________________
ન યુગ
એ હતી કે એમાં પળેપળની સમસ્પેસમયની આત્મજાગૃતિ રહેતી હતી અને એ કશું દેહદમન કે તપકરણુ કેવળ દેહરૂપ બની ન રહેતાં એમાંથી રેશમુક્તિ, કબાયમુક્તિ અને કર્મમુક્તિ નિષ્પન્ન થાય, એનું સતત ધ્યાન રાખવામાં આવતું.
અને તેથી ભગવાનની એ ઉગ્ર સાધનાનું પરિણામ, જાણે કોઈ ગણિતનો દાખલો હોય એમ, નક્કર, સ્પષ્ટ અને નિશ્ચિતરૂપે દુનિયાની સમક્ષ રજૂ થયું. સમસ્ત દુ:ખોનો નાશ કરવો હોય તો તેના કારરૂપ સમસ્ત કર્મોનો તારા કરવો ઘરે. જે જે માર્ગે કર્મોનો નારા થાય એ ધર્મમાર્ગ, અને તે અહિંસા, સંયમ અને તપની રત્નત્રયીમાં સમાઈ જાય. ક્લેશમળને દૂર કરવાથી કાયમળ દૂર થાય અને કપાપમળ દૂર થયાથી કર્મમળ દૂર થાય; અને કર્મબળથી સર્વથા મુક્તિ એનું નામ જ મો.
.
આ ધર્મમાર્ગ કે મોક્ષમાર્ગ સાધનાની દૃષ્ટિએ આકરો હોવા છતાં સમજવા માટે તો બે ને બે ચાર જેવી સાવ સરળ છે. અને આવો સરળ માર્ગ શોધવા માટે ભગવાન કહેદ-તાપની ડી થી આકરી કસોટીમાંથી પસાર થયા હતા, એનું થોડુંક છતાં તાદશ વર્ણન આપણા પ્રાચીનમાં પ્રાચીન ભાગમગ્રંથ પ્રથમાંગ શ્રી આચારાંગત્રમાં સચવાયું છે. આત્મમંથન ક મનોમંથનને માટે જેમાંથી થોડું વર્ણન પંચશે. આપણા આત્માના તારને જામત બનાવતું. એ વર્ણન કહે છે કે ઃ—
“ અર્થમાં વિહરતા ભગવાનને નાનાં-મોટાં રોક જંતુઓમ્બે ચાર મહિનાઓ સુધી ઘણો ત્રાસ આપી અને એમનાં લોહી–માંસ ચૂસ્યાં ”
k
વસ્ત્ર ન હોવા છતાં તથા સખત ટાઢમાં તે હાથ લાંબા રાખીને ધ્યાન ધરતા. ટાઢને કારણે કોઈ દિવસ તેમણે હાથ બગલમાં ધાલ્યા નથી. કોઈ કોઈ વાર શિયાળામાં તે છાયામાં જ બેસીને ધ્યાન ધરતા અને ઉનાળામાં તાપમાં જ ખુલ્લે લે ઉભડક બેસી ધ્યાન
ધરતા. ’
“ વવિનાના હોવાથી તેના પો, ટાઢના સ્પર્શી, તાપના સ્પર્શો અને ડાંસ તથા મચ્છરના સ્પર્શી—એમ અનેક પ્રકારના સ્પર્શી ભગવાન મહાવીરે સમપણે સહ્યા હતા. ’
પ્રિલ ૧૯૫૯
“ ઉજ્જડ ધર, સભાસ્થાન, પરબ અને હાડકાં–એવાં સ્થાનોમાં ભગવાન કોઈ વાર રહેતા, તો કોઈવાર લુહારની કોઠમાં કે પરાળના ઢગલાઓ પાસે, તો કોઈવાર ધર્મશાળાઓમાં, બગીચામાં, ઘરોમાં ૩ નગરમાં રહેતા હતા. કોઈિવાર સ્મશાનમાં, અન્ય ઘરમાં ઝાડની નીચે રહેતા હતા.
,,
“ તે તે રહેઠાણોમાં ભગવાનને અનેક પ્રકારનાં ભયંકર સંકટો પડ્યાં. તે તે સ્થળમાં રહેનારાં વડાં કે પક્ષીઓ તેમને ઉપદ્રવ કરતાં હલકા માસો પણ ભગવાનને ઘણો. ત્રાસ આપતા. કોઈવાર ગામના રખવાળો હાથમાં હથિયાર લઈ ને ભગવાનને કનડતા.
""
“ કોઈ પૂ તોપણું તેનો જવાબ નહોતા ાપતા. કોઈ તેમને પ્રણામ કરતું તો તેના તકે પશુ નજર નહોતા કરતા. એવે વખતે તેમને નિપુણ્ય મનુષ્યો દ્વારા માર તેમજ ત્રાસ પડતો. તે બધું તે સમભાવે સહેતા......અહી ન શકાય એવાં દુઃખો વટાવીને પરાક્રમ કરતા તે મુનિ સર્વત્ર સમભાવે રહેતા; તથા એ મોટા સંકટ પાર કરતાં કોઈનું શરણુ ન શોધતા.
“ વાત પ્રદેશના લોકો પણ તેમને તુ મારતા: ખાવાનું હું લખું મળ્યું......કેટલીક વાર કૂતરાઓ ભગવાનને કરડત્તા અને તેમની માંસની પેશીઓ ખેંચી કાઢતા. છતાં એવા દુર્ગમ લાઢ દેશમાં હિંસાનો ત્યાગ કરીને અને શરીરની મમતા છોડીને તે અનગાર ભગવાને આવી પડતાં સંકટોને સમભાવે સહ્યાં; અને સંગ્રામમાં મોખરે રહેતા વિજયવંત હાથીની જેમ ભગવાને એ દુઃખો ઉપર ય મેળવ્યો. “
“ કોઈ જગ્યાએ ગામની ભાગોળ પાસે આવતાં જ ગામના લોકો ખહાર નીકળીને તેમને મારતા અને ની કાઢતા; કોઈવાર તેઓ ભગવાનના શરીર ઉપર બેસી તેમનું માંસ કાપી લેતા; કોઈવાર તેમના ઉપર ધૂળ વરસાવવામાં આવતી; કોઈવાર તેમને એથી નીચે પાકવામાં આવતા; તો કોમવાર આાસન ઉપરથી તેમને ગબડાવી નાખવામાં આવતા.
,
(“ મહાવીરસ્વામીનો આચારધર્મ ”)
આવા ઉગ્ર કષ્ટસહનની પાછળ પણ ભગવાનની મુખ્ય દષ્ટિતો હિંસાના અર્ધયા ત્યાગ અહિંસાના સંપૂર્ણ પાલન તરફ તેમ જ સમભાવની સાધના તર જ રહેતી. અને અહિંસા અને સમભાવના સાક્ષાત્કારરૂપ એ ચક્રો દ્વારા