છોડી ધર્મને માર્ગે વળો. ધર્મનો માર્ગ એ તો અભેદનો, આત્મૌપજ્યનો, વિશ્વના જીવમાત્રની સાથે મૈત્રી સાધવાનો અમૃતમાર્ગ. ત્યાં ન કોઈ પોતાનું, ન કોઈ પરાયું; ન કોઈના પ્રત્યે રાગ, ન કોઈના પ્રત્યે દ્વેષ; ન કોઈ મોટો, ન કોઈ નાનો; ન કોઈ ઊંચ, ન કોઈ નીચ; ત્યાં તો સદાકાળ સમતારસમાં મગ્ન રહીને અહિંસા, કરુણા અને વિશ્વમૈત્રીના ત્રિવેણીના આરે આત્માને વધુને વધુ ઊજળો બનાવવાનો;
અને અંતે વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રીનો પવિત્ર સંબંધ બાંધીને આત્માને કૃતાર્થ કરવાનો.
ભગવાને આવા સરળ, સુલભ ધર્મમાર્ગની પ્રરૂપણ કરી અને માનવજીવનમાં અને પ્રાણજીવનમાં જાણે નવચેતનાનો સંચાર થયો. ને ભગવાનના એ ધીર ગંભીર કરુણાભર્યા ધર્મનાદે કંઈક પતિતો, દલિતો અને અધમોના આત્માનો ઉદ્ધાર કર્યો; શું રાજા કે શું રંક, શું શ્રેણી કે શું ચાકર-સૌને એ નાદ મુગ્ધ બનાવી રહ્યો. અને નારીજગતને માટે તો એ નાદ નવજીવનની પ્રેરણા જ બની ગયો. કંઈક નારીઓએ એ નાદને અંતરમાં ઉતારીને પોતાના આત્માને મુક્ત બનાવ્યો.
એમ કહી શકાય કે વિશ્વવત્સલ ભગવાને વિશ્વને અહિંસા અને કરુણાના આક્યના માર્ગે દોરવાને સમાજનાં સ્થાપિત હિતો, અજ્ઞાન, અહંકાર, અંધશ્રદ્ધા અને જડતાને વેરવિખેર બનાવીને, જેમાં ગુણ હોય તે જ ગુણવાન અને જે ધર્મનું પાલન કરે તે જ ધર્મ–પછી ભલે એ લોકવ્યવહારમાં નાનો લેખાતો હોય કે મોટો, રાજા તરીકે પંકાતો હોય કે રંક તરીકે અવહેલના પામતો હોય એવાં સાચાં અને નવાં મૂલ્યોની પ્રતિષ્ઠા કરી.
માતાનું હૈયું સંતાન માટે કેટકેટલી યાતના વેઠે છે ! અને છતાં એ હૈયાના હેતનાં અમી કદી સુકાય છે ખરાં ?
ભગવાન તો આખા વિશ્વના સમસ્ત જીવો પ્રત્યે હતના અમર ફૂપાઓ પોતાના આત્મામાં પ્રગટાવે છે; અને સૌ કોઈને માટે એ વહાવ્યા કરે છે.
એ હેતનાં અમી પામી જેઓ અહિંસા, કરુણા અને વિમત્રીના માર્ગે વળે છે તેઓ કતાર્થ બની જાય છે.
વિશ્વવત્સલ ભગવાનની અહિંસા અને કરુણાનાં એ અમૃત આપણે ઝીલીએ અને આપણા જીવનને કૃતાર્થ બનાવીએ !